દાનની વાત હોય તો સુરત સામે કોઇ નહી! બ્રેઇનડેડ યુવકે 6 લોકોને નવજીવન આપ્યું
શહેરની અનેક ઓળખો છે જેમાં તે મોજીલુ સિટી કહેવાય છે ઉપરાંત સૌથી ઝડપી વિકસી રહેલું શહેર પણ છે. આ ઉપરાંત દાન બાબતે પણ સુરતનું નામ સુવર્ણઅક્ષરે લખાય છે. તેવામાં આર્થિક દાન હોય કે પછી અંગોનું દાન સુરત આજે પણ નંબર વન પર છે. ઓરિસ્સાના વતની અને સાયણના વણાટ ખાતામાં કામ કરતા બ્રેઇનડેડ સુશીલ રામચંદ્ર સાહુ પરિવાર સાથે રહે છે. જો કે બ્લડપ્રેશર વધી જતા તેઓ બ્રેઇનડેડ જાહેર થયા હતા. જેના પગલે તેમના પરિવારને સમજાવવામાં આવતા તેઓ અંગદાન માટે તૈયાર થયા હતા. જેના પગલે તેમના લિવર, હૃદય, કિડની, ચક્ષુનું દાન કરવામાં આવ્યું હતું.
Trending Photos
સુરત : શહેરની અનેક ઓળખો છે જેમાં તે મોજીલુ સિટી કહેવાય છે ઉપરાંત સૌથી ઝડપી વિકસી રહેલું શહેર પણ છે. આ ઉપરાંત દાન બાબતે પણ સુરતનું નામ સુવર્ણઅક્ષરે લખાય છે. તેવામાં આર્થિક દાન હોય કે પછી અંગોનું દાન સુરત આજે પણ નંબર વન પર છે. ઓરિસ્સાના વતની અને સાયણના વણાટ ખાતામાં કામ કરતા બ્રેઇનડેડ સુશીલ રામચંદ્ર સાહુ પરિવાર સાથે રહે છે. જો કે બ્લડપ્રેશર વધી જતા તેઓ બ્રેઇનડેડ જાહેર થયા હતા. જેના પગલે તેમના પરિવારને સમજાવવામાં આવતા તેઓ અંગદાન માટે તૈયાર થયા હતા. જેના પગલે તેમના લિવર, હૃદય, કિડની, ચક્ષુનું દાન કરવામાં આવ્યું હતું.
સુરતની બેંકર હાર્ટ ઇન્સ્ટીટ્યુટથી ચેન્નાઇના 1610 કિલોમીટરનું અંતર કાપીને 221 મીનીટમાં જ ચેન્નાઇની એમજીએમ હોસ્પિટલ ખાતે પહોંચાડાયું હતું. કિડની અને લિવર અમદાવાદ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. આ તમામ કામગીરી માટે 2 ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા હતા. આ કોરીડોર માટે સુરત પોલીસે અન્ય શહેરો અને રાજ્યોની પોલીસનો પણ સહકાર મળ્યો હતો. જેના પગલે સફળતા પુર્વક તમામ અંગોનું પ્રત્યાર્પણ કરવામાં આવ્યું હતું.
અત્રે નોંધનીય છે કે, ઓરિસ્સાનો ગંજામ જિલ્લાના અલાડી ગામનો રહેવાસી સુશીલ સાયણમાં આવેલ સાંઇ સિલ્કની વણાટ ફેક્ટરીમાં કામ કરતો હતો. જો કે 26 જાન્યુઆરીના દિવસે બ્લડપ્રેશર વધી જવાના કારણે તે બેભાઇ થઇ જતા તત્કાલ તેને સારવાર માટે સુરતની બેંકર હાર્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે ત્યાં તેનું સારવાર દરમિયાન આખરે તેઓ બ્રેઇનડેડ થયા હતા. જેથી પરિવારને અંગદાન અંગે સમજાવવામાં આવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે