વાવ પેટાચૂંટણીમાં ટેન્શન વચ્ચે 8 ફોર્મ કેન્સલ થયા, ભાજપ કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મનું પણ હતું ઢચુંપચું

Vav Assembly By Election 2024 : વાવ વિધાનસભા ચૂંટણી માટે 15 ફોર્મ રહ્યા માન્ય...23માંથી 8 ફોર્મ થયા રદ..અપક્ષ ઉમેદવારના વાંધાને ફગાવી ભાજપ અને કોંગ્રેસના ફોર્મ રહ્યા માન્ય...

વાવ પેટાચૂંટણીમાં ટેન્શન વચ્ચે 8 ફોર્મ કેન્સલ થયા, ભાજપ કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મનું પણ હતું ઢચુંપચું

Gulabsinh Rajput Vs Swarupji Thakor બનાસકાંઠા : વાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ સહિત 20 ઉમેદવારોએ ફોર્મ ભરી પોતાની દાવેદારી નોંધાવી હતી જોકે આજે ફોર્મ ચકાસણીનો દિવસ હોઈ અનેક દાવેદારો સુઇગામ પ્રાંત કચેરી ખાતે ફોર્મ ચકાસણી પ્રક્રિયામાં પહોંચ્યા હતા. ત્યારે ચકાણસીને અંતે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના 15 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યાં. વાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટે 20 ઉમેદવારોએ 27 ફોર્મ ભર્યા હતા. સુઇગામ પ્રાંત કચેરી ખાતે આજે ફોર્મ ચકાસણી દરમિયાન ચૂંટણી અધિકારી દ્વારા તમામ ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરાઈ હતી. ફોર્મ ચકાસણી દરમિયાન 8 ફોર્મ રદ કરાયા છે. 30 ઓક્ટોમ્બરે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે. 

ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ પર વાંધા
વિધાનસભાની પેટા ચૂંટણીમાં ફોર્મ ચકાસવાની પ્રક્રિયામાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે વાંધો રજૂ કરાયો હતો. વાવ વિધાનસભાના અપક્ષ ઉમેદવાર નિરૂપા માધુએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મમાં વાંધા કાઢી ફોર્મ રદ કરવાની રજુઆત કરી હતી. ભાજપના ઉમેદવાર સ્વરુપજી ઠાકોરનું નમુના 26 નું સોગંદનામુ કરવા માટેનો સ્ટેમ્પ સામે વાંધો ઉઠાવાયો હતો. નમુના 26 નું સોગન કરવા માટેનું સ્ટેમ્પ પરમાર સ્વરૂપજી સરદારજીના નામે છે, જેનો વાંધો રજૂ કરાયો. તો કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુતના મતદાર યાદીના પ્રમાણપત્ર સામે વાંધો રજુ કરાયો હતો. વાવ વિધાનસભામાં મતદાર યાદીમાં નામ છે તેવું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર રજુ નથી કર્યું. ગુલાબસિંહ રાજપૂતનું મતદાર કાર્ડ થરાદમાં છે અને ચૂંટણી વાવ વિધાનસભાની હોવા છતાં ગુલાબસિંહ રાજપુતે થરાદ મતદાર ચૂંટણી અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કર્યું તે ગેરલાયક હોવાના આક્ષેપ ઉઠ્યા હતા. આમ, વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર નીરૂપા માધુ એ ભાજપ અને કાંગ્રેસના ઉમેદવારના ફોર્મ રદ કરવાની માંગણી કરી હતી. એટલું જ નહિ, બંને ઉમેદવારોના ફોર્મ અયોગ્ય ઠેરવી રદ નહિ થાય તો અપક્ષ ઉમેદવારે કોર્ટમાં જવાની ચીમકી આપી હતી.

ન રદ થયા ભાજપ-કોંગ્રેસના ફોર્મ
આ વિશે સૂઈગામ પ્રાંત અધિકારી કાર્તિક જીવાણીએ જણાવ્યું કે, સ્વરૂપજી ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂતના ફોર્મ રદ કરવાના વાંધાઓ ગેરવ્યાજબી છે. સ્વરૂપજી ઠાકોર અને સ્વરૂપજી પરમાર નામના વ્યક્તિ એક જ છે તેવું સ્વરૂપજીએ સોગંધનામું કર્યું છે અને કોઈ તેમના ગામના વ્યક્તિએ વાંધો નથી ઉઠાવ્યો. ગુલાબસિંહ રાજપુતે મતદાર પ્રમાણપત્ર થરાદનું રજૂ કર્યું છે જે તેમને વાવ વિધાનસભાનું કરવાનું હતું પણ તેમનું આ બાબતે ફોર્મ રદ કરવાની કોઈ જ ગાઈડલાઈન નથી.

જ્યાં અપક્ષ ઉમેદવારી નોંધાવનાર નિરૂપા માધુએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મમાં ક્ષતિયો હોવાનું કહી બન્ને ઉમેદવારોના ફોર્મ રદ કરવાની રજુઆત કરી હતી. અપક્ષ ઉમેદવાર નિરૂપા માધુએ ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર અને કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતનું ફોર્મ ગેરલાયક હોવાનું કહી આક્ષેપ કર્યા હતા કે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે ઉમેદવારી પત્રનો ભાગ ગણાતા નિયત નમૂના 26નું એફિડેવીટ માન્ય સ્ટેમ્પ પેપર ઉપર કરવાનું છે તે સ્ટેમ્પ ઉપર ઠાકોર સ્વરૂપજીની જગ્યાએ નામ પરમાર સ્વરૂપજી લખ્યું છે અને તેમાં નોટરીનો સિક્કો પણ નથી લગાવ્યો. અને તે સ્ટેમ્પ પરમાર સ્વરૂજીના નામનો ખરીદેલો છે તો ભાજપે ઠાકોર સ્વરૂપજીના નામનું મેન્ડેડ આપ્યુ છે તો તે સ્વરૂપજીએ સ્ટેમ્પ રજૂ કર્યો તે ખોટો અને ગેરલાયક કહેવાય તો ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે ચૂંટણી લડવા માટે જે નવું ખાતું ખોલાવ્યુ છે જેમાં તેમનું નામ પરમાર સ્વરૂપજી લખ્યું છે. જે ખોટું કહેવાય કારણકે ઉમેદવાર ઠાકોર સ્વરૂપજી છે તો પરમાર સ્વરૂપજીના ખાતામાંથી ચૂંટણીનો ખર્ચ કેવી રીતે બતાવી શકાય માટે તેમનું ફોર્મ રદ કરવું જોઈએ તો તો બીજ તરફ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત થરાદ વિધાનસભાના મતદાર છે..જ્યારે બીજા મત વિભાગમાં ઉમેદવારી કરતા હોય ત્યારે સક્ષમ મતદાર નોંધણી અધિકારીનું પ્રમાણ પત્ર રજૂ કરવાનું ફરજિયાત છે..જ્યારે ગુલાબસિંહએ તેમના ઉમેદવારી પત્રની સાથે મતદાર પ્રમાણપત્ર રજૂ કરેલ છે તે થરાદ ચૂંટણી અધિકારીનું છે તે કાયદેસરનું નથી. મતદાર નોંધણી પ્રમાણપત્ર આપવાના અધિકારો મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને મામલતદારને છે જે ગુલાબસિંહએ રજૂ નથી કર્યું એટલે કોંગ્રેસના ઉમેદવારે મતદાર પ્રમાણપત્ર રજૂ કરેલ જ નથી ગણાતું તો તેમનું ફોર્મ પણ રદ થાય તેવી મેં રજુઆત કરી છે પણ અધિકારીએ મારી ન સાંભળીને બંને ઉમેદવારોના ફોર્મ મંજુર કર્યા છે એટલે હવે હું ડોક્યુમેન્ટના આધારે કોર્ટમાં જઈશ.

સમર્થકો કહેશે તો ફોર્મ પરત નહિ ખેંચું 
વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં 25 ઓક્ટોમ્બરે ભાજપ અને કોંગ્રેસ સહિત 20 જેટલા અપક્ષ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી જોકે આજે ફોર્મ ચકાસણીની તારીખ હોવાથી સુઇગામ પ્રાંત કચેરીએ અનેક ઉમેદવારો પહોંચ્યા હતા જ્યાં ભાજપના નેતા અને અપક્ષ ઉમેદવારી નોંધાવનાર માવજી પટેલ પણ પહોંચ્યા હતા અને પોતાના ફોર્મમાં કોઈપણ જાતની ખામી ન હોવાનું કહ્યું હતું જોકે ભાજપથી નારાજ માવજી પટેલે ભાજપે પોતાની સાથે અન્યાય કર્યો હોવાનો આક્ષેપ કરતા કહ્યું હતું કે આ વખતે પાર્ટીએ મને ટીકીટ આપવી જોઈતી હતી આ વખતે જો ચૂંટણી હારી જવાય તો પણ પાર્ટીને ફેર પડે એમ ન હતો,જોકે મારા સમર્થકો અને સર્વ સમાજના લોકોએ મને અપક્ષ ઉમેદવારી નોંધાવવાનું કહેતા મેં ઉમેદવારી નોંધાવી છે ,જોકે ભાજપના અનેક નેતાઓ માવજી પટેલને મનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે જેને લઈને માવજીભાઈ પટેલનું કહેવું છે કે જો મારા સમર્થકો કહેશે તો હું ફોર્મ પરત નહિ ખેચુ અને ચૂંટણી લડીશ અને યોગ્ય પરિણામ લાવીશ..જોકે જેમ જેમ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 30 ઓક્ટોમ્બર નજીક આવી રહી છે તેમ તેમ માવજી પટેલના તેવર ઢીલા પડી રહ્યા છે જોકે હાલ તો માવજીભાઈ પટેલ પોતાના સમર્થકોને પૂછીને નિર્ણય કરવાનું કહેશે તો હવે જોવાનું એ રહ્યું કે માવજી પટેલ ચૂંટણી લડે છે કેમ ?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news