ગુજરાતમાં ભ્રષ્ટાચારના કયા બ્રિજ સામે ભાજપ-કોંગ્રેસ થયાં એક? માત્ર 6 વર્ષમાં જ બ્રિજની બેઠી દુર્દશા

મહેસાણામાં બ્રીજની દુર્દશા જોઈ શકાય છે. ક્યાંક સળિયા નીકળી ગયા છે, તો ક્યાંક સ્લેબની વચ્ચે વધેલી જગ્યા જોઈ શકાય છે. બે સ્લેબ વચ્ચે લોખંડની પટ્ટીઓ પણ નરી આંખે જોઈ શકાય છે. નબળી ગુણવત્તાનો આ પુલ ગમે ત્યારે મોટા અકસ્માતને નિમંત્રણ આપવા માટે તૈયાર છે. 

ગુજરાતમાં ભ્રષ્ટાચારના કયા બ્રિજ સામે ભાજપ-કોંગ્રેસ થયાં એક? માત્ર 6 વર્ષમાં જ બ્રિજની બેઠી દુર્દશા

તેજસ દવે/મહેસાણા: ઉત્તર ગુજરાતના પ્રવેશદ્વાર અને રાજ્યની રાજકીય લેબોરેટરી કહેવાતા મહેસાણામાં બ્રીજની દુર્દશા બેઠી છે. ભ્રષ્ટાચારના પ્રતિક બની ગયેલા આ બ્રિજનો વિરોધ કોંગ્રેસ જ નહીં પરંતુ ભાજપના નેતાઓ પણ કરી રહ્યા છે. આ બ્રિજ તંત્રના ભ્રષ્ટાચારને ઊજાગર કરતો એક જીવતો જાગતો પુરાવો છે. બ્રીજની દુર્દશા જોઈ શકાય છે. ક્યાંક સળિયા નીકળી ગયા છે, તો ક્યાંક સ્લેબની વચ્ચે વધેલી જગ્યા જોઈ શકાય છે. બે સ્લેબ વચ્ચે લોખંડની પટ્ટીઓ પણ નરી આંખે જોઈ શકાય છે. નબળી ગુણવત્તાનો આ પુલ ગમે ત્યારે મોટા અકસ્માતને નિમંત્રણ આપવા માટે તૈયાર છે. 

  • ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો
  • સ્લેબમાં દેખાતા સળિયા
  • લોખંડની પટ્ટીઓ આવી બહાર
  • 2017માં જ બન્યો છે આ બ્રીજ
  • નબળી ગુણવત્તાનો ઉત્તમ બ્રીજ

પતંગ રસિયાઓ માટે અંબાલાલ પટેલની મોટી આગાહી; સોમવાર સુધી કેવું રહેશે ગુજરાતનું હવામાન

મહેસાણા શહેરનો ચારે બાજુ વિકાસ થયો છે. સુંદર રોડ-રસ્તા અને ઊંચી બિલ્ડીંગો બની છે. પરંતુ મહેસાણા શિવાલા સર્કલથી બાયપાસ રોડ પર બનેલો આ રોડ શહેરની શોભાને હાની પહોંચાડી રહ્યો છે. કોંગ્રેસે આ પુલ મામલે સવાલો ઉઠાવતા કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. તો માત્ર કોંગ્રેસ જ નહીં પરંતુ ભાજપના જ પૂર્વ સાંસદ આ પુલની દુર્દશા પર સવાલો ઉઠાવી રહ્યા છે. પૂર્વ સાંસદ જુગલજી ઠાકોરે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં કહ્યું કે, આ તંત્રની ઘોર બેદરકારી છે, છતાં કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. વિભાગો એકબીજાને ખો આપી રહ્યા છે. 

વર્ષ 2017માં જ આ બ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. માત્ર 7 વર્ષમાં જ બિસ્માર થઈ ગયેલો આ બ્રિજ વહેલી તકે રિપેરિંગ કરવામાં આવે તે જરૂરી છે. નહીં તો ગમે ત્યારે મોટી દુર્ઘટના બની શકે છે. કારણ કે આ બ્રિજ પર રોજ અનેક વાહનો રોજ પસાર થાય છે. જોવું રહ્યું કે તંત્રની આંખ અને કાન ક્યારે ખુલે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news