ભાજપમાં ભડકો : ધારાસભ્યએ ભાજપ પ્રમુખને સંભળાવી દીધું, મારી પાસે ખજાનો છે, હું આગેવાની લઈશ તો માઠું લાગશે

Gujarat Politics : વડોદરામાં ભાજપના ધારાસભ્ય અને શહેર પ્રમુખ સામસામે... યોગેશ પટેલ અને ડો.વિજય શાહ વચ્ચે વાકયુદ્ધ... ભાજપ પ્રમુખ ડો.વિજય શાહે કહ્યું કે, યોગેશ પટેલે અન્ય સળગતાં પ્રશ્નોની પણ આગેવાની લેવી જોઇએ... મારી પાસે ખજાનો છે, હું આગેવાની લઇશ તો માઠું લાગશે

ભાજપમાં ભડકો : ધારાસભ્યએ ભાજપ પ્રમુખને સંભળાવી દીધું, મારી પાસે ખજાનો છે, હું આગેવાની લઈશ તો માઠું લાગશે

Vadodara News : લોકસભાની ચૂંટણી બાદથી ગુજરાત ભાજપમાં આંતરિક ડખા બહાર આવી રહ્યાં છે. હાલ વડોદરા ભાજપમાં ઘમાસાણ મચ્યું છે. વડોદરામાં શહેર ભાજપમાં ફરીથી મોટો ભડકો થયો છે. સરકારી ફાઇલોની તપાસ મામલે ભાજપમાં આંતરિક વિવાદ વધ્યો હતો. ભાજપનાં ધારાસભ્ય અને શહેર પ્રમુખ સામસામે આવી ગયા હતા. યોગેશ પટેલ અને ડૉ.વિજય શાહ વચ્ચે જાહેરમાં વાકયુદ્ધ થયું. ડો.વિજય શાહે કહ્યું કે, યોગેશ પટેલ અન્ય પ્રશ્નોની પણ આગેવાની લે. તો ધારાસભ્ય યોગેશ પટેલે વળતો જવાબ આપ્યો કે, હું આગેવાની લઈશ તો ઘણાને માઠું લાગશે. 

મહત્વનું છે કે વડોદરાના માંજલપુરના MLA યોગેશ પટેલે કલેક્ટરને એક પત્ર લખ્યો છે અને વડોદરાની પ્રીમિયમવાળી જમીનના હુકમોમાં ગેરરીતિ થતી હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ યોગેશ પટેલે છેલ્લા 3 વર્ષના અધિકારીઓ દ્વારા થયેલા જમીનના હુકમો ચકાસવા માંગ કરે છે. તો યોગેશ પટેલની આ માગ બાદ ભાજપ શહેર પ્રમુખ વિજય શાહે નિવેદન આપ્યું કે શહેરમાં બીજા પણ સળગતા પ્રશ્નો છે, જેથી યોગેશ પટેલે આવા પ્રશ્નોની પણ આગેવાની લેવી જોઈએ. તો બીજી તરફ વિજય શાહના કટાક્ષનો જવાબ આપતા યોગેશ પટેલે કહ્યું કે મારી પાસે તો ખજાનો છે. હું આ બધા પ્રશ્નોના જવાબ માંગીશ તો ઘણા લોકોને માઠું લાગી જશે. 

MLA યોગેશ પટેલનાં પત્ર મામલે શહેર પ્રમુખની ટિપ્પણી આવતા ભાજપનાં બંને નેતાઓ વચ્ચે વિવાદથી રાજકારણ ગરમાયું છે. વડોદરાના MLA યોગેશ પટેલ દ્વારા જમીન ચકાસણી કરવાની માંગ કરાઈ હતી. જમીન ચકાસણી મામલે યોગેશ પટેલ મેદાનમાં આવ્યા છે. તેમણે ચકાસણી માટે ઓપન હાઉસ કરવા પણ માંગ કરી છે. તેમણે ઓપન હાઉસ કરીને યોગ્ય ન્યાય કરવા ભલામણ કરી છે. યોગેશ પટેલની માંગ અંગે કલેક્ટર બીજલ શાહે જવાબ આપતા કહ્યું કે, મહેસુલની 3 વર્ષની તમામ કામગીરી ચકાસણી કરીશું. એક સાથે 3 વર્ષની કામગીરી ચકાસવી મુશ્કેલ છે. પહેલાં પ્રથમ ફેસમાં ચકાસણી કરીશું. જ્યાં ગંભીર ક્ષતિ જણાશે ત્યાં તપાસ કરવામાં આવશે. 

 કલેક્ટર કચેરી હસ્તકની ફાઇલોના નિકાલ કરવામાં ભષ્ટાચાર થયો હોવાના આક્ષેપો ધારાસભ્યે કર્યા છે. 1370માંથી 1189 ફાઇલને નકારાત્મક અભિપ્રાય આપી રોકી દેવાઇ, જ્યારે માત્ર 158 ફાઇલ પાસ કરાઇ છે. ધારાસભ્ય યોગેશ પટેલે ઓપન હાઉસ કરી પુરાવા લઇ સાંભળીને યોગ્ય નિકાલ કરવા માંગ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news