Vikram Sarabhai Death Anniversary: અંતરિક્ષ ક્ષેત્રે દેશનો ડંકો વગાડનાર ગુજરાતના વૈજ્ઞાનિકની પુણ્યતિથિ

Indian Scientist: ભારતના અંતરિક્ષ કાર્યક્રમના જનક કહેવાતા એ ડૉક્ટર વિક્રમ સારાભાઈની આજે પુણ્યતિથિ છે. ભારતની વૈજ્ઞાનિક પ્રગતિમાં વિક્રમ સારાભાઈનો અમૂલ્ય ફાળો હતો. જેમણે સ્થાપેલી ISRO આજે પણ દુનિયામાં ભારતનો ડંકો વગાડે છે.

Vikram Sarabhai Death Anniversary: અંતરિક્ષ ક્ષેત્રે દેશનો ડંકો વગાડનાર ગુજરાતના વૈજ્ઞાનિકની પુણ્યતિથિ

Vikram Sarabhai Death Anniversary: ભારતના વૈજ્ઞાનિક ક્ષેત્રના વિકાસની વાત આવે તો સૌથી પહેલા યાદ આવે ઈસરો. છેલ્લા ઘણા દાયકાઓથી ઈસરોએ એવી સિદ્ધિઓ મેળવી છે જે દુનિયાના કોઈ દેશે નથી મેળવી. પરંતુ ભારતના મહાન વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈએ  ISROની સ્થાપનાના ઘણા વર્ષો પહેલાં જ તેની કલ્પના કરી લીધી હતી. જેને તેઓએ સાકાર કરી ગુજરાતનું દુનિયામાં નામ રોશન કર્યું. પરંતુ વિક્રમ સારાભાઈના નિધન ઊભા થયેલા અનેક સવાલ આજે પણ ગૂંજી રહ્યા છે.

PRLની સ્થાપના
વિક્રમ સારાભાઈ કેંબ્રિજ યૂનિવર્સિટીથી ડોક્ટરેટની પદવી મેળવી હતી. તે પહેલા તેમણે ગુજરાત કોલેજમાં અભ્યાસ કર્યો હતો. તેમણે અભ્યાસ બાદ ગુજરાતના અમદાવાદમાં જ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીની સ્થાપના કરી હતી. તે સમયે તેમની ઉંમર માત્ર 28 વર્ષની હતી.

આઝાદીની લડતમાં યોગદાન આપ્યું
PRLની સફળ સ્થાપના બાદ ડોક્ટર વિક્રમ સારાભાઈએ અનેક સંસ્થાનોની સ્થાપના કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો. ટેકનીકલ સમાધાનો ઉપરાંત તેમણે અને તેમના પરીવારના સભ્યોએ આઝાદીની લડાઈમાં પણ યોગદાન આપ્યું હતું. 

અમદાવાદમાં IIMની સ્થાપના
પરમાણુ ઉર્જા આયોગના ચેરમેન બન્યા બાદ તેમણે અમદાવાદના ઉદ્યોગપતિઓની મદદ લઈ IIMની સ્થાપના કરાવી. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠનમાં પણ તેમની મહત્વની ભૂમિકા રહી હતી. સેટેલાઈટ ઈંસ્ટ્રક્શનલ ટેલીવીઝન એક્સપેરિમેંટના લોન્ચમાં પણ તેમનો મહત્વનો ફાળો હતો. તેમણે 1966માં નાસા સાથે તેના માટે વાતચીચ પણ કરી હતી. 

હોમી ભાભાએ રોકેટ લોન્ચિંગ સ્ટેશન માટે મદદ
ભારતના પરમાણુ વિજ્ઞાન કાર્યક્રમના જનક ડોક્ટર હોમી ભાભાએ ભારતમાં પહેલું રોકેટ લોન્ચિંગ સ્ટેશન સ્થાપિત કરવામાં વિક્રમ સારાભાઈનું સમર્થન કર્યુ હતું. જેમાં પહેલી ઉડાન 21 નવેમ્બર 1963ના સોડિયમ વાષ્પ પેલોડ સાથે કરવામાં આવી હતી. 

સેટેલાઈટ લોન્ચમાં ભૂમિકા
દેશના પહેલા સેટેલાઈટ આર્યભટ્ટના લોન્ચમાં પણ વિક્રમ સારાભાઈની મહત્વની ભૂમિકા હતી. નેહરુ વિકાસ સંસ્થાનના માધ્યમથી તેમણે ગુજરાતની ઉન્નતિમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ દેશ તેમજ વિદેશના અનેક વિજ્ઞાન અને શોધ સંબંધી સંસ્થાઓના અધ્યક્ષ અને સભ્ય રહ્યા હતા.

ભારતને આપી અમૂલ્ય ભેટ
ડોક્ટર વિક્રમ સારાભાઈ તેમના સમયના એવા ગણતરીના વૈજ્ઞાનિકોમાંથી એક હતા જે પોતાની સાથે કામ કરતા યુવા અને પ્રતિભાશાળી વૈજ્ઞાનિકોને આગળ વધવામાં મદદ કરતા હતા. તેમણે ડોક્ટર અબ્દુલ કલામની કારર્કિદીની શરૂઆતમાં તેમની પ્રતિભા નિખારવામાં મદદ કરી હતી. ડો કલામએ પણ કહ્યું હતું કે તે આ ક્ષેત્રમાં નવા હતા ત્યારે તેમની પ્રતિભાને નિખારવામાં ડો સારાભાઈએ ખૂબ રસ લીધો હતો. 

વિક્રમ સારાભાઈને અનેક પુરસ્કારો મળ્યા
ડો વિક્રમ સારાભાઈને 1962માં શાતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર મળ્યો હતો. તેમને 1966માં પદ્મ ભૂષણ અને 1972માં  મરણોપરાંત પદ્મ વિભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. 1971માં 30 ડિસેમ્બરે માત્ર 52 વર્ષની ઉંમરમાં તેમનું નિધન થયું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news