જમતાં પહેલાં કરશો નહી આ કામ, નહીંતર થઇ શકે ઘણી શારીરિક સમસ્યાઓ

જે પ્રકારે ભોજન બાદ પાણીનું સેવન પાચન ક્રિયાને નુકસાન પહોંચાડે છે, ઠીક તે પ્રકારે જમતાં પહેલાં પાણીનું સેવન પાચન (Digestion)  માટે નુકસાનદાયક સાબિત થઇ શકે છે.

Updated By: Oct 1, 2020, 01:09 PM IST
જમતાં પહેલાં કરશો નહી આ કામ, નહીંતર થઇ શકે ઘણી શારીરિક સમસ્યાઓ

નવી દિલ્હી: આમ તો આજકાલ પણ દોડધામ ભરેલી જીંદગીમાં પોતાના સ્વાસ્થ્ય (health)નું ધ્યાન રાખી શકતા નથી અને ઉતાવળમાં પોતાનું જ નુકસાન કરી બેસીએ છીએ. આપણે ઉતાવળમાં ભોજન કરવાના નિયમોનું પાલન કરી શકતા નથી. જેના લીધે ઘણા પ્રકારની બિમારીઓ થાય છે. એટલા માટે આજે અમે તમને કેટલીક એવી વાતો જણાવવા જઇ રહ્યા છીએ જેનું જમતાં પહેલાં ધ્યાન રાખવામાં ન આવે તો ઘણી બિમારીઓ થઇ શકે છે. 

જમતાં પહેલાં નાસ્તો કરશો નહી
જ્યારે પણ તમારો ભોજનનો સમય થાય તો તે પહેલાં સ્નૈક્સ (snacks) અથવા કોઇપણ અન્ય વસ્તુનું સેવન કરવાનું ટાળો જેથી આ આવી વસ્તુઓનું સેવન કરવાથી તમે પોતાની પર્યાપ્ત ડાયટ લઇ શકતા નથી. 

ભૂલથી પણ ન કરો પાણીનું સેવન
જે પ્રકારે ભોજન બાદ પાણીનું સેવન પાચન ક્રિયાને નુકસાન પહોંચાડે છે, ઠીક તે પ્રકારે જમતાં પહેલાં પાણીનું સેવન પાચન (Digestion)  માટે નુકસાનદાયક સાબિત થઇ શકે છે. જોકે આમ કરવાથી પાચનક્રિયા ખૂબ ધીમી થઇ જાય છે જેના લીધે ઘણી પેટ સંબંધિત સમસ્યાઓ થઇ શકે છે. એટલા માટે જમ્યા પછી તાત્કાલિક પાણીનું સેવન ન કરો. 

આ પેય પદાર્થોથી પણ દૂર રહો
જમતાં પહેલાં થોડી મિનિટો પહેલાં ચા-કોફી, કોલ્ડ કોફી અથવા એનર્જી ડ્રિંકનું સેવન પણ સ્વાસ્થ્ય માટે સારું ગણવામાં આવતું નથી. કારણ કે જ્યાં ચા-કોફી કૈફીન યુક્ત હોય છે તો કોલ્ડ ડ્રિંક અથવા એનર્જી ડ્રિંક એસિડથી ભરપૂર હોય છે. એટલા માટે આ વસ્તુઓનું સેવન પણ જમતાં પહેલાં ન કરો. 

(નોંધ કોઇપણ ઉપાય કરતાં પહેલાં ડોક્ટર્સની સલાહ જરૂર લો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube