તૌકતે વાવાઝોડા દરમિયાન ખેડૂતોને શું રાખવી તકેદારી, આ રીતે બચી જશે તમારો પાક

રાજ્યમાં હાલ તૌકતે નામના વાવાઝોડાનો ભય તોળાઇ રહ્યો છે. જેના સંદર્ભે હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી અનુસાર 17થી 19 મે દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 
તૌકતે વાવાઝોડા દરમિયાન ખેડૂતોને શું રાખવી તકેદારી, આ રીતે બચી જશે તમારો પાક

ગાંધીનગર : રાજ્યમાં હાલ તૌકતે નામના વાવાઝોડાનો ભય તોળાઇ રહ્યો છે. જેના સંદર્ભે હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી અનુસાર 17થી 19 મે દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 

તેવામાં ખેડૂતો માટે ઉભા પાકનું રક્ષણ કઇ રીતે કરવું તે મોટો સવાલ થયો છે. તેવામાં ખેતી નિયામકના જણાવ્યા અનુસાર શક્ય હોય ત્યા સુધી ઉનાળુ સિઝનના ઉભા પાકમાં પીયત આપવાનું ટાળવું જેથી. વધારે ભેજવાળા હવામાનમાં સંભવિત રોગ અને જીવાતનો ઉપદ્રવ અટકાવી શકાય. જંતુનાશક દવા, ખાતરનો ઉપયોગ ટાળવો. ભારે વરસાદના લીધે નીચાણવાળા ઉભા પાકના ખેતરોમાં પાણી ભરાઇ રહેતું હોય તેવા ખેતરોમાં તત્કાલ પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવવી જોઇએ. ખરીફ પાકનું આગોતરૂં વાવેતર હોય તો આ સમયગાળા દરમિયાન મુલતવી રાખવું. 

આ ઉપરાંત ખેતરમાં કાપણી કરેલા પાક અને ઘાસચારો ખુલ્લા હોય તો તત્કાલ સલામત સ્થળે ખસેડવું. પ્લાસ્ટીકની તાડપત્રીથી સારી રીતે ઢાંકીને તેના પર મજબુત ટેકા મુકી દેવા. ઢગલાની ફરતે સારી રીતે પાળો પણ બનાવવો ઉનાળુ મગફળી, બાજરી, મગ, તલ, ડાંગર, ઘાસચારો જેવા પાકો કાપણી માટે તૈયાર હોય તો હાલ કાપણીની કામગીરી મુલતવી રાખવી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news