વલસાડની 21 સેન્ચ્યુરી હોસ્પિટલે માનવતાને નેવે મૂકી, કાર કબજે કર્યા બાદ જ મૃતદેહ સ્વજનોને સોંપ્યો

વલસાડની 21 સેન્ચ્યુરી હોસ્પિટલે માનવતાને નેવે મૂકી, કાર કબજે કર્યા બાદ જ મૃતદેહ સ્વજનોને સોંપ્યો
  • વલસાડની 21 હોસ્પિટલમાં એક દર્દીનું સારવાર દરમિયાન મોત થયું હતું. ત્યારે મૃતદેહ સોંપવા હોસ્પિટલે તેના સ્વજનો પાસેથી પઠાણી ઉઘરાણી કરી હતી. હોસ્પિટલે કહ્યું હતું કે, રૂપિયા નહિ આપો તો મૃતદેહ નહિ સોંપીએ

ઊમેશ પટેલ/વલસાડ :રાજ્યના મહાનગરોની જેમ વલસાડ જિલ્લામાં પણ કોરોનાના કેસ તેજ ગતિએ વધી રહ્યા છે. હોસ્પિટલો હાઉસફૂલ થઇ રહી છે, તો બીજી તરફ હોસ્પિટલોમાં દર્દીઓના મોતની સંખ્યામાં પણ વધારો થઈ ગયો છે. વલસાડ જિલ્લામાં કોરોનાને કારણે હોસ્પિટલોમાં પરિસ્થિતિ ગંભીર બની રહી છે. ત્યારે આવામાં લોકોની મજબૂરીનો ફાયદો હોસ્પિટલો ઉઠાવી રહી છે. વાપીમાં જાણીતી 21  હોસ્પિટલની દાદાગીરી નો કિસ્સો સામે આવ્યો છે. વલસાડમાં એક દર્દીનું મોત થયા હોસ્પિટલે રૂપિયા આપી ન શકનારા પરિવારજનો પાસેથી કાર કબજે કરી હતી.

રાજકોટના તબીબનો આ નુસ્ખો કોરોના દર્દીનું ઓક્સિજન લેવલ ફટાફટ વધારી દેશે 

કાર કબજે લીધા બાદ મૃતદેહ સોંપ્યો 
કોરોના કપરા કાળમાં  વલસાડ જિલ્લાની covid 19 ની સારવાર કરતી હોસ્પિટલોમાં દર્દીઓની હાલત દયનીય છે. જો કે માનવતા પર આવી પડેલા આવી આફત વખતે કેટલીક જાણીતી હોસ્પિટલોની દાદાગીરી પણ સામે આવી રહી છે. વાપીની જાણીતી 21 સેન્ચ્યુરી હોસ્પિટલના સંચાલકો પર એક દર્દીના પરિવારજનોએ ગંભીર આક્ષેપો કર્યા છે. એક અઠવાડિયા અગાઉ સરીગામના એક દર્દીને વાપીની 21 સેન્ચ્યુરી હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યું હતું. સારવાર દરમિયાન કોરોના શંકાસ્પદ તરીકે દર્દીની સારવાર કરવામાં આવી હતી. જોકે કમનસીબે દર્દીનુ સારવાર દરમ્યાન ગઈકાલે મોત થતા પરિવારજનો આઘાતમાં હતા. પરંતુ હોસ્પિટલનું બાકી બિલ વસૂલવા દર્દીના મૃતદેહને સોંપવા હોસ્પિટલ સંચાલકોએ માનવતાને પણ જાણે નેવે મૂકી હતી અને હોસ્પિટલનું બાકી બીલ ચૂક્યા બાદ જ પરિવારજનોને મૃતદેહ સોંપવાની વાત કરતાં પરિવારજનો ડઘાઈ ગયા હતા. જોકે પોતાના સ્વજનો મોત થતાં આઘાતમાં સરી પડેલા પરિવારજનોએ હોસ્પિટલ ને બાકી બિલ ચૂકવવા થોડો સમય માંગ્યો હતો. પરંતુ હોસ્પિટલ સંચાલકોએ બાકી બિલ વસૂલવા મૃતકના સ્વજનની એક કારને કબજે કરી અને ત્યાર બાદ દર્દીનો મૃતદેહ પરિવારજનોને સોંપ્યો હતો. 

CBSE ની ધોરણ 10ની પરીક્ષા કરી કેન્સલ અને ધોરણ 12ની મોકૂફ, કેન્દ્ર સરકારનું મોટું એક્શન

આમ વાપીની જાણીતી 21 સેન્ચ્યુરી હોસ્પિટલ પર મૃતકના પરિવારજનોએ ગંભીર આક્ષેપો કર્યા છે. જોકે હોસ્પિટલની બેદરકારીની હદ તો ત્યારે થઇ કે જ્યારે હોસ્પિટલમાં દર્દીનીની કોરોના શંકાસ્પદ તરીકે સારવાર ચાલી રહી હતી. તેમ છતાં હોસ્પિટલ સંચાલકોએ બેદરકારી દાખવી અને કોરોના શંકાસ્પદ દર્દીના મૃતદેહને તેના પરિવારજનોને સોંપી દીધો હતો.

14 દિવસ પહેલા જન્મેલા બાળકને કોરોના ભરખી ગયો, પિતા માસુમનો દેહ લઈને બહાર નીકળ્યા

મહત્વપૂર્ણ છે કે, કોરોના શંકાસ્પદ દર્દીના મોત બાદ  covid 19 ના પ્રોટોકોલ મુજબ મૃતકના મૃતદેહને પરિવારને સોંપવાની જગ્યાએ તેનું સીધા સ્મશાનમાં જ પ્રોટોકોલ મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. પરંતુ વાપીની આ જાણીતી 21 સેન્ચ્યુરી હોસ્પિટલ ગંભીર બેદરકારી દાખવી પરિવારજનોને કોરોના શંકાસ્પદ દર્દી નો મૃતદેહ સોંપી દીધો હતો. જોકે આ બાબતે હોસ્પિટલ સંચાલકોએ બીલ વસૂલવા કાર જપ્ત કરી લેતાં મૃતકના પરિવારજનોએ હોસ્પિટલ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તો હોસ્પિટલ સંચાલકોએ વર્તમાન પરિસ્થિતિ જોતા આક્ષેપ-પ્રતિઆક્ષેપ પડવાને બદલે તમામ લોકોને  સહયોગ આપવાની સુફિયાણી સલાહ આપી હતી અને  મૃતકના દર્દીના સ્વજનોએ લગાવેલા આક્ષેપોને ફગાવ્યા હતા. 

કે હોસ્પિટલ સંચાલકો સ્વીકારી રહ્યા છે કે. દર્દીની કોરોના શંકાસ્પદ તરીકે સારવાર ચાલી રહી હતી અને મૃતદેહને પ્રોટોકોલ પાળ્યા વિના હોસ્પિટલ દ્વારા દર્દીના સગાઓને સોંપી દેવામાં આવ્યો હતો. આમ વાપીની જાણીતી 21 સેન્ચ્યુરી હોસ્પિટલ પર મૃતક દર્દીના પરિવારજનોએ લગાવેલા ગંભીર આક્ષેપોને કારણે મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news