Wadhwan Gujarat Chutani Result 2022 : જંગી સરસાઈ સાથે ભાજપે વઢવાણ બેઠક કબજે કરી

Surendrnagar Wadhwan Gujarat Chunav Result 2022: ગુભાજપના ઉમેદવાર જગદીશ મકવાણાએ નીકટના આમ આદમી પાર્ટીના ઉમેદવાર હિતેM પટેલ બજરંગને 65489 મતની સરસાઈથી હરાવી દીધા. સુરેન્દ્રનગરની વઢવાણ વિધાનસભા બેઠક પર છેલ્લા 7 ટર્મથી સતત ભાજપનો શાસન છે. 1990માં રણજીતસિંહ ઝાલા જીત્યા બાદ વર્ષ સતત એકચક્રી શાસન ભાજપનું અહી જોવા મળ્યુ છે. કોંગ્રેસ માટે આ સીટ જીતવી અઘરી છે. વઢવાણ વિધાનસભા બેઠકમાં કુલ 2,00,802 મતદારો છે.

Wadhwan Gujarat Chutani Result 2022 : જંગી સરસાઈ સાથે ભાજપે વઢવાણ બેઠક કબજે કરી

સુરેન્દ્રનગરઃ Wadhwan Gujarat Chunav Result 2022: ભાજપના ઉમેદવાર જગદીશ મકવાણાએ નીકટના આમ આદમી પાર્ટીના ઉમેદવાર હિતેM પટેલ બજરંગને 65489 મતની સરસાઈથી હરાવી દીધા. સુરેન્દ્રનગરની વઢવાણ વિધાનસભા બેઠક પર છેલ્લા 7 ટર્મથી સતત ભાજપનો શાસન છે. 1990માં રણજીતસિંહ ઝાલા જીત્યા બાદ વર્ષ સતત એકચક્રી શાસન ભાજપનું અહી જોવા મળ્યુ છે. કોંગ્રેસ માટે આ સીટ જીતવી અઘરી છે. વઢવાણ વિધાનસભા બેઠકમાં કુલ 2,00,802 મતદારો છે. આ મતદારોમાં 96,226 મહિલા મતદારો છે અને 1,04,576 મહિલા મતદારો છે. આ વિધાનસભા બેઠક પર 14.11 ટકા તળપદા કોળી, 4.36 ટકા ચુવાળીયા કોળી, 5.82 ટકા પટેલ, 12.30 ટકા દલિત, 10 ટકા મુસ્લિમ, 8.62 ટકા રાજપૂત અને 8.90 ટકા જૈન મતદારો છે.

2022ની ચૂંટણી
આ વખતની ચૂંટણીમાં ભાજપે ઉમેદવારનો ચહેરો બદલતા જગદીશ મકવાણાને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. કોંગ્રેસે તરૂણ ગઢવી અને આમ આદમી પાર્ટીએ હિતેશ પટેલ બજરંગને મેદાને ઉતાર્યાછે. 

2017ની ચૂંટણી
ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ધનજી પટેલે કોંગ્રેસના મોહન પટેલને 19524 મતોના માર્જીનથી હરાવી જીત મેળવી હતી. 

2012ની ચૂંટણી
2012ના ચૂંટણી પરિણામોમાં ભાજપના ઉમેદવાર વર્ષાબેન દોષીએ કોંગ્રેસ ઉમેદવાર હિંમાશુ વ્યાસ સામે 17558 મતના માર્જીનથી જીત મેળવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news