Video: અમદાવાદના સિંધુ ભવન રોડ પર યુવાનોનો આતંક, ચાલુ ગાડી પર ફટાકડા ફોડ્યા, અનેક લોકોનો જીવ જોખમમાં મૂક્યો

દિવાળીના દિવસે અમદાવાદન સિંધુ ભવન રોડ પર કેટલાક યુવકો બેફામ બન્યા હતા અને કાયદો પોતાની હાથમાં લઈ લીધો હતો. અહીં રીલ્સ બનાવવા માટે યુવાનોએ કારની ઉપર ફટાકડા ફોડ્યા હતા. યુવકોની આ હરકતને લીધે ઘણા લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. 

Video: અમદાવાદના સિંધુ ભવન રોડ પર યુવાનોનો આતંક, ચાલુ ગાડી પર ફટાકડા ફોડ્યા, અનેક લોકોનો જીવ જોખમમાં મૂક્યો

અમદાવાદઃ રાજ્યમાં સોમવારે ધામધૂમપૂર્વક દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં પણ લોકોએ ફટાકડા ફોડીને તહેવાર ઉજવ્યો હતો. પરંતુ આ વચ્ચે અમદાવાદના સિંધુ ભવન રોડ પર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. અહીં કેટલાક નબીરાઓએ જાહેરમાં રસ્તા પર ફટાકડા ફોડ્યા હતા. કેટલાક યુવાનોએ બાડીના બોનેટ પર અને કારની ઉપર ફટાકડા ફોડ્યા હતા. આ યુવાનોના કૃત્યોને લીધે રસ્તા પરથી પસાર થઈ રહેલા લોકોના જીવ જોખમમાં મુકાયા હતા, જ્યારે શહેરની પોલીસ નિષ્ક્રિય જોવા મળી હતી. 

રોડ વચ્ચે ચાલુ ગાડીમાં ફટાકડા ફોડ્યા
અમદાવાદના સિંધુ ભવન રોડ પર હંમેશા લોકોની અવરજવર રહેતી હોય છે. અહીં અનેક લોકો પસાર થતા હોય છે. પરંતુ દિવાળીની રાત્રે બેફામ બનેલા યુવાનોએ કાયદો હાથમાં લીધો અને કારની ઉપર ચઢીને ફટાકડા ફોડ્યા હતા. ચાલુકામાંથી બારીની બહાર આવીને ફટાકડા ફોડતા યુવકોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ યુવકોને કાયદાનો ડર નથી, જ્યારે પોલીસ પણ ઉંઘી રહી હતી. 

લોકોના જીવ જોખમમાં મૂક્યા
સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવાના ચક્કરમાં જાહેરમાં ફટાકડા ફોડી ઘણા બેફામ બનેલા યુવકોએ રસ્તા પરથી પસાર થતાં લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યા છે. કારની ઉપર ફટાકડા ફોડીને તેની રીલ્સ બનાવવામાં આવી છે. ભારે ટ્રાફિક બચ્ચે બેફામ બનેલા યુવકોએ કાયદાના લીરેલીરા ઉડાવી દીધા હતા. 

રસ્તામાંથી પસાર થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા
ફડાકડા ફોડતા આવા સ્ટંટ કરતા યુવકોને જોઈને રસ્તા પરથી પસાર થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ સિવાય સિંધુ ભવન રોડ પર આવેલી હોટલોમાં પરિવાર સાથે જમવા ગયેલા લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. કેટલાક લોકોએ અહીંથી રસ્તો બદલીને બીજા રોડ પર જવાની ફરજ પડી હતી. પરંતુ આ નબીરાઓ પોતાના બાપનો રોડ હોય તેમ રોફ જમાવી રહ્યાં હતા. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ હવે પોલીસ જાગી છે અને કાર્યવાહીની વાત કહી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news