આવી જાઓ, પરમિટ મળી ગઈ! ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં આ 2 સ્થળોએ મળશે દારૂ

ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં એક હોટલ અને એક ક્લબને દારૂની પરમિટ મળી છે. હોટલ ગ્રાન્ડ મરક્યુરી અને ગિફ્ટ સિટી ક્લબમાં હવે દારૂ મળશે. તમને જણાવી દઈએ કે પરમિટ માટે FL3 પ્રકારનું લાયસન્સ મેળવવાનું રહેશે. FL3 લાયસન્સ ધારકે ખરીદેલ જથ્થાની માહિતી આપવી પડશે. 21 વર્ષથી વધુ વયના લોકો જ સેવન કરી શકશે. 

આવી જાઓ, પરમિટ મળી ગઈ! ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં આ 2 સ્થળોએ મળશે દારૂ

ગાંધીનગરઃ ગિફ્ટ સિટીમાં દારૂ પરમિટને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. રાજ્ય સરકારની જાહેરાત બાદ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં સત્તાવાર છૂટ અપાઈ છે. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં એક હોટલ અને એક ક્લબને દારૂની પરમિટ મળી છે. હોટલ ગ્રાન્ડ મરક્યુરી અને ગિફ્ટ સિટી ક્લબમાં હવે દારૂ મળશે. તમને જણાવી દઈએ કે પરમિટ માટે FL3 પ્રકારનું લાયસન્સ મેળવવાનું રહેશે. FL3 લાયસન્સ ધારકે ખરીદેલ જથ્થાની માહિતી આપવી પડશે. 21 વર્ષથી વધુ વયના લોકો જ સેવન કરી શકશે. 

ગીફ્ટ સિટીમાં દારુ પીવાની છૂટને લઈ નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગિફ્ટ સિટીમા વાઈન એન્ડ ડાઈન ફેસિલિટીમાં જ છૂટછાટ મળશે, FL-3 લાયસન્સ ધરાવનાર રેસ્ટોરન્ટ કે હોટલ્સ વિદેશી દારૂ પરમીટ લીકર શોપ અથવા અન્ય રાજ્યમાંથી ખરીદી શકશે.  FL-3 લાયસન્સની વાર્ષિક ફી 1 લાખ રહેશે, સિક્યુરીટી ડિપોઝીટ 2 લાખ રૂપિયા આપવાની રહેશે. 

image

વાઈન એન્ડ ડાઈન ફેસિલિટીમાં જ છૂટછાટ મળશે. પરમીટ હોલ્ડરને જ સર્વ કરવામાં આવશે. લાયસન્સ 1 વર્ષ અને 5 વર્ષ માટે મળશે, લાયસન્સના સમય દરમિયાન બાકી રહેલા વાઈનનો જથ્થો પરત જમા કરાવવાનો રહેશે. FL-3 લાયસન્સ ધરાવનાર રેસ્ટોરન્ટ કે હોટલ્સ વિદેશી દારૂ પરમીટ લીકર શોપ અથવા અન્ય રાજ્ય માંથી ખરીદી શકશે.  

લીકર એક્સેસ પરમીટ/ટેમ્પરરી પરમીટ મેળવવાની શરતો :- 

image

1) લીકર એકસેસ પરમીટ/ટેમ્પરરી પરમીટ મેળવનાર વ્યક્તિ 21 વર્ષથી વધુ વયના હોવા જોઇએ. 

2) લીકર એકસેસ પરમીટ મેળવતા પહેલાં સામેલ નમૂના મુજબ પ્રવર્તમાન કાયદા, નિયમોનું પાલન કરવા બાંહેધરી આપવાની રહેશે. 

3) લીકર પરમીટ મેળવનારે તેઓ જયારે ગીફટ સીટીમાંથી નોકરી છોડે તેના પછીના ચાલુ દિવસમાં પોતાની પરમીટ રદ કરવા માટે રજૂ કરી દેવી પડશે. 

image

4) લીકર એક્સેસ પરમીટ/ટેમ્પરરી પરમીટ ધારકે લીકર સેવન કર્યા બાદ પોતાની પરમીટ અને બીલ પોતાની પાસે રાખવાં પડશે. સક્ષમ સત્તાધિકારી તે પરમીટ તપાસવાની માંગણી કરે તો રજૂ કરવાની રહેશે. 

5) લીકર એકસેસ પરમીટધારક જ્યારે ટેમ્પરરી પરમીટધારક સાથે વાઇન એન્ડ ડાઇન ફેસીલીટીમા લઇને આવે ત્યારે સમગ્ર સમયગાળા દરમ્યાન ટેમ્પરરી પરમીટધારક સાથે રહેવાનુ રહેશે અને ટેમ્પરરી પરમીટ ધારકોને લીકર સેવન કર્યા અંગેનુ બીલ તમામને તેમના મોબાઇલ ઉપર ડીઝીટલી તાત્કાલિક મળે તે સુનિશ્ચિત કરવાનુ રહેશે. લીકર એકસેસ પરમીટ ધારકે પરમીટ પોતાની પાસે સુરક્ષિત રાખવાની રહેશે. જો પરમીટ ગુમ થાય અથવા તેમાં લખેલ નોંધનું લેખન અસ્વચ્છ થાય તો તુરંત નવી પરમિટ મેળવવાની કાર્યવાહી કરવાની રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news