shocking revelation

RTPCR રિપોર્ટ નેગેટિવ આવે તો હરખાઇ જવાની જરૂર નથી, જાણી લો ચોંકાવનારો ઘટસ્ફોટ

સહિત ગુજરાતમાં કોરોના હવે બેકાબુ બની રહ્યો છે. સંક્રમણ એટલી હદે ફેલાઇ રહ્યું છે કે, હોસ્પિટલોમાં જગ્યા નથી. લોકો સારવાર માટે તડપી રહ્યા છે. તેવામાં ફરી એકવાર ચિંતાજનક સ્થિતિ પેદા થઇ છે. RT-PCR રિપોર્ટમાં કોરોના નેગેટિવ આવ્યા બાદ પણ શરદી, કળતર કે ઓક્સિજનનું પ્રમાણ ખુબ જ ઓછું રહેતું હોય તો બેદરકારી દાખવવી ભારે પડી શકે છે. આ પ્રકારનાં લક્ષણો હોય તો તત્કાલ તબીબોની સલાહ લેવા માટે સરકાર દ્વારા સુચન અપાઇ છે. 

Apr 19, 2021, 10:51 PM IST

હિસ્ટ્રીશીટર આરોપીએ પાડોશી સાથે સામાન્ય ઝગડામાં કરી નાખી હત્યા, થયો ચોંકાવનારો ખુલાસો

ક્ષણિક આવેશમાં ભરેલું એક પગલું ક્યારેક તમને મોટા નુકસાન પહોંચાડી શકે છે. એટલું જ નહીં વધુ પડતો ગુસ્સો ક્યારેક વ્યક્તિને એવું પગલું ભરાવે છે કે, તેની આખી જિંદગી જેલના સળિયા પાછળ રહેવાનો વખત આવે છે. આવો એક બનાવ કલોલમાં એક માસ અગાઉ બન્યાનું સામે આવ્યું હતું. પાડોશી સાથેના ઝઘડામાં પાડોશી યુવકે  હત્યા કરી ફરાર થઇ ગયેલા શખ્સને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયો છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગરનાં  કલોલ વિસ્તારમાં એક માસ અગાઉ હત્યાનો બનાવ બન્યો હતો. 

Dec 15, 2020, 11:51 PM IST

અમદાવાદ: પોલીસે શાકભાજીની લારીમાં ચલાવી લૂંટ, તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

શહેરના જમાલપુરમાં પોલીસ દ્વારા શાકભાજીમાં પણ કટકી કરવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ મામલે પોલીસ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, કર્ફ્યૂ સમયે એક શાકભાજીનો ફેરિયો શાકભાજી વેચવા માટે નિકળ્યો હતો. મોટા પ્રમાણમાં લોકો શાકભાજી ખરીદી રહ્યા હતા. જો કે પોલીસ અચાનક આવી ચડતા ફેરિયો લારી મુકીને ભાગી છુટ્યો હતો. 

Nov 24, 2020, 12:45 AM IST

અમદાવાદ: ગોતામાંથી ગુમ થયેલી બાળકીનો મૃતદેહ મળી આવ્યો, બાળકીની હત્યા અંગે થયો ચોંકાવનારો ખુલાસો

અમદાવાદના ગોતા હાઉસિંગમાંથી 7 વર્ષની બાળકી ગુમ થઇ જતા પોલીસ દોડતી થઇ હતી. 2 દિવસ પહેલા જ આ બાળકી ગુમ થઇ ગઇ હતી. જેના પગલે આ સમગ્ર કેસ ક્રાઇમબ્રાંચને સોંપવામાં આવી હતી. ક્રાઇમબ્રાંચ દ્વારા ગણત્રીના કલાકોમાં જ સમગ્ર કેસ ઉકેલી નાખવામાં આવ્યો હતો. બાળકીની માતા અને તેના કથિત માનેલા ભાઇ દ્વારા બાળકીની હત્યા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો પોલીસ સુત્રો જણાવી રહ્યા છે. બાળકીનો મૃતદેહ ઓગણજ પાસેથી મળી આવ્યો હતો. ઘટના અંગે જાણ થતા સ્થાનિક પોલીસ અને ક્રાઇમબ્રાંચના ઉચ્ચ અધિકારીઓ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

Sep 15, 2020, 11:25 PM IST

અમદાવાદમાં સર્વેમાં ચોંકાવનારો ખુલાસો: 44 ટકા વાલી આખુ વર્ષ બાળકને શાળા મોકલવા તૈયાર નહી

શાળાઓ શરૂ કરવી કે કેમ તે અંગેનો ડર શિક્ષણ વિભાગને પણ સતાવી રહ્યો છે. કોરોના હજી પણ કાબુમાં નથી આવ્યો તેવી સ્થિતીમાં શાળાએ બાળકોને બોલાવવા કે કેમ ત્યારે હવે શાળાઓ હવે બાળકોનાં વાલીઓને જ શાળા શરૂ કરવી કે કેમ તે અંગે સર્વે કરી રહી છે. અમદાવાદની બે ખાનગી શાળાઓએ વાલીઓનો સર્વે કર્યો છે. જેમાં 44 ટકા વાલીઓ આખું વર્ષ શૈક્ષણીક વર્ષ દરમિયાન પોતાનાં બાળકોને શાળાએ મોકલવા તૈયાર નહી હોવાનું સર્વેમાં બહાર આવ્યું હતુ. 

Aug 25, 2020, 09:57 PM IST

ગુજરાત ATS દ્વારા ઝડપાયેલા હથિયારો મુદ્દે મોટો ખુલાસો, 3 વર્ષથી ચાલતું હતું રેકેટ

ગુજરાત ATS એ હથિયાર સાથે પકડેલા 9 આરોપીઓની ધરપકડ બાદ પૂછપરછમાં નવા ખુલાસા સામે આવ્યા છે. આરોપીઓ પાસેથી કબ્જે લેવાયેલા  મોટા ભાગના હથિયાર વિદેશી હોવાનું સામે આવ્યું હતું. આ કેસ માં ગુજરાત ATS ને મોટી સફળતાતો હાથ લાગી છે, પરંતુ આવનાર દિવસોમાં વધુ ખુલાસાઓ સામે આવી શકે છે. 

Jun 26, 2020, 12:45 AM IST