વડોદરા બોટ દુર્ઘટનાનો FSL રિપોર્ટમાં મોટો ખુલાસો : 1 ટન વજનની બોટમાં દોઢ ટન વજન થવાથી બોટ પલટી હતી
Vadodara Boat Tragedy : વડોદરાના હરણી બોટ દુર્ઘટના કેસમાં મોટો ખુલાસો..બોટની ક્ષમતા કરતા વધુ લોકો બેસાડવાના કારણે જ પલટી ગઈ હતી બોટ..આગળના ભાગે બાળકોને પરાણે બેસાડતા વળાંક લેતા સમયે પલટી બોટ...
Trending Photos
Vadodara Harani Lake Boat Tragedy : આખરે કયા કારણોસર વડોદરામાં બાળકો દુર્ઘટનાનો શિકાર બન્યાહ તા તેનો FSLની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. વડોદરા હરણી બોટ દુર્ઘટનાનો એફએસએલ રિપોર્ટ આવી ગયો છે. જેમાં જણાવાયું કે, બોટની ક્ષમતાથી વધુ લોકોને બેસાડતા બોટ પલટી હતી. આગળના ભાગે બાળકોને પરાણે બેસાડ્યા હતા. જેના કારણે વળાંક લેતા સમયે બોટ પલટી ગઈ હતી.
વડોદરામાં હરણી તળાવમાં બોટકાંડનો મામલો હવે નવા વળાંકો લઈ રહ્યો છે. પોલીસ અને FSLની તપાસમાં મોટો ખુલાસો થયો છે. બોટની ક્ષમતા કરતાં વધુ લોકો બેસાડતાં દુર્ઘટના થઈ હતી.1 ટન વજનની બોટમાં દોઢ ટન વજન થઈ ગયુ હતું. જ્યાં કોઈને બેસાડી ન શકાય ત્યાં 10 બાળકોને બેસાડાયા હતા. આગળના ભાગમાં બાળકો બેસેલા હોવાથી ટર્ન લેતાં સમયે બોટ પલ્ટી ખાઈ ગઈ હતી. આમ, બોટ બનાવનાર કંપનીએ લેક ઝોન સંચાલકોની પોલ ખોલી.
અમદાવાદ એરપોર્ટ બન્યું દેશનું સૌથી બિઝી એરપોર્ટ : સૌથી વધુ મુસાફરો 2023 માં નોંધાયા
શાળાએ પોતાની ભૂલ સ્વીકારી
હરણી લેક ઝોન દુર્ઘટનામાં આખરે સ્કૂલ સંચાલકોએ પોતાની ભૂલ સ્વીકારી છે. ન્યુ સનરાઈઝ સ્કૂલ દ્વારા પ્રવાસ માટે DEO ની પરવાનગી નહોતી લેવાઈ. સ્કુલ સંચાલકો પોતાની ભૂલ સ્વીકારતા હવે DEO કચેરીએ કાર્યવાહી શરૂ કરી છે. DEO કચેરી દ્વારા ન્યુ સનરાઇઝ સ્કૂલના શિક્ષકોની આ અંગે પૂછપરછ કરાશે. સ્કુલની માહિતીનું ક્રોસ વેરિફીકેશન કરાશે. ક્રોસ વેરિફીકેશન બાદ સાત દિવસમાં કલેક્ટરને રિપોર્ટ સુપરત કરાશે.
આજે પોલીસ સોંપશે રિપોર્ટ
હરણી લેક ઝોન દુર્ઘટના મામલે રાજ્ય સરકારે કલેક્ટરને તપાસ કરી 10 દિવસમાં રિપોર્ટ સોંપવા આદેશ કર્યો હતો. ત્યારે આજે 10 દિવસ પૂરા થતાં કલેક્ટર રાજ્ય સરકારને રિપોર્ટ સોંપી શકે છે. કલેક્ટરના રિપોર્ટ બાદ રાજ્ય સરકાર જવાબદારો સામે પગલાં ભરશે.
તો બીજી તરફ, વડોદરા બોટ દુર્ઘટના મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થશે. બોટકાંડ મામલે હાઈકોર્ટે ખુદ સુઓમોટો દાખલ કરી હતી. જેના પર આજે સુનાવણી થવાની છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે