એક્ટિવાની ચાવી, 8 સેકન્ડનો કોલ તેમજ ટ્રુ કોલરનો ફોટો અને પકડાઈ ગયા વડોદરાના દુષ્કર્મીઓ

 વડોદરા (Vadodara)ના નવલખી (Navlakhi) ગ્રાઉન્ડમાં 14 વર્ષીય સગીરા પર સામુહિક દુષ્કર્મ (Gang rape) આચરનાર 2 નરાધમોને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 10 દિવસે ઝડપી પાડ્યા છે. બંને દેવીપૂજક છે અને ફુગ્ગા વેચવાનું કામ કરે છે. 

એક્ટિવાની ચાવી, 8 સેકન્ડનો કોલ તેમજ ટ્રુ કોલરનો ફોટો અને પકડાઈ ગયા વડોદરાના દુષ્કર્મીઓ

ઉદય રંજન, અમદાવાદ : વડોદરા (Vadodara)ના નવલખી (Navlakhi) ગ્રાઉન્ડમાં 14 વર્ષીય સગીરા પર સામુહિક દુષ્કર્મ (Gang rape) આચરનાર 2 નરાધમોને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 10 દિવસે ઝડપી પાડ્યા છે. બંને દેવીપૂજક છે અને ફુગ્ગા વેચવાનું કામ કરે છે. બે પૈકી એક તરસાલી માર્કેટ પાસે અને બીજો સુશેન બ્રિજ પાસે રહે છે. વડોદરા શહેર પોલીસની 30થી વધુ ટીમોએ બંને નરાધમોને પકડવા ભારે ધમપછાડા કર્યા હતા પરંતુ અમદાવાદ ક્રાઇમના ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સથી નરાધમોને દબોચી લેવામાં સફળતા મળી હતી. પકડાયેલા આરોપીઓ મૂળ રાજકોટ અને આણંદના હોવાનું બહાર આવ્યું છે. રાજકોટનો 21 વર્ષનો જશો અને આણંદનો 28 વર્ષનો કિશન ફુગ્ગા વેચવાનું કામ કરતા હતા. લેટેસ્ટ માહિતી પ્રમાણે આ બે શકમંદોના નામ જશો દેવીપૂજક અને કિશન દેવીપૂજક હોવાની માહિતી મળી છે. આ આરોપીઓ પાસેથી સગીરાના મિત્રના એક્ટિવાની ચાવી મળી આવી છે. આ સિવાય ઘટના દરમિયાન તેેેેેમના ફોન પર આવેલા 8 સેકન્ડના કોલ તેમજ ટ્રુ કોલરના ફોટાના કારણે તરત પોલીસના સકંજામાં આવી ગયા હતા.

આ ઘટના વિશે માહિતી આપતા સ્પેશિયલ CP અજય તોમરે માહિતી આપી છે કે ''28મી નવેમ્બરે ગુરુવારે રાત્રે યાકુતપુરાની 14 વર્ષની સગીરા ગુરુવારે રાત્રે તેના 15 વર્ષના મંગેતર સાથે એક્ટિવા પર નવલખી ગ્રાઉન્ડમાં ગઇ હતી. એેક્ટિવા પર બેઠેલા મંગેતરને પોલીસના સ્વાંગમાં આવેલા 2 નરાધમોએ ફટકારી સગીરાને ખેંચીને ઝાડીમાં લઇ ગયા હતાં અને પાશવી રીતે દુષ્કર્મ આચર્યું હતું. આ મામલાના ઉકેલ માટે ટેકનિકલ સર્વેલન્સની મદદ પણ લેવામાં આવી હતી. આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને વડોદરા પોલીસે સાથે મળીને કામ કર્યું છે. આ તપાસ માટે હ્યુમન ઇન્ટેલિજન્સ, સીસીટીવી ફુટેજ, ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને તમામ રિસોર્સ કામે લગાડીને ગુજરાત પોલીસ દ્વારા ખુબ મહેનત કરવામાં આવી. બંને આરોપીઓ મારામારી, ચોરી અને ઘરફોડ ચોરીમાં પણ સંડોવાયેલા છે. તેમની તપાસ દરમિયાન બીજા ગુનાની પણ માહિતી મળી શકે છે. આ બંને આરોપીઓને વડોદરા પોલીસને સોંપવામાં આવશે. હવે આ મામલાની આગળની તપાસ વડોદરા પોલીસ કરશે. ''

ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ પીડિતાના પરિવારની મુલાકાત લીધી હતી. પીડિતાના પરિવારની મુલાકાત કર્યા બાદ ગૃહરાજ્ય મંત્રીએ જ્યાં દુષ્કર્મ થયું હતું, તે નવલખી મેદાનમાં ઘટના સ્થળે પહોંચ્યા જ્યાં ગૃહમંત્રીએ નવલખી મેદાનના ઝાડી-ઝાંખરા વાડી અવાવરું જગ્યામાં જઈને નિરીક્ષણ કર્યું હતું, અને મેયરને રાજ્ય સરકાર પાસેથી અવાવરું જગ્યામાં સીસીટીવી કેમેરા લગાવવા માટે ફંડ માંગવા સૂચન કર્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news