શું તમને પણ ખાલી પેટે ગ્રીન ટી પીવાની આદત છે? તો પહેલા જાણી લેજો આ બાબતો

શું ખાલી પેટે ગ્રીન ટી પીવી યોગ્ય છે? આવો જાણીએ આ અંગે હેલ્થ એક્સપર્ટનો શું અભિપ્રાય છે.

શું તમને પણ ખાલી પેટે ગ્રીન ટી પીવાની આદત છે?  તો પહેલા જાણી લેજો આ બાબતો

કેટલાક લોકો વજન ઘટાડવાની પ્રોસેસમા ગ્રીન ટીનો ઉપયોગ બેસ્ટ માને છે. કેટલાક લોકો ઓફિસ, ઘર કે બહાર જવા માટે ગ્રીન ટી પીવાનું પસંદ કરે છે. નિષ્ણાતોનું માનવું છે કે ગ્રીન ટી શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે સાથે જ તે વજન ઘટાડવા માટે પણ બેસ્ટ છે. પરંતુ આ સાથે સવાલ એ થાય છે કે જો તમે ગ્રીન ટી પીઓ છો તો ક્યારે પીવી. રાત્રે સૂતા પહેલા કે સવારે ખાલી પેટ?

કેટલાક હેલ્થ એક્સપર્ટ માને છે કે તમે દૂધની ચાના સ્થાને ગ્રીન ટી લઈ શકો છો. તમે દિવસમાં 2-3 કપ ગ્રીન ટી આરામથી પી શકો છો. હવે સવાલ એ થાય છે કે શું સવારે ખાલી પેટે ગ્રીન ટી પીવી યોગ્ય છે?

શું સવારે ખાલી પેટે ગ્રીન ટી પીવી યોગ્ય છે?
-ડાયટિશિયનના મતે ગ્રીન ટી દરેકને સૂટ કરે એ જરૂરી નથી. કેટલાક લોકોને ખાલી પેટ ગ્રીન ટી પીવાથી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

 

ગ્રીન ટી પીવાની સાચી રીત
-તમે નાસ્તાના એક કલાક પહેલા ગ્રીન ટી પી શકો છો.
-ગ્રીન ટીમાં ટેનીન હોય છે. જેના કારણે જો તમે તેને જમવાના એક કલાક પહેલા લો છો તો તમને કબજિયાત, પેટમાં દુખાવો અને પાચન અથવા પેટ સંબંધિત સમસ્યાઓથી રાહત મળશે.
-સવારે અને સાંજે ગ્રીન ટી પીવાથી તમારું મેટાબોલિઝમ મજબૂત બને છે અને તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
 

ગ્રીન ટી પીવાનો યોગ્ય સમય કયો છે?
-તમે સવારે કસરત કરવાના અડધા કલાક પહેલા ગ્રીન ટી પી શકો છો
-સવારે 11 થી 12 વચ્ચે પી શકો છો
-જમવાના 1 કલાક પહેલા પીવાથી ફાયદો થાય છે
-સાંજના નાસ્તાના 1-2 કલાક પછી પી શકો છો
-રાત્રે સૂતા પહેલા પીવું નહીં, તેનાથી ઊંઘની સમસ્યા થઈ શકે છે.
-દિવસમાં માત્ર 3-4 કપ ગ્રીન ટી પીવો, આનાથી વધુ ન પીવો.
-તેમાં કેફીન પણ હોય છે, જે ઉબકાનું કારણ બની શકે છે.
-ગ્રીન ટીનો સ્વાદ કડવો હોય છે, તેથી કેટલાક લોકો તેમાં ખાંડ નાખે છે. તમને આનો લાભ નહીં મળે.

Disclaimer:આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ  અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચો:
હિંસાગ્રસ્ત મણિપુરની સ્થિતિ પર ગૃહમંત્રી અમિત શાહે બોલાવી સર્વદળીય બેઠક
યુવતી સાથે હોટલમાં ઝડપાયા ગુજરાતના ધારાસભ્ય, પતિએ રંગમાં ભંગ પાડ્યો અને થઈ જોવા જેવી

Viral Video: રસ્તા પર યુવતિને બાઇકની ટાંકી પર ઊંધી બેસાડી દિલધડક રોમાન્સ,જોયો કે નહી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news