આ ટ્રેનમાં મુસાફરનો સામાન ચોરી થાય તો મળે 1 લાખનું વળતર, 25 લાખનો મળે છે ઈંશ્યોરન્સ

IRCTC: આ ટ્રેન ગુજરાતના અમદાવાદથી મહારાષ્ટ્રના મુંબઈ વચ્ચે દોડે છે. આ ટ્રેન રેલ્વેની પ્રીમિયમ ટ્રેનોમાંથી એક છે.

આ ટ્રેનમાં મુસાફરનો સામાન ચોરી થાય તો મળે 1 લાખનું વળતર, 25 લાખનો મળે છે ઈંશ્યોરન્સ

IRCTC: ભારતીય રેલ્વે એ અમદાવાદ મુંબઈ વચ્ચે ચાલતી તેજસ એક્સપ્રેસના ટાઈમ ટેબલમાં ફેરફાર કર્યો છે. હવે આ ટ્રેન અઠવાડિયામાં પાંચ દિવસના બદલે છ દિવસ ચાલશે. રેલ્વે વિભાગે આ નિર્ણય યાત્રીઓની સુવિધા માટે લીધો છે. અમદાવાદ મુંબઈ વચ્ચે ચાલતી તેજસ એક્સપ્રેસ હવે અઠવાડિયામાં છ દિવસ દોડશે. રેલ યાત્રીઓની સુવિધા માટે રેલ્વે વિભાગ તેજસ જેવી ઘણી પ્રીમિયમ ટ્રેન ચલાવી રહ્યું છે. તેજસ એક્સપ્રેસમાં મુસાફરી કરનાર લોકોને ફ્લાઇટ જેવી સુવિધા આપવામાં આવે છે. જોકે આ કારણે ટ્રેનની ટિકિટ સામાન્ય ટ્રેન કરતાં વધારે છે. 

આ પણ વાંચો :

ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશન તેજસ એક્સપ્રેસને સંચાલિત કરે છે. આ ટ્રેન ગુજરાતના અમદાવાદથી મહારાષ્ટ્રના મુંબઈ વચ્ચે દોડે છે. આ ટ્રેનમાં મોટી સંખ્યામાં યાત્રીઓ મુસાફરી કરતા જોવા મળે છે. આ ટ્રેનમાં ઘણા બિઝનેસ યાત્રીઓ ટ્રાવેલ કરે છે. આ ટ્રેનની મદદથી લોકો ઓછા સમયમાં અમદાવાદથી મુંબઈ પહોંચી જાય છે. આ ટ્રેનમાં યાત્રીઓને સુવિધાઓ પણ સારી આપવામાં આવે છે. આ ટ્રેનનું સંચાલન આઇઆરસીટીસી એ 17 જાન્યુઆરી 2023 થી શરૂ કર્યું છે.

આ પણ વાંચો :

 

અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતી આ ટ્રેન રેલ્વેની પ્રીમિયમ ટ્રેનોમાંથી એક છે. આ ટ્રેનમાં બેસવા માટે આરામદાયક સીટ, સ્વાદિષ્ટ ભોજન ની સુવિધા, સીસીટીવી કેમેરા, પ્લેન જેવી મનોરંજન ની વ્યવસ્થા, મોડ્યુલર બાયો ટોયલેટ સહિતની સુવિધાઓ આપવામાં આવે છે.  તેજસ એક્સપ્રેસ દેશના અલગ અલગ ભાગોમાં દોડાવવામાં આવી રહી છે. આ ટ્રેનમાં ખાવા પીવાની સાથે ઓનબોર્ડ સિક્યોરિટી હાઉસ કીપિંગની સુવિધા પણ આપવામાં આવે છે. એટલું જ નહીં ટ્રેનમાં યાત્રા કરતાં લોકોને ૨૫ લાખ રૂપિયા નું ઇન્સ્યોરન્સ પણ આપવામાં આવે છે. જો કોઈ યાત્રીનો સામાન ચોરી થઈ જાય તો તેને 1 લાખનું વળતર પણ મળી શકે છે. આ ટ્રેનમાં મુસાફરોને હાઈ ક્વોલીટી નું ફૂડ અને આરો વોટર સર્વ કરવામાં આવે છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news