‘ઘરનું ઘર’ લેવા નીકળેલા રસ્તા પર રગદોળાયા, વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ લેવા થઈ ધક્કામુક્કી
ઘરનું સપનુ સાકાર કરવા માટે લોકોને કેવી કેવી મુશ્કેલીઓમાંથી પસાર થવુ પડે છે તેનો જીવતો જાગતો પુરાવો વડોદરામાં જોવા મળ્યો. વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ મેળવવા લોકોની લાંબી લાઈનો બાદ ધક્કામુકી થઈ હતી. ભારે ભીડ થતા પોલીસ બોલાવવી પડી હતી. આ ધક્કામુક્કીમાં કોઈના જીવ જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે સાડા પાંચ લાખનું મકાન મેળવવા મધ્યમવર્ગીય પરિવારના લોકોનો ધસારો જોવા મળ્યો હતો. આ દ્રશ્યો કોઈને પણ વિચલિત કરી દે તેવા છે. આ બાદ કોર્પોરેશન દ્વારા ફોર્મ વિતરણ બંધ કરવામાં આવ્યુ હતું.
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા :ઘરનું સપનુ સાકાર કરવા માટે લોકોને કેવી કેવી મુશ્કેલીઓમાંથી પસાર થવુ પડે છે તેનો જીવતો જાગતો પુરાવો વડોદરામાં જોવા મળ્યો. વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ મેળવવા લોકોની લાંબી લાઈનો બાદ ધક્કામુકી થઈ હતી. ભારે ભીડ થતા પોલીસ બોલાવવી પડી હતી. આ ધક્કામુક્કીમાં કોઈના જીવ જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે સાડા પાંચ લાખનું મકાન મેળવવા મધ્યમવર્ગીય પરિવારના લોકોનો ધસારો જોવા મળ્યો હતો. આ દ્રશ્યો કોઈને પણ વિચલિત કરી દે તેવા છે. આ બાદ કોર્પોરેશન દ્વારા ફોર્મ વિતરણ બંધ કરવામાં આવ્યુ હતું.
ધક્કામુક્કી બાદ રડી પડ્યા લોકો
વડોદરાના રાવપુરા વિસ્તારમાં આવાસ યોજના (pradhan mantri awas yojana) ની ઓફિસ આવેલી છે, જ્યાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ આપવામાં આવી રહ્યાં છે. EWS ના આવાસની નવી સ્કીમ મુકાઈ છે. 5 લાખ 50 હજારમા એક રૂમ રસોડાનુ મકાન મેળવવા લોકોનો ભારે ધસારો જોવા મળ્યો. સાડા પાંચ લાખ રૂપિયામાં મકાન લેવા માટે મંગળવારની રાતથી જ લોકો લાંબી લાઈનો લગાવીને બેસ્યા છે. એક દિવસની રજા બાદ આજે પણ ફોર્મ મેળવવા ભારે ધસારો જોવા મળ્યો હતો. ત્યારે લોકોની ભારે ભીડ થતા પોલીસ બોલાવવી પડી હતી. આ દરમિયાન લોકોમાં ભારે ધક્કામુક્કી થઈ હતી. આ ધક્કામુક્કીમાં લોકોની હાલત ખરાબ થઈ હતી. અનેક લોકોના જીવ જઈ શકે તેવી સ્થિતિ બની હતી. તો ધક્કામાં વચ્ચે આવેલા લોકોની કેટલાક લોકોની તબિયત પણ બગડી હતી. ધક્કામુક્કીમાં કેટલાક લોકોને ઈજા પહોંચી હતી. ટોળામાં વિખેરાયેલા અનેક લોકો રડી પડ્યા હતા.
આ પણ વાંચો : ગુજરાતી યુવકે ગોરાઓને ચઢાવ્યો કસુંબીનો રંગ, વિદેશી ધરતી પર લલકાર્યું ગુજરાતી ગીત, જુઓ Video
ટોળામાં એકબીજા પર પડ્યા લોકો
આ ધક્કામુક્કીમાં લોકો એકબીજા પર પડ્યા હતા. અનેક લોકોના કપડા વિખેરાયા હતા, તો કેટલાકના ચપ્પલ-જૂતા ચોરાયા હતા. તો અનેક લોકોના પર્સમાંથી વસ્તુઓ ચોરાઈ, તો કેટલાકના મોબાઈલ ચોરાયા હતા. આવાસ યોજનામાં ફોર્મ મેળવવા માટે લોકોએ મોટો હોબાળો કર્યો હતો. ભારે ભીડે પોલીસને પણ ધક્કે ચઢાવી હતી. એક બહેને કહ્યુ હતું કે, આખી રાતથી અહી બેસી છું, ધક્કા મુક્કીમાં મને કંઈક થઈ જશે તેવુ લાગ્યુ હતું. હું તો લોકોની વચ્ચે દબાઈ ગઈ હતી.
તંત્રનું અણઘડ આયોજન
ધક્કામુક્કીની ઘટના બાદ મ્યુનિસિપલ કમિશ્નર શાલિની અગ્રવાલે ફોર્મ વિતરણ કામગીરી બંધ કરાવી હતી. તેમણે જાહેરાત કરી હતી કે, આગળનો નિર્ણય પછી લેવાશે. હવે વોર્ડ ઓફિસથી જ ફોર્મ વિતરણ થઈ શકે છે. ત્યારે કોર્પોરેશનના આ નિર્ણયથી મોડી રાતથી લાઈનમાં ઉભા રહેલા હજ્જારો લોકો વિલાયેલા મોઢે પરત ફર્યા હતા. વડોદરા કોર્પોરેશન તંત્રનો અણધડ વહીવટ સામે આવ્યો હતો.
લોકો ઘર વિહોણા બન્યા છે - કોંગ્રેસ
તો બીજી તરફ, આ મુદ્દાને લઈને કોંગ્રેસના નેતા અમી રાવત અને નરેન્દ્ર રાવતે કહ્યું કે, લોકો ઘર માટે પડાપડી કરી રહ્યા છે, પાલિકાનું અણધડ આયોજન સામે આવ્યું છે. મેયર અને મ્યુનિ કમિશનરે સ્થળ પર આવવી લોકોની સમસ્યા દૂર કરવી જોઈએ. લોકોને ફોર્મ ભરવા માટે સમય વધારી આપવો જોઈએ. કોર્પોરેશનની વોર્ડ ઓફિસથી ફોર્મ વિતરણ કરવું જોઈએ, જેથી ભીડ નહિ થાય. વડોદરામાં 10 હજાર મકાનો હજી બન્યા નથી, જેથી લોકો ઘર વિહોણા બન્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે