Valsad: ગૌરક્ષક હાર્દિક કંસારાની હત્યાના કેસમાં 10 આરોપીઓની પોલીસે કરી ધરપકડ

મોડીરાત્રે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે (Ahmedabad-Mumbai Nationa Highway) પર ગૌતસ્કરો અને પોલીસ અને ગૌરક્ષકોની ટીમ વચ્ચે ફિલ્મી ઢબે જોરદાર રેસિંગના દ્રશ્યો સર્જાયા હતા.

Valsad: ગૌરક્ષક હાર્દિક કંસારાની હત્યાના કેસમાં 10 આરોપીઓની પોલીસે કરી ધરપકડ

ઉમેશ પટેલ, વલસાડ: વલસાડ જિલ્લા ભાજપ (BJP) પ્રમુખ હેમંત કંસારાના ભત્રીજા હાર્દિકની ગત શુક્રવારના રોજ ગૌ તસ્કરોએ ટેમ્પો ચડાવી કરપીણ હત્યા (Murder) કરી હતી. ટોક ઓફ ઘી ટાઉન બનેલા આ હત્યાના મામલે વલસાડ પોલીસે 6 થી વધારે ટીમો બનાવી મહારાષ્ટ્રમાંથી 10 આરોપીની ધરપકડ કરી લીધી છે. ત્યારે હિન્દી ફિલ્મોમાં વિલન જે રીતે ગુન્હાને અંજામ આપવા કોઈ પણ હદ વટાવાતા હોય છે તે જ રીતે આ ગેંગે એક નિર્દોષ હાર્દિકની હત્યા કરવામાં આવી છે. ત્યારે કઈ રીતે વલસાડ પોલીસે સમગ્ર ગેંગને ગણતરીના સમયમાં પોલીસ પાંજરે પૂર્યા છે.

વલસાડ (Valsad) નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે (Ahmedabad-Mumbai Nationa Highway) પર ગઈ મોડીરાત્રે ગૌતસ્કારોનો પીછો કરતી પોલીસ અને ગૌરક્ષકોની ટીમ પર ટેમ્પો ચડાવી અને જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કરતા જીવને જોખમમાં મૂકી ગૌતસ્કરોનો પીછો કરતા એક ગૌરક્ષકનું મોત નિપજ્યા સમગ્ર  પંથકમાં ચકચાર મચી ગઇ હતી. 

મૃતક ગૌરક્ષક હાર્દિક કંસારા (Hardik Kansara) વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાના ભત્રીજા થાય છે. આથી મામલો ગરમાયો હતો. બનાવમાં  મોડીરાત્રે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે (Ahmedabad-Mumbai Nationa Highway) પર ગૌતસ્કરો અને પોલીસ અને ગૌરક્ષકોની ટીમ વચ્ચે ફિલ્મી ઢબે જોરદાર રેસિંગના દ્રશ્યો સર્જાયા હતા. જો કે બેફામ બનેલા ગૌતસ્કરે  ટેમ્પો રોકવા ઉભેલા ગૌરક્ષક પર ગાડી ચલાવી તેનું મોત નીપજાવી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

ઘટનાને ગંભીરતાથી લઇ વલસાડ (Valsad) જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને યુદ્ધના ધોરણે ફરાર થઈ ગયેલા ગૌતસ્કરોને ઝડપવા તમામ દિશામાં તપાસ તેજ કરી હતી. અંતે વલસાડ પોલીસે 6 થી વધારે ટીમો બનાવી   મહારાષ્ટ્રમાંથી 10 આરોપીની ધરપકડ કરી લીધી  છે..

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે (Ahmedabad-Mumbai Nationa Highway) પર મોડી રાત્રે ગૌતસ્કરો અને પોલીસની સાથે ગૌરક્ષકોની ટીમ વચ્ચે પકડદાવના ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. જોકે ગૌરક્ષકો અને પોલીસની ટીમે વલસાડના શંકર તળાવ નજીક આવેલ બામખાડીના પુલ પર ઓવર ટેક કરી અને ટેમ્પોને રોકવા ગૌરક્ષકોએ હાઇવે પરથી પસાર થતાં ત્રણ ટ્રકોને થોભાવી આડસ મૂકીને ફરાર થઇ રહેલા ટેમ્પોને રોકવા પ્રયાસ કર્યા હતા. 
 

જો કે બેફામ બનેલા ગૌતસ્કરએ  ટેમ્પોને રોકવા રોડ પર ઉભેલા ગૌરક્ષક હાર્દિક કંસારા પર ચડાવી તેનું મોત નીપજાવ્યું હતું. મહત્વપૂર્ણ છે કે મૃતક ગૌરક્ષક હાર્દિક કંસારા વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાના ભત્રીજા થાય છે. આથી સમગ્ર મામલો વધુ ગરમાયો હતો. પોલીસ માટે પડકાર બનેલા આ મામલે પોલીસે અંતે ચાલાક સહીત 10 આરોપીની ગેંગની ધર પકડ કરી લીધી છે.

ઝડપાયેલ આરોપીની ઉલટતપાસમાં બહાર આવ્યું છે કે ચાલાકને સ્પષ્ટ સૂચના હતી કે આ કામગીરી દરમિયાન કોઈ પણ વચ્ચે આવે તો  બિન્દાસ્ત ગાડી ચડાવી દેવાની. મોડ્સ ઓપરેન્ડી અંતર્ગત ચાલાક અઝગર ઉર્ફે માંતીયાએ જાણીજોઈને હાર્દિક પર ગાડી ચડાવી તેનું મોત  નિપજાવ્યું હતું. તો ઝડપાયેલા તમામ આરોપીના ભૂતકાળ પણ ગુન્હાહિત છે.

અસગર ઉર્ફે માકીયા, જાવેદ શેખ, અલી મુલાદ, જમીલ, ખલીલ શેખ, ધર્મેશ ઉર્ફે ફતા આહિર, કમલેશ રામા આહિર, જયેશ આહિર અને  હસન નામના આરોપીની ધરપકડ કરી લીધી છે. પોતાના  જીવના જોખમે અડધી રાત્રે ગૌતસ્કરનો પીછો કરતા ગૌરક્ષક હાર્દિકનું મોત થતાં સમગ્ર પંથકના ગૌરક્ષકોમાં રોષ વ્યાપી ગયો હતો. બેફામ બનેલા ગૌતસ્કરોએ અગાઉ પણ વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મોડી રાત્રે બેફામ બનેલા ગૌતસ્કરો રખડતા ગૌવંશને બેરહેમીપૂર્વક ઉઠાવી જવાના બનાવો બનેલા છે.

આ દરમિયાન રોકવાનો પ્રયાસ કરતાં અનેક વખત પોલીસ (Police) ની ટીમ પર પણ વાહનો ચડાવવાનો પ્રયાસ કરી અને જીવલેણ હુમલાના બનાવો પોલીસ ચોપડે નોંધાઈ ચુક્યા છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી બેફામ બનેલા ગૌ તસ્કરો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં પણ જિલ્લા પોલીસે આ ઘટનામાં પશુઓ પ્રત્યે કુરતા પ્રતિબંધિત અધિનિયમ અને પશુ સંરક્ષણ અધિનિયમ જેવા કડક કાયદાઓનું પાલન થાય તે ખુબ જરૂરી બન્યું હતું. જેથી ઝડપાયેલ તમામ વિરુદ્ધ કડક કાર્યાવહી થાય તે અતિઆવશ્યક છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news