ગુજરાતના આ શહેરમાં 10 દિવસ માટે લાગ્યો પાણીપુરી પર પ્રતિબંધ

હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે. જેના લીધે પાણીજન્ય રોગોમાં વધારો થઇ રહ્યો છે. જેને લઇને વડોદરા કોર્પોરેશન દ્વારા પાણીપુરીના વેચાણ  પર 10 દિવસ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ નિર્ણય વધતા જતા રોગચાળાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. 

ગુજરાતના આ શહેરમાં 10 દિવસ માટે લાગ્યો પાણીપુરી પર પ્રતિબંધ

Bans Panipuri: હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે. જેના લીધે પાણીજન્ય રોગોમાં વધારો થઇ રહ્યો છે. જેને લઇને વડોદરા કોર્પોરેશન દ્વારા પાણીપુરીના વેચાણ  પર 10 દિવસ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ નિર્ણય વધતા જતા રોગચાળાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. જોકે, બાદમાં આ નિર્ણય પર વિવાદ થયા વડોદરા કોર્પોરેશને પોતાનો નિર્ણય બદલ્યો હતો. 

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશના આરોગ્ય વિભાગ દ્વારા પાણીપુરી વિક્રેતાઓને સૂચના આપી છે કે જો શહેરમાં પાણીપુરીનું વેચાણ કરવામાં આવશે તો તેમની ટીમ દ્વારા બંધ કરાવવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે જે સ્થળો પર પાણીપુરીનું વેચાણ થઇ રહ્યું હતું ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારબાદ આજે પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અગાઉ 2018માં પણ વીએમસી દ્વારા આ પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો હતો. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણય બાદ રાજ્યના મોટા શહેરોમાં પણ પ્રતિબંધ લાગી શકે છે. એવી ચર્ચાઓએ જોર પકડ્યું. 

— Zee 24 Kalak (@Zee24Kalak) July 18, 2023

કોર્પોરેશને નિર્ણય બાદ લીધો યુ ટર્ન
પહેલા પ્રતિબંધનો નિર્ણય લીધા બાદ હવે વડોદરા કોર્પોરેશને તેને ફેરવી તોળ્યો છે. વડોદરા કોર્પોરેશને પાણીપુરી વેચાણ પર પ્રતિબંધને યુ-ટર્ન લીધો છે. કોર્પોરેશનના આરોગ્ય અમલદાર ડો. મુકેશ વૈદ્યે ખુલાસો કરતા જણાવ્યું કે, શહેરમાં સંપૂર્ણરીતે પાણીપુરી વેચાણ પર પ્રતિબંધ નથી. અનહાઈજેનિક કન્ડીશન રાખતા પાણીપુરી વેચનારા લોકોની લારી બંધ કરાવીશું. કોર્પોરેશનની સતત ડ્રાઇવ ચાલુ રહેશે. જે હાઈજેનિક કન્ડીશન રાખી રહ્યા છે તેવો પાણીપુરી વેચી શકશે. પાણીજન્ય રોગચાળો વકરતાં કોર્પોરેશને આ નિર્ણય લીધો છે. આખા શહેરમાં પાણીપુરી વેચાણ પર કોઈ પ્રતિબંધ નથી.  

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)નાં જણાવ્યા મુજબ, 80 ટકા રોગો પાણીજન્ય હોય છે. વિવિધ દેશોમાં પીવાનું પાણી WHOનાં ધારાધોરણોને અનુસરતું નથી. 3.1 ટકા મૃત્યુ ગંદા અને નબળી ગુણવત્તા ધરાવતાં પાણીને કારણે થાય છે. ભારતમાં વર્ષે એક લાખથી વધારે લોકોનું મૃત્યુ પાણીજન્ય રોગોને કારણે થાય છે. વર્લ્ડ રિસોર્સીસ રિપોર્ટ જણાવે છે કે, ભારતનાં પાણીનાં પુરવઠાનો આશરે 70 ટકા હિસ્સો ગટરનાં પ્રદૂષકો સાથે અતિ પ્રદૂષિત છે. સંયુક્ત રાષ્ટ્રનાં રિપોર્ટ મુજબ, ભારતનાં પાણીની ગુણવત્તા નબળી છે – પોતાનાં નાગરિકોને ઉપલબ્ધ પાણીની ગુણવત્તાની દ્રષ્ટિએ દુનિયાનાં 122 દેશોમાં ભારતનું સ્થાન 120મું છે.

પાણીજન્ય રોગોનું નિવારણ કરવા માટે ઉપયોગી સૂચનો
- પાણી સ્વચ્છ દેખાય તથા કોઈ પણ રેતી અને કચરાથી મુક્ત હોય એવી ખાતરી કરો. તમને દેખાતી કોઈ પણ પ્રકારની ગંદકી પાણીમાં દૂર કરવા એને ગાળી શકો છો.
- સ્વચ્છ અને સુરક્ષિત પાણી જ પીવો. સ્વચ્છ પીવાલાયક પાણીનું સેવન કરો અથવા એવા પાણીનો ઉપયોગ કરો, જેની ટ્રીટમેન્ટ વોટર પ્યોરિફાયર્સ સાથે થઈ ગયો. અનટ્રીટેડ વોટરનો ઉપયોગ ન કરો.
- સંગ્રહ કરેલા પાણીનો પાછળથી ઉપયોગ કરવા જીવાણુઓથી મુક્ત અને સ્વચ્છ હોય એવી ખાતરી કરો.
- જો નહાવાનું પાણી ચોખ્ખું ન હોય, તો નુકસાનકારક બેક્ટેરિયામાંથી છૂટકારો મેળવવા એન્ટિસેપ્ટિક લિક્વિડ ઉમેરો
- ટોઇલેટનો ઉપયોગ કર્યા પછી, ભોજન બનાવતાં અગાઉ અને બની ગયા પછી, ભોજન લેતાં અગાઉ અથવા કશું પણ પીતા અગાઉ સાબુ સાથે હાથને બરોબર ધોઈને હાથની સ્વચ્છતા જાળવવાની ટેવ પાડો
- જ્યારે બાળકો રમીને ઘરમાં પ્રવેશ કરે, ત્યારે હંમેશા હાથ ધોવાની ટેવ પાડો અને દરેક વ્યક્તિએ ઘરમાં પ્રવેશીને સૌપ્રથમ હાથ ધોવા જોઈએ
- ખાતરી કરો કે, ખાદ્ય પદાર્થો ધોયેલા હોય તથા નુકસાનકારક બેક્ટેરિયા અને અન્ય નુકસાનકારક જીવાણુઓથી મુક્ત બરોબર રાંધેલા હોય
- થાઇરોઇડ, હિપેટાઇટિસ એ, પોલિયો વગેરે જેવા રસીથી નિવારી શકાય એવા રોગોથી તમારી જાતને સુરક્ષિત રાખવા રસી મૂકવો
- જ્યારે બહાર ખાવો કે પીવો, ત્યારે શક્ય હોય ત્યાં સુધી ડિસ્પોઝેબલ ગ્લાસ અને પ્લેટનો ઉપયોગ કરો
- લાંબા કલાકો પછી ખુલ્લા અને અગાઉથી રાંધેલા ભોજનને ફરી ખાવાનું ટાળો
- ફિલ્ટર, આરઓ યુનિટ વગેરે જેવા તમારાં વોટર ટ્રીટમેન્ટ ઉપકરણોની નિયમિત સર્વિસ અને મેઇન્ટેનન્સ કરાવો.

પાણીપુરી એવુ સ્ટ્રીટ ફૂડ છે, જે રંકથી લઈને રાજા સુધી એટલે કે તમામની પહેલી પસંદ છે. આ વાતનો પુરાવો તમને દરેક શહેર, ગલી, મહોલ્લા, ચોક-બજારમાં જોવા મળશે. પાણીપુરી કેટલી ફેમસ છે, તેનો અંદાજો તમે પાણીપુરીની લારી પર ઉમટતી ભીડ પરથી લગાવી શકશો. કેટલીક જગ્યા પર પકોડી ચણા બટાકામાં, તો ક્યાંય રગડામાં આપવામાં આવે છે. પહેલી પાણીપુરી ખાવામાં જેટલી ચટાકેદાર છે, તેટલો જ મજેદાર તેનો ઈતિહાસ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news