West Bengal: મમતા બેનર્જીને હવે થશે હાશકારો!, બંગાળમાં 3 બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત

ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં પેટાચૂંટણીની તારીખની જાહેરાત કરી દીધી છે.

West Bengal: મમતા બેનર્જીને હવે થશે હાશકારો!, બંગાળમાં 3 બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત

કોલકાતા: ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં પેટાચૂંટણીની તારીખની જાહેરાત કરી દીધી છે. પશ્ચિમ બંગાળની ભવાનીપુર, સમશેરગંજ અને જંગીપુર વિધાનસભા બેઠકો માટે 30 સપ્ટેમ્બરના રોજ પેટાચૂંટણી યોજાશે અને મતગણતરી 3 ઓક્ટોબરના રોજ થશે. આ બાજુ ઓડિશાની એક બેઠક પીપલી ઉપર પણ પેટાચૂંટણી યોજનાર છે. આ બેઠકો પર આજથી  જ ચૂંટણી આચારસંહિતા લાગૂ થઈ ગઈ છે. 

બંગાળની અપીલ પર ચૂંટણી કરાવવા તૈયાર થયું આયોગ
હાલ અલગ અલગ રાજ્યોમાં 31 વિધાનસભા બેઠકો અને બે લોકસભા બેઠકો ખાલી છે. જેના પર પેટાચૂંટણી યોજવાની છે. પરંતુ કોરોના સંક્રમણના કારણે આયોગે તમામ બેઠકો પર પેટાચૂંટણી યોજવાની જગ્યાએ પશ્ચિમ બંગાળ સરકારની ખાસ ભલામણ પર ભવાનીપુર અને અન્ય બે બેઠકો પર જ પેટાચૂંટણી કરાવવાની જાહેરાત કરી છે. 

આ પ્રમાણે છે ચૂંટણી કાર્યક્રમ
આ પેટાચૂંટણી માટે આચારસંહિતા પણ અત્યારથી જ લાગૂ થઈ ગઈ છે. પેટાચૂંટણી માટે ગેઝેટ નોટિફિકેશન 6 સપ્ટેમ્બરે બહાર પડશે અને ત્યારથી 13 સપ્ટેમ્બર સુધીમાં ઉમેદવારી પત્ર દાખલ કરાવી શકાશે. 30 સપ્ટેમ્બરે મતદાન અને 3 ઓક્ટોબરના રોજ મતગણતરી થશે. 

— ANI (@ANI) September 4, 2021

મમતા બેનર્જીનો વિધાનસભા પહોંચવાનો રસ્તો ક્લિયર
આ બાજુ ચૂંટણી પંચની આ જાહેરાત બાદ હવે મમતા બેનર્જીનો વિધાનસભા પહોંચવાનો રસ્તો ક્લિયર થઈ ગયો તેવું માનવામાં આવી રહ્યું છે. વાત જાણે એમ છે કે વિધાનસભા ચૂંટણીમાં ભલે મમતા બેનર્જીની પાર્ટીને ભવ્ય જીત મળી પરંતુ તેઓ પોતે નંદીગ્રામથી ચૂંટણી હારી ગયા હતા. મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીમાંથી ભાજપમાં ગયેલા શુભેન્દુ અધિકારીએ તેમને હરાવ્યા હતા. મમતા બેનર્જીએ નંદીગ્રામમાં મળેલી હારને કોર્ટમાં પડકારી હતી. 

આ સાથે મમતા બેનર્જીએ સીએમ પદના શપથ પણ લીધા. આવામાં પોતાની ખુરશી ટકાવવા માટે મમતા પાસે ચૂંટણી જીતીને વિધાનસભા પહોંચવા માટે 6 મહિનાનો સમય હતો. મમતા બેનર્જી માટે ટીએમસી વિધાયક શોભનદેવ ચટ્ટોપાધ્યાયે ભવાનીપુર બેઠક પણ ખાલી કરી હતી. મમતા આ બેઠકથી બે વાર વિધાયક બની ચૂક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news