વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસ પરથી જલ્દી પડદો ઉંચકાશે, ક્રાઈમ બ્રાન્ચે 2 શકમંદની અટકાયત કરી

વડોદરા (vadodara) માં સામુહિક દુષ્કર્મ (rape case) અને આપઘાત કેસ (suicide) ની તપાસમાં પોલીસની 35 ટીમ કામે લાગી ગઈ છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે 2 શકમંદોની અટકાયત કરી છે. ત્યારે આ કેસ મામલે પોલીસે કહ્યું કે, ટૂંક સમયમાં યુવતીને ન્યાય અપાવીશું. ત્યારે સમગ્ર ઘટના પરથી આજે પડદો ઊંચકાય તેવી શક્યતા છે. 

વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસ પરથી જલ્દી પડદો ઉંચકાશે, ક્રાઈમ બ્રાન્ચે 2 શકમંદની અટકાયત કરી

રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરા (vadodara) માં સામુહિક દુષ્કર્મ (rape case) અને આપઘાત કેસ (suicide) ની તપાસમાં પોલીસની 35 ટીમ કામે લાગી ગઈ છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે 2 શકમંદોની અટકાયત કરી છે. ત્યારે આ કેસ મામલે પોલીસે કહ્યું કે, ટૂંક સમયમાં યુવતીને ન્યાય અપાવીશું. ત્યારે સમગ્ર ઘટના પરથી આજે પડદો ઊંચકાય તેવી શક્યતા છે. 

વડોદરામાં યુવતી પર દુષ્કર્મને લઈ રેલવે આઈજી વડોદરા પહોંચ્યા છે. તેમણે આજે રેલવે પોલીસ ભવન ખાતે આ કેસ મામલે અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આઇજી સુભાષ ત્રિવેદીએ પોલીસ અધિકારીઓ સાથે કેસ મુદ્દે ચર્ચા કરી હતી. રેલવે પોલીસ આરોપીઓને પકડવા એડીચોટીનું જોર લગાવી રહી છે. 

200 લોકોની અટકાયત કરી પૂછપરછ થઈ રહી છે
રેલવેના રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીએ આ કેસ અંગે જણાવ્યું કે, આ કેસ કોઈપણ સંજોગોમાં ટ્રેક કરવામાં આવશે. ગુજરાત પોલીસ, વડોદરા શહેર, રેલવે અને સમગ્ર સ્ટાફ ફોરેન્સિક સ્ટાફ સાથે મળીને કામ કરી રહ્યું છે. ઘટના ક્રમ અને તમામ સાક્ષી સમય જગ્યા બનાવ સ્થળ અને આરોપીની સંભાવના મુદ્દે સેક્સ ઓફેન્ડર મુદ્દે તપાસ કરાશે. હાલ તમામ શકમંદો, આસપાસની જગ્યાનાં શખ્સોની પૂછપરછ ચાલી રહી છે. થોડા દિવસમાં જ આરોપીને પકડી લેવામાં આવશે. અનેક વ્યક્તિઓને બોલાવીને પૂછપરછ થઈ રહી છે. આ કેસ મુદ્દે 200 લોકોની અટકાયત કરી પૂછપરછ થઈ રહી છે. પોલીસ કમિશનર જાતે આ કેસ પર નજર રાખી રહ્યા છે. આ જઘન્ય અપરાધ પર રાજ્ય સરકારના પોલીસ મિત્રો દ્વારા કાર્યવાહી કરાશે. જે તે સમયે જાણ થઈ હોત તો વેહલા કાર્યવાહી થઈ શકી હતી.

— Zee 24 Kalak (@Zee24Kalak) November 15, 2021

2 શકમંદોની ધરપકડ
તો બીજી તરફ, વડોદરા સામુહિક દુષ્કર્મ અને આપઘાત કેસમાં અટકાયત કરાઈ છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે 2 શકમંદની અટકાયત કરી છે. હાલબંને શકમંદોને ક્રાઈમ બ્રાન્ચમાં રાખવામાં આવ્યા છે. સમગ્ર ઘટના પરથી આજે પડદો ઊંચકાય તેવી શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે યુવતી જ્યાં કામ કરતી હતી તે જગ્યાએ પણ પૂછપરછ કરી તપાસ હાથ ધરી છે. NGO ઓએસીસની ઓફિસ ગંગોત્રી એપાર્ટમેન્ટમાં છે, તેથી પોલીસે યુવતી સાથે કામ કરતા કર્મચારીઓ સાથે વાત કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news