યુવકે કાર પર બેસી જાહેરમાં છરા વડે કાપી કેક, પોલીસે સડકછાપ ટપોરીઓની ટણી ઉતારી!

ખેડાના વડતાલમાં નબીરાઓએ જાહેરમાં ગાડી પર બેસી છરા વડે કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી છે, ચાર નબીરાઓની પોલીસે ધરપકડ કરી છે
 

યુવકે કાર પર બેસી જાહેરમાં છરા વડે કાપી કેક, પોલીસે સડકછાપ ટપોરીઓની ટણી ઉતારી!

ઝી બ્યુરો/ખેડા: આજકાલ યંગસ્ટર્સમાં ટ્રેન્ડ બની ગયો હોય તેમ રાજ્યના અનેક જગ્યાએ તલવાર કે છરા વડે કેક કાપતી ઘટનાઓના વીડિયો સામે આવતા હોય છે. ત્યારે વધુ એક વીડિયો વાયરલ થયો છે. ખેડા જિલ્લાના વડતાલમાં જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ થયો છે. વડતાલ ખાતે કાર ઉપર બેસી હાથમાં છરા વડે કેક કાપી વીડિયો વાયરલ થયો હતો. સોશિયલ મીડિયા એપ ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો વાયરલ કરાતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે. 

બર્થ ડે કેક છરા વડે કાપ્યું
આ કિસ્સામાં જાણવા મળી રહ્યું છે કે ચાર મિત્રો ભેગા મળી બેખોફ બની નબીરાઓ જાહેરમાં ગાડી પર બેસી છરી વડે કેક કાપતાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયો વાયરલ થતા ચકલાસી પોલીસે તપાસ હાથ ધરી છે. જન્મદિવસની ઉજવણી કરતા જાહેરમાં તીક્ષ્ણ હથિયારો તથા ફટાકડા સાથેના થયેલા વાયરલ વિડીયો અંગે તપાસ કરતા ચકલાસી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ચકલાસી પોલીસ દ્વારા ચારેય યુવકોની અટકાયત કરવામાં આવી છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, કાયદાના ડર વિના જાહેરમાં ગાડી ઉપર બેસી બર્થ ડે સેલિબ્રેટ કરી રહ્યાં છે. જ્યાં એક નબીરો બર્થ ડે કેક છરા વડે કાપી રહ્યો છે. તેમજ જે યુવક કેક કાપી રહ્યો છે. તેની પાછળ ઉભેલા કેટલાક નબીરા છરા અને ધારદાર હથિયારથી રોલો પાડતા હોય તેવું પણ જણાય છે. ચાર મિત્રો ટપોરી સ્ટાઈલમાં જન્મદિવસની ઉજવણી રહ્યા છે. જોકે, આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ 4 આરોપી વિરૂદ્ધ પોલીસે ફરિયાદ નોંધી ધરપકડ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news