Weight Loss Juice: વજન ઘટાડવા માટે ખુબ અસરકારક છે આ પાંદડાનું જ્યૂસ, પાચન શક્તિ પણ થશે મજબૂત

Weight Loss Tips: વજન ઘટાડવું ક્યારેય સરળ હોતું નથી તેમાં ખુબ સમય લાગે છે. જો તમે સરળતાથી પટ અને કમરની ચરબી ઓછી કરવા ઈચ્છો છો તો આ એક પાંદડાનું જ્યૂસ તમને કામ આવી શકે છે. 

Weight Loss Juice: વજન ઘટાડવા માટે ખુબ અસરકારક છે આ પાંદડાનું જ્યૂસ, પાચન શક્તિ પણ થશે મજબૂત

Curry Leaf Juice For Weight Loss: વજન ઘટાડવા માટે લોકો અનેક રીત અપનાવતા હોય છે, પરંતુ તમામ પ્રયાસો છતાં ધારી સફળતા મળતી નથી. તમે વજન ઘટાડવા માટે મીઠા લીંબડાના પાનનો ઉપયોગ કરી શકો છો. મીઠા લીંબડાનો ઉપયોગ સામાન્ય રીતે રસોઈમાં વઘાર કરવા માટે થતો હોય છે. પરંતુ તમારા શરીરમાં તે વધારાના ફેટ ઘટાડવા માટે પણ ઉપયોગી છે, સાથે ઘણી બીમારી સામે લડવામાં પણ મદદરૂપ છે. આવો જાણીએ મીઠા લીંબડાના પાનનું જ્યૂસ તમારા માટે કેટલું કામ આવી શકે છે. 

મીઠા લીંબડાના જ્યુસના ફાયદા
પેટમાં ચરબી ઘટાડવાનું કામ કરે

જો તમે તમારા બોડી વેટને ઘટાડવાનું વિચારી રહ્યાં છો તો મીઠા લીંબડાના પાનનું જ્યૂસ કામ આવી શકે છે. આ લીવ્સ એક કેટિલિસ્ટ તરીકે કામ કરે છે, જેમાં અલ્કાલોઇટ હોય છે. તેમાં વેટ લોસ અને લિપિડ ઓછું કરનારી પ્રોપર્ટીઝ હોય છે. આ જ્યૂસને પીવાથી કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડનું લેવલ પણ ઓછુ થાય છે. 

ડાયાબિટીઝમાં પણ અસરકારક
જે લોકોને ડાયાબિટીઝની બીમારી છે તેને નિયમિત રીતે મીઠા લીંબડાનું પાણી પીવુ જોઈએ કારણ કે તેનાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલ થાય છે, જેનાથી ડાયાબિટીઝના દર્દીની તબીયત બગડતી નથી. 

સારા પાચનમાં ઉપયોગી
મીઠા લીંબડાનું જ્યૂસ પીવાથી પાચન તંત્રમાં ઝડપથી સુધાર થાય છે, જેનાથી ગેસ કે કબજીયાતની મુશ્કેલી થતી નથી. સાથે આંકરડાને ફાયદો થવાથી પેટ સાફ રહે છે. 

બોડી થશે ડિટોક્સ
મીઠા લીંબડાનું જ્યૂસ પીવાથી આપણા શરીરમાંથી વિષાક્ત પદાર્થ પ્રાકૃતિક રૂપથી નિકળી જાય છે, તમે ઈચ્છો તો મીઠા લીંબડાના પાનને ખાઈ પણ શકો છો, તેનાથી બોડી ડિટોક્સ કરવામાં ખુબ મદદ મળે છે. 

કઈ રીતે તૈયાર કરશો મીઠા લીંબડાનું જ્યૂસ?
- મીઠા લીંબળાના પાનને પાણીમાં ઉકાળો.
- થોડા સમય બાદ ગેસ વધારો અને થોડો સમય ઉકળવા દો.
- તેમાં લીંબુનો રસ અને મધને મિક્સ કરો.
- તેને જ્યૂસ કે ચાની જેમ પીવો.
- જ્યૂસને ખાલી પેટે પીવોનો પ્રયાસ કરો. તેની સીધી અસર તમારા શરીર પર થશે.
- તમે વર્કઆઉટ કરવાના થોડા સમય પહેલા આ જ્યૂસને પી શકો છો. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસ્ખો અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news