બાથરૂમ કે હોટલ નહીં પરંતુ એવી જગ્યાએ ન્હાતી મહિલાઓના વીડિયો બનાવ્યા...કોઈ કલ્પના પણ ન કરી શકે

1000થી વધુ મહિલાઓના ન્હાતા વીડિયો બનાવવામાં આવ્યા અને કોઈને ગંધ સુદ્ધા ન આવી. આ ચોંકાવનારા ખુલાસાથી હડકંપ મચી ગયો છે. જ્યાં હિડન કેમેરા લગાવવામાં આવ્યો હતો અને હાલ ત્યાં મહિલાઓ આઘાતમાં સરી પડી છે. તેમે ડર છે કે ક્યાંક તેમના વીડિયો લીક ન થઈ જાય. 

બાથરૂમ કે હોટલ નહીં પરંતુ એવી જગ્યાએ ન્હાતી મહિલાઓના વીડિયો બનાવ્યા...કોઈ કલ્પના પણ ન કરી શકે

અત્યારનો સમય એવો છે કે જ્યાં તમને ભાગ્યે જ એવી કોઈ જગ્યા મળે જ્યાં મહિલાઓના દુશ્મન ન હોય. કેટલાક વિકૃત માનસિકતાવાળા લોકો બળાત્કાર જેવા અપરાધોને અંજામ આપે છે. સમાજમાં ખુલ્લેઆમ ઘૂમતા આવા રાક્ષસોથી સાવધાન અને સતર્ક રહેવાની જરૂર છે. આ એટલા માટે કહેવું પડે છે કારણ કે અત્યાર સુધી તમે ઓફિસના ટોઈલેટ, ગર્લ્સ હોસ્ટેલના  બાથરૂમ, હોટલોના રૂમ, મોલના ચેન્જિંગ રૂમ સુદ્ધામાં હિડન કેમેરાની વાતો સાંભળી હશે પરંતુ મહિલઓના પ્રાઈવેટ વીડિયો રેકોર્ડ કરીને જે કેસ અંગે અમે તમને જણાવીશું તેને જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. 

1000થી વધુ મહિલાઓના ન્હાતી વખતે વીડિયો બનાવવામાં આવ્યા અને કોઈને ગંધ સુદ્ધા ન આવી. આ ચોંકાવનારા ખુલાસા બાદ હવે લોકોમાં હડકંપ મચી ગયો છે. જ્યાં હિડન કેમેરા લગાવ્યો હતો તે મહિલાઓ તો આઘાતમાં સરી પડી છે. તેમને ડર છે કે ક્યાંક તેમના વીડિયો લીક ન થઈ જાય. 

Add Zee News as a Preferred Source

દુનિયામાં ચકચાર મચી
અપરાધ કરનારાએ એવી તરકીબ અજમાવી કે તમે કદાચ વિચાર્યું પણ નહોય. આ ઘટના જાપાનમાં ઘટી છે. જ્યાં એક વ્યક્તિએ ફેમસ પિકનિક સ્પોટ પર રહેલા ગરમ પાણીના ઝરણામાં ન્હાતી મહિલાઓના વીડિયો રેકોર્ડ કરવા માટે પથરાઓ વચ્ચે નકલી પથ્થર બનાવીને કેમેરા ફીટ કરી દીધો. આ જાપાની વ્યક્તિને પથ્થરો વચ્ચે નકલી પથ્થરમાં કેમેરા ફીટ કરીને ઝરણામાં ન્હાઈ રહેલી 1000 મહિલાઓના પ્રાઈવેટ વીડિયો ચોરીછૂપે બનાવવા માટે બે વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી. 

મહિલાઓમાં હડકંપ
આ મામલો યામાગાટાનો છે. મહિલાઓના વીડિયો બનાવનારા જેલમાં છે. આ ઘટનાનો ખુલાસો કરનારી મહિલા ગરમ પાણીના તે ઝરણામાં ન્હાઈ રહી હતી. મહિલા વ્યવસાયે આર્કિટેક હોવાનું કહેવાય છે. તેણે પથ્થરા વચ્ચે જોવા મળેલા એક પથ્થર પર શક ગયો. જ્યાં તેણે ચેક કર્યું તો ખબર પડી કે એ પથ્થર આર્ટિફિશિયલ હતો. જેની અંદર એક કેમેરો હતો. તે કેમેરાથી તે ત્યાં ન્હાનારી મહિલાઓના વીડિયો રેકોર્ડ કરતો હતો. તેણે પછી તો મિત્રોને બોલાવ્યા અને પોલીસને જાણ કરી. ઘટનાસ્થળે હાજર રહેલા લોકો પ્રાઈવેટ વીડિયો બનાવનારા વ્યક્તિની આ તરકીબ જોઈને મોંઢામાં આંગળા નાખી ગયા કે જબરો ભેજાબાજ છે. 

પકડવા માટે પોલીસે જાળ બીછાવી
આરોપીને પકડવા માટે પોલીસે ટ્રેપ લગાવ્યું. રંગે હાથ પકડવા માટે રાહ જોઈ. હકીકતમાં કેમેરાને પકડવાને કારણે રેકોર્ડિંગ બંધ થઈ ગયું. આરોપી કેમેરા ચેક કરવા માટે આવ્યો અને પકડાઈ ગયો. પોલીસે પથ્થો વચ્ચે નકલી પથ્થર અને કેમેરાને પોતાના કબજામાં લીધો. પોલીસને કેમેરાની ચીપમાં મહિલાઓના વીડિયોઝ મળ્યા. તેમની પાસે એક હજાર મહિલાઓના પ્રાઈવેટ વીડિયો સામે આવ્યા. રિપોર્ટ્સ મુજબ આરોપી અપરાધી વૃત્તિ વાળો છે. તેના પર ચાઈલ્ડ પોર્નોગ્રાફી કરવાનો પણ આરોપ લાગી ચૂક્યો છે. પુરાવા ન મળવાના કારણે તે બચી ગયો હતો. પરંતુ આ વખતે તે જેલમાં ધકેલાઈ ગયો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિ

...और पढ़ें

Trending news