Heart Attack: ઠંડીમાં હાર્ટ એટેક આવવાનું જોખમ વધારે, જાણો આ સિઝનમાં કેવી રીતે રાખવું હૃદયનું ધ્યાન

Heart Attack: શિયાળામાં સૌથી વધુ સાવધાન હાર્ટ પેશન્ટ રહેવું જોઈએ. કારણ કે ઠંડીના કારણે હાર્ટ એટેક આવવાનું જોખમ પણ વધી જાય છે. ઠંડીના કારણે લોકો શારીરિક પ્રવૃત્તિઓ ઓછી કરી નાખે છે. જેના કારણે હૃદયની બીમારીઓનું જોખમ પણ વધી જાય છે. ખાસ કરીને જે લોકો હાર્ટની સમસ્યા પહેલાથી જ ધરાવે છે તેમને હાર્ટ એટેક આવવાનું જોખમ પણ વધી શકે છે.

Heart Attack: ઠંડીમાં હાર્ટ એટેક આવવાનું જોખમ વધારે, જાણો આ સિઝનમાં કેવી રીતે રાખવું હૃદયનું ધ્યાન

Heart Attack: જેમ જેમ ઠંડી વધે છે તેમ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું જોખમ પણ વધી જાય છે. ઠંડીમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે જેના કારણે વાયરલ બીમારીઓ ઝડપથી થઈ જતી હોય છે. આ સિવાય ઠંડી દરમિયાન સાંધાના દુખાવા અને અન્ય બીમારીનું જોખમ પણ વધી જાય છે. જોકે શિયાળામાં સૌથી વધુ સાવધાન હાર્ટ પેશન્ટ રહેવું જોઈએ. કારણ કે ઠંડીના કારણે હાર્ટ એટેક આવવાનું જોખમ પણ વધી જાય છે. ઠંડી વધે છે તેની સાથે દરેક વ્યક્તિની લાઈફ સ્ટાઈલ અને ભોજનની શૈલી પણ બદલી જાય છે. ઠંડીના કારણે લોકો શારીરિક પ્રવૃત્તિઓ ઓછી કરી નાખે છે. જેના કારણે હૃદયની બીમારીઓનું જોખમ પણ વધી જાય છે. ખાસ કરીને જે લોકો હાર્ટની સમસ્યા પહેલાથી જ ધરાવે છે તેમને હાર્ટ એટેક આવવાનું જોખમ પણ વધી શકે છે.

શિયાળામાં આ કારણથી વધે છે હાર્ટ એટેકના કેસ ?

ઠંડીમાં હાર્ટ એટેક આવવાની ઘટનાઓમાં પણ ઝડપથી વધારો થાય છે. ત્યારે મનમાં પ્રશ્ન ચોક્કસથી થાય કે ઠંડીમાં હાર્ટ એટેક આવવાનું જોખમ શા માટે વધી જાય છે ? તો તમને જણાવી દઈએ કે શિયાળાના કારણે શરીરની રક્તવાહિનીઓ સંકોચાઈ જાય છે. જેના કારણે બ્લડપ્રેશર વધી શકે છે અને હાર્ટ એટેકનું જોખમ પણ વધી જાય છે.

હાર્ટ એટેકથી બચવા આ કામ કરો

પૌષ્ટિક આહાર

શિયાળા દરમિયાન હાર્ટ પેશન્ટે પોતાના આહારનું ખાસ ધ્યાન રાખવું. હાર્ટની હેલ્ધી રાખવા માટે ડાયેટમાં ફળ, લીલા શાકભાજી, નટ્સ અને આખા અનાજનું પ્રમાણ વધારવું.

હાઇડ્રેટ રહો

શિયાળા દરમિયાન તરસ ઓછી લાગે છે તેથી લોકો પાણી પીવાનું પણ ઓછું કરે છે પરંતુ આ ઋતુમાં હેલ્ધી રહેવું હોય તો દિવસ દરમિયાન જરૂરી માત્રામાં પાણી પીતા રહેવું તેના કારણે બ્લડપ્રેશર કંટ્રોલમાં રહેશે અને હાર્ટ એટેકનું જોખમ પણ ઘટી જશે.

સ્ટ્રેસ મેનેજમેન્ટ

જે લોકોની લાઈફસ્ટાઈલ દોડધામ ભરેલી હોય અને સતત સ્ટ્રેસ રહેતો હોય તેમણે સ્ટ્રેસ મેનેજમેન્ટ પર ધ્યાન આપવું. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર હાર્ટ પેશન્ટ માટે સ્ટ્રેસ જોખમી છે.

ગરમ કપડા પહેરવા

શિયાળામાં જરૂરી છે કે તમે ગરમ કપડાં પહેરો. ઘણા લોકો ઠંડીમાં પણ ફેશન માટે ગરમ કપડાં પહેરવાનું ટાડે છે પરંતુ આમ કરવું તમારા જીવનને જોખમમાં મૂકી શકે છે. ઠંડીમાં હંમેશા આખું શરીર કવર થાય તેવા ગરમ કપડાં પહેરીને જ બહાર નીકળવું જોઈએ.

વ્યાયામ કરો

શિયાળામાં વ્યાયામ સૌથી વધારે જરૂરી હોય છે. જો ઠંડીના કારણે તમે બહાર જઈ શકતા ન હોય તો ઘરમાં પણ નિયમિત રીતે ઓછામાં ઓછી 30 મિનિટ કોઈપણ હળવો વર્કઆઉટ કરો. તેનાથી હાર્ટની હેલ્થ સારી રહેશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news