Vadodara: MS યુનિવર્સિટીનો સંવેદનશીલ નિર્ણય, કોરોના કાળમાં માતા-પિતા ગુમાવનાર બાળકોની ફી માફ
કોરોના સંકટને જોતા વડોદરાની એમએસ યુનિવર્સિટીએ મહત્વની જાહેરાત કરી છે. આ નિર્ણયથી કોરોના કાળમાં માતા-પિતા ગુમાવનાર બાળકોને ફાયદો થશે.
Trending Photos
વડોદરાઃ છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહેલા કોરોના સંકટની અસર અનેક લોકોના જીવન પર પડી છે. હજુ પણ દેશમાં કોરોનાની બીજી લહેરનો કહેર યથાવત છે. કોરોનાને કારણે ધંધા-રોજગારથી લઈને પરિવાર પર પણ મોટી અસર પડી છે. કોરોના કાળમાં અનેક લોકોએ પોતાના માતા-પિતા પણ ગુમાવી દીધા છે. દેશમાં અનેક બાળકો અનાથ બની ગયા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ પણ આવા બાળકોની સાવચેતી માટે અનેક મહત્વની જાહેરાત કરી છે. ત્યારે વડોદરાની મહારાજા સયાજીવાર યુનિવર્સિટી (MS Univercity) એ પણ સંવેદનશીલ નિર્ણય કર્યો છે.
એમએસ યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય
વડોદરાની એમએસ યુનિવર્સિટીએ કોરોના સંકટને જોતા મહત્વનો નિર્ણય લીધો છે. એમએસ યુનિવર્સિટી કોરોના કાળમા માતા-પિતા ગુમાવનાર વિદ્યાર્થીઓની ફી માફ કરશે. યુનિવર્સિટીએ કોરોનામાં માતા અથવા પિતા ગુમાવનાર વિદ્યાર્થીની ફી પણ માફ કરવાનો નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે યુનિવર્સિટીના આ નિર્ણયથી કોરોના કાળમાં અનાથ બનેલા વિદ્યાર્થીઓને મોટો લાભ થઈ શકે છે.
શહીદ જવાનના સંતાનોની પણ ફી માફ કરાશે
એમએસ યુનિવર્સિટીએ બીજો એક મહત્વનો નિર્ણય લીધો છે. યુનિવર્સિટી પ્રમાણે જે શહીદ જવાનના બાળકો અહીં અભ્યાસ કરે છે તેની ફી પણ માફ કરવામાં આવશે. આ સાથે રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેનાર વિદ્યાર્થી જે યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે તેની પણ ફી માફ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે