AHMEDABAD માં મોંઘી દાટ હોટલમાં યુવતીઓને સાથે રાખી શરાબ શબાબની મોજ માણી રહેલા નબીરા ઝડપાયા

AHMEDABAD માં મોંઘી દાટ હોટલમાં યુવતીઓને સાથે રાખી શરાબ શબાબની મોજ માણી રહેલા નબીરા ઝડપાયા
  • વસ્ત્રાપુર પોલીસ દ્વારા 9 નબીરાઓને ઝડપી લેવામાં આવ્યા
  • 2 યુવતીઓએ દારૂ નહી પીધો હોવાનાં કારણે પોલીસ દ્વારા છોડી દેવાઇ

મૌલિક ધામેચા/અમદાવાદ : શહેરમાં ફરી એકવાર નબીરાઓ દારૂનીમહેફીલ માણતા ઝડપાયા છે. અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ દ્વારા દરોડો પાડીને દારૂની મહેફીલ માણી રહેલા 11 લોકોને ઝડપી લેવામાં આવ્યા છે. જો કે તે પૈકી 2 યુવતીઓએ દારૂ નહી પીધો હોવાનાં કારણે તેમને છોડી મુકાઇ છે. જ્યારે 9 લોકોને પોલીસે ઝડપી લીધા છે. એસ.એન બ્લુ હોટલમાં દારૂની મહેફીલ માણતા 9 નબીરાઓને પોલીસે ઝડપી લીધા છે. આ યુવાનો પાર્ટી કરવા માટે સ્પેશિયલ હોટલમાં એકત્ર થયા હતા. જો કે પોલીસને મળેલી બાતમીના આધારે તેમણે દરોડો પાડીને રંગમાં ભંગ પાડ્યો હતો. 

હોટલમાં પાર્ટી કરવા એકત્ર થયેલા નબીરાઓમાં 2 યુવતીઓ પણ હતી. જો કે યુવતીઓએ દારૂ નહી પીધો હોવાનાં કારણે તેમને તત્કાલ છોડી મુકવામાં આવી હતી. જ્યારે 9 નબીરાઓની ધરપકડ કરીને તેમને મેડીકલ ચેકઅપ માટે મોકલી અપાયા છે. ઝડપાયેલા લોકો પૈકી 2 લોકો છેક પાલનપુરથી માત્ર પાર્ટી કરવા માટે જ આવ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ તો પોલીસે તમામને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત દારૂ ક્યાંથી આવ્યો તે અંગેની તપાસ પણ પોલીસ ચલાવી રહી છે. 

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર, વસ્ત્રાપુર પોલીસે એસ&એન બ્લુ હોટેલમાં દારૂની મહેફીલ માણતા નવ નબીરાઓની ધરપકડ કરી છે. પ્રાથમીક માહિતી મુજબ દારૂની મહેફીલમાં બે મહિલાઓ પણ સાથે હતી, પણ મહિલાઓએ દારૂ નહિ પીધો હોવાથી પોલીસે તમને જવા દીધી છે. એટલું જ નહીં પકડાયેલ આરોપીઓ વેપારીઓ હોવાથી કેટલાક મિત્રો પાલનપુરથી આવ્યા હતા. અમુક મિત્રો અમદાવાદના ભેગા મળી  મહેફિલનું આયોજન કર્યું હતું. જોકે આ અંગે પોલીસને બાતમી મળતા પોલીસે રેડ કરીને નવ જેટલા નબીરાઓની ધરપકડ કરી. જેમાં ત્રણ લોકોના જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે પકડાયેલ આ નબીરાઓએ હોટેલ માં સ્પેશિયલ દારૂ પીવા માટે જ રૂમ બુક કરાવ્યો હતો. વસ્ત્રાપુર પોલીસે આરોપીઓ પાસેથી  દારૂની એક પણ બોટલ કબજે કરી છે. હાલ આ વેપારી નબીરાઓને દારૂની મહેફિલ કરવી ભારે પડી અને હવે જેલ જવાનો વારો આવ્યો છે.

ઝડપાયેલા નબીરા...
1) જૈનમ શાહ - વાસણા
2) જીગર પરમાર - વેજલપુર
3) વિકી શાહ - પાલનપુર
4) સંજય પટેલ - રાણીપ
5) શાલીન શાહ - વાસણા
6) વૈભવ શાહ - પાલડી
7) વરસાદ શાહ - પાલનપુર
8) વિશાલ પરીખ - વસ્ત્રાપુર
9) વિકાસ શાહ - પાલનપુર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news