ગુજરાતના આ સમાજની મહિલાઓમાં જોવા મળી વિટામીન ડીની ભયંકર ઉણપ, થયો ચોંકાવાનારો ખુલાસો

નમાજ પઢતી વખતે લોકોને એક અજીબોગરીબ તકલીફ વધી હતી. ત્યારબાદ લોકોની સમસ્યાનું કારણ જાણતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી. અલવી સમાજના પબ્લિક રિલિફ ટ્રસ્ટે અનેક મહિલાઓના વિટામિન ડીનું પ્રમાણ જાણવા લેબ રિપોર્ટ કઢાવ્યો હતો

ગુજરાતના આ સમાજની મહિલાઓમાં જોવા મળી વિટામીન ડીની ભયંકર ઉણપ, થયો ચોંકાવાનારો ખુલાસો

ઝી ન્યૂઝ/વડોદરા: વિટામિન ડી હાડકાના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી એક બિમારી છે, તેની ઉણપથી સ્નાયુઓ પણ નબળા પડે છે. જો તમને આ દિવસોમાં તમારા શરીરમાં આ લક્ષણો જોવા મળી રહ્યા છે, તો તમારામાં વિટામિન ડીની ઉણપ થઈ શકે છે. હાલમાં જ ગુજરાતમાં અલવી વ્હોરા સમાજની મસ્જિદમાં નમાજ વેળા ખુરશીમાં બેસતા લોકો વધતાં લેબમાં અનેક મહિલાઓનો ટેસ્ટ કરાયો હતો. જેમાં ચોંકાનારી માહિતી સામે આવી છે.

નમાજ પઢતી વખતે લોકોને એક અજીબોગરીબ તકલીફ વધી હતી. ત્યારબાદ લોકોની સમસ્યાનું કારણ જાણતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી. અલવી સમાજના પબ્લિક રિલિફ ટ્રસ્ટે અનેક મહિલાઓના વિટામિન ડીનું પ્રમાણ જાણવા લેબ રિપોર્ટ કઢાવ્યો હતો, જેમાં ચોકાવનારો ખુલાસો થયો છે. 320 મહિલાઓમાંથી 200 મહિલાઓમાં વિટામિન ડીની ઊણપ હોવાનું જાણવા મળ્યું હતું.

આ વિશે અલવી સમાજના અગ્રણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, અમે નમાજ માટે અનેક ખુરશીઓ રાખતા હતા. પરંતુ કોરોના બાદ ખુરશીઓની સંખ્યા વધતી જઈ રહી છે. જ્યારે અમે લેબમાં તેનો ટેસ્ટ કરાવ્યો ત્યારે અમને ખબર પડી કે 200થી વધુ મહિલાઓને વિટામીન ડીની ઉણપ છે. પહેલા તો લેબમાં એક દર્દીનો રિપોર્ટ કઢાવવાનો ખર્ચ 1000થી વધુ થતો હોવાથી ટ્રેસ્ટે માત્ર 320 મહિલાઓનો જ રિપોર્ટ કઢાવ્યો હતો. પરંતુવાસ્તવિકતા કંઈક બીજી પણ હોઈ શકે છે. આ રોગની ઉણપને દૂર કરવા માટે ટ્રસ્ટ દ્વારા સમાજના લોકો વિટામિન ડીનું મહત્ત્વ સમજે તે માટે શુક્રવારે વાડી બદરી મહોલ્લામાં મ.સ.યુનિ.ના ફૂડ એન્ડ ન્યૂટ્રિશન વિભાગના આસિ. પ્રોફેસર ડો. વિજેયતા સેંગરનું વ્યાખ્યાન યોજાયું હતું. 

વિટામિન ડીની ઊણપના કારણે શરીરમાં શું થાય છે?

હેર ફૉલ
જો આ દિવસોમાં તમારા વાળ સામાન્ય કરતાં વધુ ખરતા હોય તો ધ્યાન રાખો. કારણ કે તે વિટામિન ડીની ઉણપનું લક્ષણ હોઈ શકે છે. વિટામિન ડીની ઉણપના કારણે વાળ ખરવા લાગે છે. વિટામિન ડી વાળના વિકાસમાં મદદરૂપ છે અને તેમના મૂળને મજબૂત બનાવે છે. જો શરીરમાં વિટામિન ડીની ઉણપ હોય, તો તે વાળના સ્વાસ્થ્યને અસર કરે છે અને વાળ ખરવાનું કારણ બની શકે છે.

વજન વધવું
અચાનક વજન વધવું એ પણ વિટામિન ડીની ઉણપનું લક્ષણ હોઈ શકે છે. વાસ્તવમાં, વિટામિન ડી આપણા શરીરને નાઈટ્રિક ઑક્સાઈડ આપે છે જે અતિશય આહારને અટકાવે છે અને ચયાપચયને વધારે છે. આ વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. વિટામિન ડીની ઉણપથી વજન વધી શકે છે.

થાક લાગવો
7થી 8 કલાકની ઊંઘ લીધા પછી પણ જો તમને થાક લાગે છે અને હંમેશા સુસ્તી જેવું લાગે છે તો તે વિટામિન ડીની ઉણપનું લક્ષણ પણ હોઈ શકે છે.

મૂડને અસર કરે છે
વાત કર્યા વિના ચીડિયાપણું અનુભવવું અને હતાશ થવું અને રડવું એ પણ વિટામિન ડીની ઉણપની નિશાની હોઈ શકે છે. સૂર્યપ્રકાશ આપણા મૂડને સુધારવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તે તમારા મગજમાં હોર્મોન સેરોટોનિનનું ઉત્પાદન વધારે છે જે તમને ખુશ રાખવામાં મદદ કરે છે.

સાંધા અને સ્નાયુઓમાં દુખાવો
જો તમને આ દિવસોમાં તમારા સાંધામાં દુખાવો થઈ રહ્યો છે, તો પણ તે વિટામિન ડીની ઉણપનું લક્ષણ હોઈ શકે છે. વિટામિન ડીના અભાવને કારણે શરીરમાં કેલ્શિયમની ઉણપ થાય છે, જેના કારણે હાડકાં અને સ્નાયુઓમાં દુખાવો થાય છે. જો કમર કે સાંધામાં દુખાવો થતો હોય તો વિટામિન ડી ટેસ્ટ કરાવો.

આટલી વસ્તુઓ ખાવાથી વધશે વિટામીન ડી
મશરૂમ્સ, ઇંડા
દૂધ, સોયા દૂધ, નારંગીનો રસ
ફેટી માછલી, ટુના અને સૅલ્મોન

ઊણપ કેવી રીતે અસર કરે છે?
વિટામિન ડીની ઊણપ થાય તો શરીરમાં કેલ્શિયમ શોષવાનું ઓછું થાય છે. ઉંમર વધતાં મહિલાઓ હાડકાંમાંથી કેલ્શિયમ ગુમાવતી થઇ જાય છે. તેથી તેમણે તડકામાં ખાસ બેસવું જોઇએ. વિટામિન ડીની ઊણપથી વાળ, હાડકાં ઉપરાંત પિત્તાશય અને યકૃત પર પણ અસર થાય છે. જેથી બંધ રૂમમાં કલાકો સુધી બેસવાનું ટાળવું જોઇએ. દરરોજ સવારે 30 મિનિટ સૂર્ય પ્રકાશના તડકામાં ચાલવું જોઈએ. આ ઉપરાંત ખોરાકમાં ચીઝ, મશરૂમ, દૂધ ઉપરાંત ઇંડાં, માછલી નિયમિત લેવાં જોઈએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news