વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા ઝી 24 કલાકના એડિટર દિક્ષિત સોનીનું સન્માન

આ પ્રસંગે ZEE 24 કલાકના એડિટર દિક્ષિત સોનીએ ટીમ આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ સન્માન માત્ર માટે જ નહી પરંતુ મારી આખી ટીમ માટેનું સન્માન છે. તમારી ટીમ ભાષા, માતૃભાષા, માતૃભૂમિ અને રાજ્યને ગૌરવ અપાવવાનું કામ કરી રહી છે. જેમાં અમે સહભાગી છીએ. 

વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા ઝી 24 કલાકના એડિટર દિક્ષિત સોનીનું સન્માન

Vishwa Gujarati Samaj: વિશ્વમાં વસતા ગુજરાતીઓ માટે કામ કરતી સંસ્થા વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આજે ZEE 24 કલાકના એડિટર દીક્ષિત સોનીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશ્વ ગુજરાતી સમાજની યુથ વિંગના પૌરસ પટેલ, આકાશ પટેલ, આશિષ ગજ્જર અને સમાજના હોદ્દેદારો અને આગેવાનો હાજર રહ્યા હતા. વિશ્વ ગુજરાતી સમાજ અલગ અલગ દેશોમાં કામ કરે છે. આ સંસ્થા વિશ્વ ગુજરાતી સમાજ અલગ અલગ ફિલ્ડના લોકોનું સન્માન કરે છે. 

આ પ્રસંગે ZEE 24 કલાકના એડિટર દિક્ષિત સોનીએ ટીમ આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ સન્માન માત્ર માટે જ નહી પરંતુ મારી આખી ટીમ માટેનું સન્માન છે. તમારી ટીમ ભાષા, માતૃભાષા, માતૃભૂમિ અને રાજ્યને ગૌરવ અપાવવાનું કામ કરી રહી છે. જેમાં અમે સહભાગી છીએ. 

આ સંસ્થાના પ્રણેતા સીકે પટેલના માર્ગદર્શન હેઠળ આ સંસ્થા કામ કરી રહી છે.  અલગ અલગ ફિલ્ડમાં ગુજરાતી ભાષાને સાચવાવાનું કામ કરે છે અને ગુજરાતી ભાષાને બચાવવાનું કામ કરે તેમનું સન્માન કરવામાં આવે છે.  વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા જુદા જુદા ક્ષેત્રોમાં ગુજરાતનું નામ રોશન કરનારા અને વિદેશોમાં પણ ગુજરાતની શાખ વધારનારા ગરવા ગુજરાતીઓનું સન્માન કરવામાં આવે છે. 

વિશ્વના 120 દેશોમાં વિસ્તરેલા વિશ્વ ગુજરાતી સમાજે હવે ગુજરાતના ગ્રામ્ય લેવલ સુધી પહોંચવા માટે તૈયારીઓ કરી લીધી છે અને એના માટે આયોજન કરીને દરેક ગામમાં કિસાન, મહિલા અને યુવાન પ્રતિનિધિઓનું સંગઠન ઊભું કરાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news