ગેંગસ્ટર અતીક અહેમદને લઈ જવા યુપી પોલીસ 40 પોલીસનો કાફલો લઈ સાબરમતી જેલ પહોંચી

gangster Atiq Ahmed : ઉમેશ પાલ હત્યાકાંડમાં ઉત્તર પ્રદેશ પોલીસના ગુજરાતમાં ધામા.. કુખ્યાત ગેન્ગસ્ટર અતીક અહેમદની સાબરમતી જેલમાં પૂછપરછ.. UP STF લઈ શકે છે અતીક અહેમદનો કબજો..
 

ગેંગસ્ટર અતીક અહેમદને લઈ જવા યુપી પોલીસ 40 પોલીસનો કાફલો લઈ સાબરમતી જેલ પહોંચી

gangster Atiq Ahmed : ઉમેશ પાલ હત્યાકાંડમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસમાં જેલમાં બંધ અતીક અહેમદની પૂછપરછ માટે ઉત્તર પ્રદેશ પોલીસ સાબરમતી જેલ પહોંચી છે. અતીક અહેમદની પૂછપરછ કરવા UP STF ની ટીમ પહોંચી છે. ત્યારે અતીક અહેમદને યુપી પોલીસ હવે ઉત્તર પ્રદેશ લઈ જશે. બપોરે 3 વાગ્યે અતિક અહેમદને અમદાવાદથી પ્રયાગરાજ લઈ જવાશે. આ માટે સાબરમતી જેલમાં UP પોલીસ પ્રોસેસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, યુપીનો કુખ્યાત ગેંગસ્ટર અતીક અહેમદ સાબરમતી જેલમાં બંધ છે. પ્રયાગરાજમાં ઉમેશ પાલ કરાઈ હતી. આ હત્યાનો માસ્ટર માઈન્ડ છે અતીક અહેમદ. 

સાબરમતી જેલમાં બંધ અતીક અહેમદને UP STF લઈ જશે. બપોર બાદ યુપી પોલીસ પ્રોસિજર પૂરી કરીને જવા રવાના થઈ શકે છે. અતીક અહેમદને લેવા માટે 45 પોલીસકર્મીઓની ટીમ ગુજરાત પહોંચી છે. જે અતીક અહેમદને લઈ યુપી લઈ જશે. યુ.પી પોલીસની 2 મોટી ગાડીમાં પોલીસનો કાફલો આવ્યો છે. પોલીસકર્મીઓ હથિયાર સાથે આવ્યા છે, જેમાંથી કેટલાક જેલની અંદર છે, કેટલાક જેલની બહાર તો કેટલાક ગાડીમાં છે. 2 IPS, 3 DSP સહિત 40 પોલીસકર્મી અમદાવાદ પહોંચ્યા છે. અતીકને લઈને યુપી પોલીસ 27 માર્ચે પ્રયાગરાજ પહોંચશે. જેના બાદ 28 માર્ચે MP-MLA કોર્ટમાં અતીકને હાજર કરાશે. 

ઉમેશ પાલ અપહરણ કેસમાં અતીકને યુપીની કોર્ટમાં હાજર કરાશે. અપહરણ કેસમાં કોર્ટ 28 માર્ચે ચુકાદો આપી શકે છે. ચુકાદા બાદ અતીકને ફરી કસ્ટડીમાં લઈ શકે છે. કસ્ટડીમાં લઈ ઉમેશ પાલ હત્યા કેસમાં અતીકની સઘન પૂછપરછ કરાશે. પ્રયાગરાજ પોલીસે અતીકને લાવા તમામ પ્રક્રિયા કરી પૂર્ણ કરી લીધી છે. અતીકના ભાઈ અશરફને બરેલી જેલથી લવાશે. 

કોણ છે અતિક અહેમદ
વર્ષ 2019 માં માફીયામાંથી નેતા બનેલ યુપીના કુખ્યાત અતીક અહેમદને અમદાવાદની સાબરમતી જેલમાં લાવવામાં આવ્યો હતો. તેને ગુજરાતની જેલમાં શિફ્ટ કરવાનો આદેશ આવ્યો હતો. તેને યુપીમાં કડક સુરક્ષા વચ્ચે સવારે એમ્બ્યુલન્સ દ્વારા વારાણસીના લાલબહાદુર શાસ્ત્રી ઈન્ટરનેશનલ એરપોર્ટ લાવવામાં આવ્યો હતો. તેને જ્યારે અમદાવાદ લાવવામાં આવ્યો હતો ત્યારે તેની સુરક્ષા માટે ડેપ્યુટી જેલર, સીઓ તેમજ બે વાહનોથી ખીચોખીચ પોલીસ હતી. તેને સ્પાઈસજેટના વિમાન એસજી-972 દ્વારા અમદાવાદ લાવવામાં આવ્યો હતો. ત્યારથી અમદાવાદની સાબરમતી જેલ અતીકનું નવુ સરનામુ બની હતી. ઉલ્લેખનીય છે કે, અપહરણ, ઉચાપત, ધમકી આપવાના અનેક કેસોમાં બંધ અતીક અહેમદને વીઆઈપી સુરક્ષા મળતી રહી હતી. તો દેવરિયા જેલમાં પણ તેનો જલવો કાયમ રહ્યો હતો.  

અતીક અહેમદનો ગુનાહીત ઈતિહાસ 
અતીક અહેમદનો ગુનાહીત ઈતિહાસ બહુ મોટો છે. અતીક અહેમદની ગુનાહીત કુંડળી પર નજર કરીએ તો, અતીક અહેમદનો જન્મ 10 ઓગસ્ટ 1962ના રોજ થયો. અતીક મૂળ યુપીના દેવરિયાનો રહેવાસી છે. ગુનાહીત પ્રવૃત્તિમાંથી રાજકારણમાં આવેલો અતીક અહેમદ યુપીની ફૂલપુર બેઠક પરથી સાંસદ રહી ચુક્યો છે. 17 વર્ષની ઉંમરે 1979માં અલ્હાબાદમાં અતીક સામે પ્રથમ હત્યાનો ગુનો નોંધાયો હતો. અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ પર 150 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે. અતિક સામે યુપી સહિત અન્ય રાજ્યોમાં ગંભીર ગુનાઓ નોંધાઇ ચુક્યા છે. પૂર્વાંચલ અને અલ્હાબાદમાં સરકારી કોન્ટ્રેક્ટ, ખનન અને વસૂલીના અનેક મામલામાં તેનું નામ આવ્યું હતું. અતીક અહમદ સામે ઉત્તર પ્રદેશના લખનઉ, કૌશામ્બી, ચિત્રકૂટ, અલ્હાબાદ સાથે બિહાર રાજ્યમાં પણ હત્યા, અપહરણ, વસૂલી વગેરે મામલા દાખલ છે. અતીકની સામે સૌથી વધુ મામલા અલ્હાબાદ જિલ્લામાં દાખલ થયેલા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news