તમારા બાળકની ચામડી કાળી પડી રહી હોય તો સાવધાન, આ ભયંકર બિમારી હોય શકે

કાર્બન બેબી સિન્ડ્રોમ એક દુર્લભ બીમારી છે. જેમાં નાના બાળકોની ચામડીનો રંગ બદલાવા માગે છે. અને તે કાળી પડવા લાગે છે. 10 લાખ બાળકોમાં કોઈ એક બાળકને આ ગંભીર બીમારી થતી હોય છે. જો બાળક સૂર્ય કિરણોના સીધા સંપર્કમાં આવે તો તેના લક્ષણ ઝડપથી વધવા લાગે છે.

તમારા બાળકની ચામડી કાળી પડી રહી હોય તો સાવધાન, આ ભયંકર બિમારી હોય શકે

carbon baby syndrome: હાલમાં જ બિહારના ભાગલપુરમાં એક બાળક ધીમે ધીમે કાળા રંગનું થવા લાગ્યુ હતુ. અઢી વર્ષના બાળક લવ કુમાર અચાનક બેભાન થઈ જતાં અને તબિયત વધુ ખરાબ થવા લાગતાં તેને સારવારમાં ખસેડાયુ હતુ. હોસ્પિટલ લઈ જવાનું કારણ તેની ચામડીનો બદલાતો રંગ હતો. જ્યારે બાળકનો જન્મ થયો ત્યારે તેનો રંગ આ પ્રકારનો નહોતો. પરંતુ સમય જતાં તેની ચામડીનો રંગ કાળો પડવા લાગ્યો હતો. છેલ્લે તે એક સ્યાહીની રંગ જેટલો કાળો પડી ગયો હતો. જ્યારે તપાસ કરાઈ ત્યારે ખબર પડી કે લવ કુમારને કાર્બન બેબી સિન્ડ્રોમ નામની બિમારી હતી. ત્યારે આવો જાણીએ શું છે કાર્બન બેબી સિન્ડ્રોમ અને તેના લક્ષણ, સાથે જ બીમારી થવાનું કારણ અને તેની સારવાર અંગે પણ જાણકારી મેળવીએ. 

શું છે કાર્બન બેબી સિન્ડ્રોમ?
કાર્બન બેબી સિન્ડ્રોમ એક દુર્લભ બીમારી છે. જેમાં નાના બાળકોની ચામડીનો રંગ બદલાવા માગે છે. અને તે કાળી પડવા લાગે છે. 10 લાખ બાળકોમાં કોઈ એક બાળકને આ ગંભીર બીમારી થતી હોય છે. જો બાળક સૂર્ય કિરણોના સીધા સંપર્કમાં આવે તો તેના લક્ષણ ઝડપથી વધવા લાગે છે. ત્યારે જો આ બીમારીની સમયસર સારવાર ન કરવામાં આવે તો તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. 

કાર્બન બેબી સિન્ડ્રોમના લક્ષણ
અચાનક બાળકોની ચામડીનો રંગ બદલાવા લાગે છે
ચામડીનો રંગ એકદમ કાળો પડી જાય છે 
પગના તળિયા અને હથેળીના રંગમાં થોડો ફરક દેખાઈ શકે છે
ચહેરા ઉપર પૈચી સ્કિન દેખાવા લાગે તો તેના લક્ષણ છે

કાર્બન બેબી સિન્ડ્રોમ થવાનું કારણ
જ્યારે સ્કિનમાં મેલાનિન વધવા લાગે તો આ બીમારી થઈ શકે છે.
જયારે લોહીમાં મૈલેનોસાઈટ અને સ્ટુમેલ્ટિન હોર્મોનનું સ્તર વધે તો પણ બીમારી થઈ શકે
જો સારવાર ન થાય તો લિવર, બ્રેન અને કિડની વગેરેને અસર થઈ શકે છે
આ બીમારી છોકરો કે છોકરી કોઈપણને થઈ શકે છે

કાર્બન બેબી સિન્ડ્રોમની સારવાર
કાર્બન બેબી સિન્ડ્રોમની સારવાર કરવા માટે મેલાનિન સ્ટિમુલેટિવ હોર્મોનનો ટેસ્ટ કરવામાં આવે છે. આ બીમારીની સારવાર કરાવવી ખૂબ જ મોંઘી છે. જેથી ઘણા બાળકોના માતાપિતા આ સારવાર કરાવી શકતા નથી. આ બીમારીને પકડવા માટે સ્કિન બાયોપ્સી પણ કરવામાં આવે છે. કાર્બન બેબી સિન્ડ્રોમથી બચવુ હાલ તો લગભગ અસંભવ જ છે. પણ કાર્બર બેબી સિન્ડ્રોમ એક રેર બીમારી છે. એટલે જ્યારે પણ લક્ષણ જણાય કે તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news