cholera

કોરોના બાદ કોલેરાનો કહેર: તંત્ર કહે છે પાણી ઉકાળીને પીવો પણ પહેલા પાણી તો આપો, જનતાનું દર્દ

જિલ્લામાં આવેલ કલોલ શહેરમાં તાજેતરમાં સામે આવેલ કોલેરાની સમસ્યાના સંદર્ભમાં તેઓએ શક્ય તેટલી ઝડપથી આ રોગચાળા પર કાબૂ મેળવવા તંત્રને હિદાયત કરી હતી. આ માટે જિલ્લાના કલેકટર, રિજિયોનલ મુખ્ય મ્યુનિસિપલ કમિશ્નર, જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા સર્વેલન્સ અધિકારી, આરોગ્ય વિભાગ દ્વારા કોલેરાગ્રસ્ત વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈ ત્વરિત કાર્યવાહી હાથ ધરી કોલેરાને નાથવા જરૂરી પગલાંઓ પણ લેવામાં આવ્યા છે. જેમાં અસરગ્રસ્ત વિસ્તારમાં પ્રત્યેક ઘરે સર્વેલન્સ કામગીરી, ઓ.આર.એસ. અને કલોરીનની ગોળીઓ અને રોગચાળાની અટકાયત માટે જન જાગૃતિ માટે પત્રિકાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ૨૪ કલાક હેલ્પલાઇન કાર્યરત કરી નાગરિકોને શક્ય તમામ મદદ માટેના સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. સાથે સાથે પ્રજાજનોને હાલના તબક્કે  પીવાનું શુધ્ધ પાણી ટેન્કર દ્વારા પૂરું પાડવામાં આવી રહ્યું છે.

Jul 10, 2021, 02:08 AM IST

કલોલમાં પાણીપુરીની લારીઓ પર પ્રતિબંધ, નાનકડા શહેરમાં કોલેરા ફાટી નીકળ્યો

  • ઝાડા ઉલટીનાં કેસો વધ્યા બાદ કલોલનાં 2 કિલોમીટર વિસ્તારને કોલેરાગ્રસ્ત નૉટિફાઈડ વિસ્તાર જાહેર કરાયો
  • પૂર્વના બે કિલોમીટર વિસ્તારમાં પાણીપુરીની લારીઓ પર પણ પ્રતિબંધ મૂકાયો

Jul 9, 2021, 02:59 PM IST

Corona કરતા પણ ભયંકર હતી આ બીમારીઓ, દર 100 વર્ષે દુનિયામાં આવે છે નવી મહામારી

મોનાલી સોની, અમદાવાદઃ મહામારી ફેલાવવાના ઈતિહાસ પર નજર કરવામાં આવે તો જાણ થશે કે દર 100 વર્ષ બાદ નવી મહામારીનો જન્મ થયો હતો. આ મહામારીના કારણે વૈજ્ઞાનિકોએ પણ ઘણા પ્રકારના તર્ક લગાવ્યા છે. વર્ષ 1720, 1820 અને 1920માં ફેલાયેલી મહામારી બાદ 2020માં કોરોના વાયરસે દુનિયામાં તબાહી મચાવી દીધી. વિશ્વમાં તમામ જીવલેણ બિમારી 100 વર્ષ બાદ મોતનો તાંડવ બતાવવાં આ ધરતી પર આવે છે.

Apr 21, 2021, 11:27 AM IST
Cholera attack in Vadodara PT2M17S

વડોદરામાં કોલેરાના વાયરા

વડોદરામાં કોલેરાના વાયરા છે. હાલમાં પાંચ મહિનાનાં બાળકનો કોલેરાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે અને સયાજી હોસ્પિટલમાં આ બાળકની સારવાર ચાલી રહી છે. અહીં એક મહિનામાં કોલેરાના ત્રણ કેસ નોંધાયા છે.

Oct 13, 2019, 01:00 PM IST