ગુજરાતમાં વરસાદના આગમનની ઘડીઓ ગણવાનુ શરૂ કરી દો, આ વિસ્તારમાં આવશે ચોમાસાનો પહેલો વરસાદ

Weather Update Today : 25 મેના રોજ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડવાની હવામાનની આગાહી...  સુરત,વલસાડ,નવસારી, તાપીમાં પડી શકે છે વરસાદ...

ગુજરાતમાં વરસાદના આગમનની ઘડીઓ ગણવાનુ શરૂ કરી દો, આ વિસ્તારમાં આવશે ચોમાસાનો પહેલો વરસાદ

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :ગુજરાતને જલ્દી જ કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે. કારણ કે, ગુજરાતમાં વરસાદના આગમનની ઘડીઓ ગણવાનુ શરૂ કરી દો. કારણ કે, 25 મેના રોજ ગુજરાતમાં વરસાદનુ આગમન થશે. 25 મેના રોજ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામા આવી છે. જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપીમાં સામાન્ય વરસાદની આગાહી છે. 

હવામાન ખાતાના લેટેસ્ટ અપડેટ મુજબ, રાજ્યમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થવા જઈ રહી છે. 25 મે ના રોજ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. રાબેતા મુજબના ચોમાસા અંગે આગામી દિવસોમાં જાહેરાત કરાશે. 

ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની શરૂઆત થઈ ગઈ છે. સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમા પલટો જોવા મળ્યો છે. બંને જિલ્લાામા આકાશ વાદળોથી ઘેરાઈ ગયુ છે. જે વાતાવરણના પ્રિમોન્સૂન એક્ટિવિટીના સંકેત છે. હિંમતનગરમાં વહેલી સવારથી આકાશ વાદળોથી છવાયું છે. ગત રાત્રિથી ભારે પવન ફૂંકાયો છે, જે વહેલી સવારે પણ યથાવત જોવા મળ્યો. ગરમી વચ્ચે પવનથી ઠંડક પ્રસરી ગઈ છે. આકાશ વરસાદી વાદળોથી ઘેરાયું છે. 

તો બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર સહીત ડીસા, દાંતીવાડા, અમીરગઢ, ધાનેરામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. પવનના સુસવાટા સાથે આકાશમાં વાદળો ઘેરાતા વરસાદી માહોલ છવાયો છે. અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. તો સાથે જ દિવસ દરમ્યાનના ભારે ઉકળાટ બાદ સાંજના સમયે વાતાવરણમાં પલટો આવતા ઠંડક પ્રસરી છે. ભર ઉનાળે વરસાદી માહોલ સર્જાતા જનજીવન ખુશખુશાલ થયેલુ જોવા મળ્યું.

તો બીજી તરફ, ગુજરાતના લોકોને આગામી દિવસોમાં ગરમીથી રાહત મળશે. આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. જોકે, હાલમાં રાજ્યમાં હિટવેવની કોઈ આગાહી નથી. દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાવવાના કારણે ગરમીથી રાહત મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news