સળગતો મુદ્દો : બરોડા ડેરીમાં ભ્રષ્ટાચારનો કેતન ઈનામદારનો આક્ષેપ

વડોદરા (Vadodara) માં બરોડા ડેરીમાં ભ્રષ્ટાચારનો મુદ્દો સળગ્યો છે. વડોદરામાં બરોડા ડેરીના સત્તાધિશો પર સભાસદોનું શોષણ કરવાના ગંભીર આરોપ ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે લગાવ્યા છે. ધારાસભ્ય કેતન ઈનામદારે સહકાર મંત્રી ઈશ્વર પટેલને આ અંગે પત્ર લખી રજૂઆત કરી છે. બરોડા ડેરી (baroda dairy) સભાસદોને નફો આપતી નથી તેમજ દાણની કાચા માલની ખરીદી તેમની મળતિયા એજન્સી કરે છે તેવા પ્રકારની રજૂઆત કેતન ઈનામદારે તેમના પત્રમાં કરી છે. ધારાસભ્યએ બરોડા ડેરી પર કાચા માલમાં ભેળસેળ કરવાના પણ આરોપ લગાવ્યા છે. તો બરોડા ડેરીમાં શોષણ થવાના ધારાસભ્ય કેતન ઈનામદારે લગાવેલા આક્ષેપનો ડેરીના પ્રમુખ દિનેશ પટેલે જવાબ આપ્યો છે. 

Updated By: Sep 4, 2021, 02:06 PM IST
સળગતો મુદ્દો : બરોડા ડેરીમાં ભ્રષ્ટાચારનો કેતન ઈનામદારનો આક્ષેપ

રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરા (Vadodara) માં બરોડા ડેરીમાં ભ્રષ્ટાચારનો મુદ્દો સળગ્યો છે. વડોદરામાં બરોડા ડેરીના સત્તાધિશો પર સભાસદોનું શોષણ કરવાના ગંભીર આરોપ ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે લગાવ્યા છે. ધારાસભ્ય કેતન ઈનામદારે સહકાર મંત્રી ઈશ્વર પટેલને આ અંગે પત્ર લખી રજૂઆત કરી છે. બરોડા ડેરી (baroda dairy) સભાસદોને નફો આપતી નથી તેમજ દાણની કાચા માલની ખરીદી તેમની મળતિયા એજન્સી કરે છે તેવા પ્રકારની રજૂઆત કેતન ઈનામદારે તેમના પત્રમાં કરી છે. ધારાસભ્યએ બરોડા ડેરી પર કાચા માલમાં ભેળસેળ કરવાના પણ આરોપ લગાવ્યા છે. તો બરોડા ડેરીમાં શોષણ થવાના ધારાસભ્ય કેતન ઈનામદારે લગાવેલા આક્ષેપનો ડેરીના પ્રમુખ દિનેશ પટેલે જવાબ આપ્યો છે. 

આ પણ વાંચો : રાજપરિવારની મિલકત માટે કાકા-ભત્રીજા આમને-સામને : હવે માંધાતાસિંહ જાડેજાએ કર્યો ખુલાસો 

કેતન ઈનામદારના આક્ષેપો પર દિનેશ પટેલે (Dinesh Patel) જવાબ આપતા કહ્યું કે, કેતન ઈનામદારના તમામ આક્ષેપ ખોટા છે. કેતન ઈનામદાર દૂધ મંડળીના પ્રમુખ નથી કે ન તો કેતન ઈનામદાર (ketan inamdar) ઘરની દૂધ મંડળી નથી ચલાવતા. ગુજરાત સરકારના ઓડિટ વિભાગના ઓડિટરના હિસાબ બાદ ડેરીનું સરવૈયું થાય છે. કેતન ઈનામદાર જો દૂદ ઉત્પાદકોનું હિત વિચારતા હોત તો સરકાર પાસે જઈને તપાસ કરાવી હોત. અમે ED, CBI જેવી એજન્સીઓ પાસે તપાસ માટે તૈયાર છીએ. પરંતુ કેતન ઈનામદાર ખોટા આક્ષેપ કરે છે. સાવલીના બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ ચૂંટણી લડવાની તૈયારી કરે છે. એટલે કેતન ઇનામદારને પેટમાં દુઃખ્યું છે. જેથી તેઓ પાયવિહોણા આક્ષેપ કરે છે.

આ પણ વાંચો : નુસરત જહાએ નેતા સાથેના રોમાન્સનો વીડિયો કર્યો જાહેર, શું એ જ તેના બાળકનો પિતા? 

તો બીજી તરફ, ગઈકાલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બરોડા ડેરી પર સભાસદોના શોષણના લાગેલા આરોપો પર પ્રતિક્રિયા આપી કે કોઈ પણ ડેરીના સભ્યને સવાલ ઉઠાવવાનો હક છે અને તે કાયદેસરની કાર્યવાહી કરી શકે. નાયબ મુખ્યમંત્રીએ કઈ પણ ખોટું થયું હશે તો કાર્યવાહી કરાશે તેવી બાંહેધરી આપી. ZEE 24 કલાક સાથેની વાતચીતમાં કેતન ઈનામદારે જણાવ્યું કે જો બરોડા ડેરી પશુપાલકોમાં નફો નહિ વહેંચે તો તેઓ પશુપાલકોના પડખે ઉભા રહેશે અને સમગ્ર મામલે ઉગ્ર વિરોધ પણ કરશે.