પાવાગઢ દર્શને ગયેલા વડોદરાના પાંચ વિદ્યાર્થી સાથે બની મોટી દુર્ઘટના, એકને બચાવવા જતા બીજાએ જીવ ગુમાવ્યો
Parul Universiry : પંચમહાલમાં મિત્રને બચાવવા જતાં બીજા મિત્રએ જીવ ગુમાવ્યો... નર્મદા કેનાલમાં ડૂબેલ મિત્રને બચાવવા જતાં યુવકે જીવ ગુમાવ્યો... 5 વિદ્યાર્થીઓ પાવાગઢ દર્શન કરીને પરત ફરી રહ્યા હતા.. 3 યુવાનો નર્મદા કેનાલના કિનારે હાથ-પગ ધોવા ગયા ત્યારે બની ઘટના...
Trending Photos
Vadodara News : પાવાગઢ દર્શને ગયેલા વડોદરાની પારુલ યુનિવર્સિટીના પાંચ વિદ્યાર્થીઓ સાથે મોટી દુર્ઘટના બની હતી. નર્મદા કેનાલમાં ડૂબતા મિત્રનો જીવ બચાવવા બીજા મિત્રએ મોત વ્હાલું કર્યું. એક સેકન્ડ પણ વિચાર્યા વગર યુવકે કેનાલમાં છલાંગ લગાવી હતી. જેમાં ચરણતેજા નામના યુવકનું મોત નિપજ્યુ છે.
પ્રાપ્તા માહિતી અનુસાર, પારુલ યુનિવર્સિટીના પાંચ વિદ્યાર્થીઓ ગઈ કાલે પાવાગઢ દર્શન કરી પરત ફરી રહ્યા હતા. પાંચ વિદ્યાર્થીઓમાઁથી ચરણતેજા, વરુણ કુમાર અને ચૈતન્ય નામના ત્રણ વિદ્યાર્થીઓ હાથપગ ધોવા માટે નમર્દા કેનાલની કિનારે ગયા હતા. જે પૈકી વરુણકુમારનો પગ લપસ્યો હતો, જેથી તે સીધો કેનાલમાં પડ્યો હતો. તરતા ન આવડતુ હોવાથી વરુણ કુમાર પાણીમાં તણાવા લાગ્યો હતો.
વરુણ કુમારને વિદ્યાર્થીને તરતા આવડતું ન હતું. તેથી તેને બચાવવા માટે તેના મિત્ર અને મૂળ આંધ્રપ્રદેશના રહેવાસી 19 વર્ષીય યુવક ચરણતેજાએ કેનાલમાં છલાંગ લગાવી હતી. જોકે, જોતજોતામાં બંને યુવકો કેનાલમાં ગરકાવ થયા હતા. જેમાં વરુણકુમાર તો યેનકેન પ્રકારે બચી ગયો હતો, પંરતુ ચરણતેજા મોતને ભેટ્યો હતો.
વરુણને બચાવવા પડેલ ચરણતેજાનો મૃતદેહ આજ રોજ હાલોલના આંબા તળાવ નજીક નર્મદા કેનાલમાંથી મળી આવ્યો છે. આ ઘટનાને લઈ આંધ્ર પ્રદેશથી તેના પરિવારજનો પણ દોડી આવ્યા હતા. યુવાન દીકરાનો મૃતદેહ જોઈને પરિવારજનો પોક મૂકીને રડી પડ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે