ફેક ન્યૂઝને રોકવા માટે ગૃહ વિભાગનું મોટું પગલું, તથ્યો ચકાસવા બનાવી વેબસાઇટ


તમારી પાસે જ્યારે સોશિયલ મીડિયામાં કોઈ ન્યૂઝ કે માહિતી આવે અને તમને શંકા હોય તો તમે ગૃહ વિભાગની આ સાઇટ પરથી તેની સત્યતા વિશે ખાતરી કરી શકો છો. 
 

ફેક ન્યૂઝને રોકવા માટે ગૃહ વિભાગનું મોટું પગલું, તથ્યો ચકાસવા બનાવી વેબસાઇટ

ગૌરવ પટેલ/અમદાવાદઃ એક તરફ રાજ્યમાં કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે. સતત કેસો વધી રહ્યાં છે તો બીજીતરફ સોશિયલ મીડિયામાં ફેક ન્યૂઝ ફેલાવવાની ભરમાર ચાલી રહી છે. સાઇબર સેલ અને પોલીસ દ્વારા આ ફેક ન્યૂઝને રોકવા માટે અનેક પગલાં ભરવામાં આવી રહ્યાં છે. જો કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવે તો તેની વિરુદ્ધ કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. છતાં ઘણા લોકો હજુ સમજતાં નથી. આ બધા વચ્ચે ફેક ન્યૂઝને અટકાવવા માટે ગૃહ વિભાગ દ્વારા મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. આ માટે ગૃહ વિભાગે એક વેબસાઇટ બનાવી છે. 

ફેક ન્યૂઝ અટકાવવા ગૃહ વિભાગ સક્રિય
હાલ કોરોના વાયરસ વચ્ચે ઘણા લોકો અનેક પ્રકારના ફેક ન્યૂઝ સોશિયલ મીડિયામાં ફેલાવી રહ્યાં છે. વોટ્સએપ અને ફેસબુક પર તો આવા ફેક ન્યૂઝ ફોરવર્ડ કરવાની હોડ લાગી હોય તેવી સ્થિતિ જોવા મળે છે. ન્યૂઝની ચકાસણી કર્યાં વગર ગમે ત્યારે તેને ફોરવર્ડ કરી દેવામાં આવે છે. હવે ગૃહ વિભાગ દ્વારા  http://fakenews.gujaratcybercrime.org  નામની એક વેબસાઇટ બનાવવામાં આવી છે. આ સાઇટ પર જઈને કોઈપણ વ્યક્તિ સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો અને માહિતીની ચકાસણી કરી શકશે. આ માહિતી ખોટી છે કે સાચી તેની જાણકારી મેળવી શકશે. 

હવે તમારા ફેસબુક, વોટ્સએપ, ટ્વીટર, ટીકટોક, બ્લોગ કે વેબસાઇટ પર પ્રસારિત માહિતી પર તમને શંકા લાગે તો આ સાઇટની મુલાકાત લઈને તેના તથ્યોની તપાસ કરી શકશો. ગુજરાત સાઇબર ક્રાઇમની ટીમ દ્વારા ખોટી માહિતી પર ફેક ન્યૂજનો સિક્કો લગાવવામાં આવે છે. તો આ ખોટા ન્યૂઝના સ્થાને સાઇબર ક્રાઇમની ટીમ દ્વારા સાચા ન્યૂઝ પણ પ્રસારિત કરવામાં આવે છે. 

અત્યાર સુધીમાં 135 કરતા વધારે ખોટી પોસ્ટ અને વીડિયોના સ્થાને સાઇબર ક્રાઇમની ટીમે સાચી માહિતી પ્રસિદ્ધ કરી છે. તો વેબસાઇટ પર વોટ્સએપનો ઉપયોગ કરતા લોકો અને ગ્રુપ એડમિન માટે પણ અનેક સૂચનાઓ મુકવામાં આવી છે. આ સાથે તમે અહીં ખોટી માહિતી માટે રિપોર્ટ પણ કરી શકો છો. 

સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા લોકો માટે ખાસ સૂચના.

*(મેસેજને શેર કે ફોરવર્ડ કરતાં પહેલા વિચારો. શેર કે ફોરવર્ડ કરવાનું નક્કી કરતાં પહેલા આખો મેસેજ વાંચો શક્ય ના જણાતી સ્ટોરીને જરૂરથી ચકાશો.

*આપના મોબાઈલ કે કોમ્પ્યુટર કે ટેબલેટના બ્રાઉઝરમાં ક્લીકબેઈટ/ ફેક ન્યૂઝ/ શંકાસ્પદ સ્ટોરી ને શોધી શકે તેવા એક્ષટેન્શન ઇન્સ્ટોલ કરો. (સામમાનય રીતે આ પ્રકારના એક્ષટેન્શન વિષેની માહિતી સંબંધીત બ્રાઉઝરની અધિકૃત વેબસાઇટ પર ઉપલબ્ધ હોય છે.)

* ફેક ન્યૂઝને ફેલાતો રોકવા માટે મદદ કરો – સંબંધીત સાયબર પ્લેટફોર્મ પર ફેક ન્યૂઝ વિશે રિપોર્ટ કરો.

-તમારા માહિતી માટેના નેટવર્કમાં ગુણવત્તા સભર વિવિધ ન્યૂઝ સોર્સને ઉમેરી તેનો વિસ્તાર કરો

*આપ આ પોર્ટલ પર કોવિડ -19 ને લગતા ફેક ન્યૂઝની ચકાસણી કરી શકો છો.

*એવી કોઈ પણ પોસ્ટ / મેસેજ કે જે સામાજિક કે ધાર્મિક લાગણી દુભાવતી હોય અથવા કોઈ કોમ્યુનીટી, જાતી કે ધર્મ પ્રત્યે તિરસ્કાર ફેલાવતા કે કોઈ જાતી/પંથ / કોમ્યુનીટી/ ધર્મ પ્રત્યે ઝેર ઓકતા હોય તેને અપલોડ કે ફોરવર્ડ કે શેર ના કારો.)*

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news