મંત્રી યોગેશ પટેલની કાર સળગાવનાર આરોપી બોલ્યો, મોંઘવારી વધારી છે એટલે આગ લગાવી

પૂર્વમંત્રી યોગેશ પટેલની કાર સળગાવવા મામલે ચોંકાવનારૂં તથ્ય સામે આવ્યું છે. કાર સળગાવનાર આરોપીએ પોલીસ સામે કબૂલ્યુ કે, મોંઘવારી વધારી છે એટલે આગ લગાવી દીધી હતી. આરોપીએ મોંઘવારી ઓછી નહીં કરતા હોવાથી કાર સળગાવ્યાનું પોલીસ સમક્ષ રટણ કર્યુ હતું. જોકે, તેના કરતા પણ ચોંકાવનારી બાબત એ છે કે, આરોપી ભાજપનો જ કાર્યકર્તા છે. 
મંત્રી યોગેશ પટેલની કાર સળગાવનાર આરોપી બોલ્યો, મોંઘવારી વધારી છે એટલે આગ લગાવી

રવિ અગ્રવાલ/વડોદરા :પૂર્વમંત્રી યોગેશ પટેલની કાર સળગાવવા મામલે ચોંકાવનારૂં તથ્ય સામે આવ્યું છે. કાર સળગાવનાર આરોપીએ પોલીસ સામે કબૂલ્યુ કે, મોંઘવારી વધારી છે એટલે આગ લગાવી દીધી હતી. આરોપીએ મોંઘવારી ઓછી નહીં કરતા હોવાથી કાર સળગાવ્યાનું પોલીસ સમક્ષ રટણ કર્યુ હતું. જોકે, તેના કરતા પણ ચોંકાવનારી બાબત એ છે કે, આરોપી ભાજપનો જ કાર્યકર્તા છે. 

વડોદરા ક્રાઇમ બ્રાન્ચ આ કેસની તપાસ કરી રહી છે. ભાજપ ધારાસભ્ય યોગેશ પટેલે પોતાની ગાડી જ્યુબિલી બાગ પોલીસ ચોકી પાસે પાર્ક કરી હતી. બે દિવસ પહેલા અચાનક રાત્રે તેમની કારમાં આગ લાગી હતી. યોગેશ પટેલના ડ્રાઈવર ગૌરાંગ ઉર્ફે ભૂરો પટેલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કારમાં આગ લગાવતા સીસીટીવી કેમેરાના ફૂટેજ સામે આવ્યા હતા. જેમાં બાઇક પર આવેલ મોહમ્મદ હનીફ દારૂવાલા નામના શખ્સે કારમાં આગ લગાવી હોવાનુ ખૂલ્યુ હતું. પોલીસે આરોપી મોહમ્મદ હનીફ દારૂવાળાની અટકાયત કરી હતી. 

મોહમ્મદ અનિશ દારૂવાલાએ પૂર્વ મંત્રીની કારમાં આગ લગાવી હતી. ત્યારે પોલીસ પકડમા આવેલ આરોપીએ પોતે પણ ભાજપનો કાર્યકર હોવાનું રટણ કર્યુ હતું. આરોપી મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને પણ ઓળખતો હોવાનો દાવો કર્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, અનિશ દારૂવાલા અગાઉ હથિયાર અને જુગારના કેસમાં ઝડપાયો હતો. મોહમ્મદ અનિશ દારૂવાલાએ મંત્રીની કારમાં આગ લગાડી હતી. આરોપીએ મોંઘવારી ઓછી નહીં કરતા હોવાથી કાર સળગાવ્યાનું પોલીસ સામે કબૂલ્યુ હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news