શું તમે પણ ચા સાથે ખાવ છો ગળ્યાં બિસ્કિટ? આ આદતને અત્યારે જ બદલો નહીં તો થશે પછતાવો
Trending Photos
નવી દિલ્લીઃ મોટાભાગના લોકોને એકલી ચા પીવી નથી ગમતી. તેથી લોકોને ચા સાથે બિસ્કીટ કે કોઈકને કોઈક નાસ્તો કરવાની આદત હોય છે. એમાંય ઘણાં લોકોને ચા સાથે બિસ્કિટ ખાવાની ટેવ હોય છે. જેમાં જો ગળ્યા બિસ્કિટ ખાવાની આદત હોય તો એ આદત સુધારી લેવાની જરૂર છે. શું તમે પણ ચા સાથે ગળ્યાં બિસ્કિટ ખાવ છો તો તમને તેનાથી થતાં નુકસાન વિશે ખબર હોવી જોઈએ. મોટોભાગના લોકો માટે બિસ્કિટ ખાવા તેમના રોજના ડાયટનો ભાગ હોય છે. પરંતુ એક્સપર્ટ્સના કહેવા મુજબ, તેનાથી તમારું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.
ચા સાથે ગળ્યા બિસ્કિટ ખાવાના ગેરફાયદાઃ
વધી જશે વજનઃ
બિસ્કિટમાં હાઈડ્રોજેનેટેડ ફેટ્સનું પ્રમાણ ખુબ વધારે હોય છે. બિસ્કિટ ફેટ ફ્રી નથી હોતા એટલા માટે જો તમે તેને દરરોજ ખાવ છો તો શરીર વધી શકે છે. આ સાથે તમને સ્કિન સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે.
બ્લડ સુગર વધશેઃ
લાંબા સમય સુધી ચા સાથે ગળ્યા બિસ્કિટ ખાવાની આદતથી બ્લડ સુગર લેવલ વધી શકે છે. તેમાં સોડિયમનું પ્રમાણ પણ વધારે હોય છે. ડાયાબિટીઝ અને થાયરોઈડના દર્દીને બિસ્કિટ ન ખાવા જોઈએ.
ઈમ્યુનિટી થશે વિકઃ
બિસ્કિટમાં વધારે સુગર હોવાથી રોગ પ્રતિકારક શક્તિ ઘટી શકે છે. કોરોના બાદ ઈમ્યૂનિટી માટે લોકો ખાસ પ્રયાસ કરી રહ્યા છે.
કબજિયાતની સમસ્યાઃ
બિસ્કિટને રિફાઈન્ડ લોટથી બનાવવામાં આવે છે. તેમાં ફાઈબરનું પ્રમાણ નથી હોતું. એટલા માટે તેને ખાવાથી કબજિયાત સમસ્યા થઈ શકે છે. બિસ્કિટ અથવા કુકીઝમાં બીએચએ અને બીએચટી નામના બે પ્રિઝર્વેટિવ નાખવામાં આવે છે. તેનાથી પણ તમારા સ્વાસ્થ્યને નુકસાન થાય છે.
દાંતમાં સડોઃ
બિસ્કિટમાં સુગરનું પ્રમાણ વધારે હોય છે. તમે રોજ બિસ્કિટ ખાવાથી દાંતના ઈનેમલને નુકસાન પહોંચી શકે છે. તેનાથી દાંતમાં કૈવિટીની સમસ્યા પણ થાય છે અને દાંત ખરાબ થઈ શકે છે.
(નોંધઃ અહીં આપેલી જાણકારી ઘરેલુ ઉપાય અને સામાન્ય જાણકારીઓ પર આધારિત હોય છે. ZEE 24 KALAK આની પુષ્ટિ નથી કરતું.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે