પહેલા કોરોના અને હવે 'બ્લેક ડેથ', ચીનમાં ફરી રોગચાળો ફાટી નીકળે તેવી આશંકા, દુનિયા ભયભીત
Trending Photos
મેંઘઈ કાઉન્ટી: કોરોના વાયરસ (Corona Virus) ના પ્રકોપમાંથી હજુ વિશ્વ બહાર આવ્યું પણ નથી અને ચીનમાં વધુ એક મહામારીએ દસ્તક આપી છે. ચીનમાં એક ત્રણ વર્ષના બાળકને બુબોનિક પ્લેગ (bubonic plague) થયો હોવાનું જાણવા મળ્યું છે. બ્લેક ડેથ તરીકે તબાહી મચાવી ચૂકેલા આ bubonic plagueની ચીનમાં ફરીથી એન્ટ્રી થઈ છે.
બ્લેક ડેથ (Black Death) તરીકે તબાહી મચાવી ચૂકેલા બુબોનિક પ્લેગથી 2009માં અનેક લોકોના મૃત્યુ થયા હતાં. હવે દક્ષિણ-પશ્ચિમ ચીનમાં આવેલા મેંઘઈ કાઉન્ટી (Menghai County) માં ત્રણ વર્ષનું બાળક સંક્રમિત થયુ છે. બાળકમાં આ ઉપરાંત કોઈ સંક્રમણ મળી આવ્યું નથી. જો કે હાલ તેની સ્થિતિ સ્થિર કહેવાય છે. હવે ચીને કોરોના વાયરસના પ્રકોપ બાદ વધુ એક મહામારીને રોકવા માટે પ્રયત્નો શરૂ કરી દીધા છે.
ત્રણ મરેલા ઉંદર મળી આવતા થયું સ્ક્રિનિંગ
એક રિપોર્ટ મુજબ ત્રણ વર્ષનું આ બાળક બુબોનિક પ્લેગથી સંક્રમિત થયું હોવાની જાણકારી એક સ્ક્રિનિંગ બાદ થઈ હતી. આ સ્ક્રિનિંગ એક ગામમાં કોઈ પણ કારણ વગર 3 ઉંદરો મૃત મળી આવતા થયું. આ અગાઉ ઓગસ્ટમાં ઉત્તર ચીનના આંતરિક મંગોલિયા ક્ષેત્રના અધિકારીઓએ બુબોનિક પ્લેગથી એક ગ્રામીણના મોત બાદ ગામની સીલ કરી દીધુ હતું. ઈનર મંગોલિયામાં નવેમ્બર 2019માં બુબોનિક પ્લેગના ચાર કેસ સામે આવ્યા હતાં.
ત્રીજુ વિશ્વયુદ્ધ? અઝરબૈજાનને PAK અને તુર્કીનો ખુલ્લો સપોર્ટ, રશિયા અર્મેનિયાની મદદે આવે તેવી શક્યતા
પ્લેગ શું છે?
હકીકતમાં પ્લેગ (Plague) એક ચેપી રોગ છે. જે બેક્ટેરિયા હર્સિનિયા પેસ્ટિસ (bacteria Yersinia pestis)ના કારણે થાય છે. એક જૂનોટિક બેક્ટેરિયા છે. જે સામાન્ય રીતે નાના સ્તનધારી (mammals)અને તેના fleas)માં મળી આવે છે. જ્યારે કોઈ વ્યકિતને સંક્રમિત fleas દ્વારા કરડવામાં આવે તો તેને બુબોનિક પ્લેગ થઈ શકે છે. ક્યારેક ક્યારેક બેક્ટેરિયા ફેફસા સુધી પહોંચતા બુબોનિક પ્લેગ ન્યૂમોનિક પ્લેગમાં પણ ફેરવાઈ જાય છે. જો શરૂઆતમાં જ ખબર પડી જાય અને સામાન્ય એન્ટીબાયોટિક્સ આપવામાં આવે તો તે પ્લેગને ઠીક કરવામાં કારગર નીવડી શકે છે. પરંતુ બેદરકારી કે મોડી જાણ થાય તો બુબોનિક પ્લેગ ખુબ જોખમી બની જાય છે જે પાછળથી ન્યૂમોનિકમાં ફેરવાઈ જાય છે.
વ્યક્તિથી વ્યક્તિમાં સંક્રમણ થવાની શક્યતા
તે પણ કોરોના વયારસની જેમ ચેપગ્રસ્ત વ્યક્તિની છીંક કે શ્વાસ દ્વારા બેક્ટેરિયા કે વાયરસના સુક્ષ્મ કણો દ્વારા પહોંચે છે અને ચેપ લગાવી શકે છે. સંક્રમણ બે સ્તરના હોય છે.
1. બુબોનિક પ્લેગ
બુબોનિક વિશ્વ સ્તર પર પ્લેગનું સામાન્ય સ્વરૂપ છે અને તે એક સંક્રમિત કીડાના કરડવાથી થાય છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના જણાવ્યા મુજબ બુબોનિક પ્લેગના હ્યુમન ટ્રાન્સમિશનની સંભાવના ખુબ ઓછી છે. તે ફેફસા સુધી ફેલાઈ શકે છે. જ્યારે તે ફેફસાને સંક્રમિત કરે છે ત્યારે ઘાતક ન્યૂમોનિક પ્લેગ બની જાય છે.
2. ન્યૂમોનિક પ્લેગ
આ પ્લેગ સૌથી ઘાતક સ્તર છે. 24 કલાકની અંદર જ Incubation નાનું થઈ શકે છે. ન્યૂમોનિક પ્લેગથી પીડિત કોઈ પણ વ્યક્તિ અન્ય વ્યક્તિઓને પણ ડ્રોપલેટ્સ દ્વારા સંક્રમિત કરી શકે છે. સારવાર ન મળે ત્યારે તે ઘાતક બની જાય છે અને જો સંક્રમણના 24 કલાકની અંદર ખબર પડી જાય તો રિકવરીના ચાન્સ સારા છે.
બુબોનિક પ્લેગના લક્ષણ
બુબોનિક પ્લેગના લક્ષણોમાં તાવ, ઠંડી લાગવી, માથા અને શરીરમાં દુખાવો તથા નબળાઈ, ઉલ્ટી સામેલ છે. લિમ્ફ નોડ્સ પર સોજો આવી જાય છે.
રોકથામ અને ઉપચાર
બુબોનિક પ્લેગને રોકવા માટે મૃત જાનવરોને સ્પર્શ ન કરો. પ્લેગનો ઈલાજ એન્ટિબાયોટિકથી થઈ શકે છે. જો સારવાર જલદી શરૂ કરવામાં આવે તો રિકવરી શક્ય છે. પ્લેગ ફેલાતા વિસ્તારોમાં જવાથી બચો. જે લોકોમાં તેના લક્ષણો આવી ગયા હોય તેઓ તરત સારવાર કરાવે. હાલમાં આ બીમારી સૌથી વધુ કોંગો, મેડાગાસ્કર અને પેરુમાં ફેલાઈ રહી છે.
કરોડો લોકોના ગયા છે જીવ
ચીને મોટા પાયે પ્લેગ પર કાબુ મેળવી લીધો છે પરંતુ હજુ પણ ત્યાં તેના કેસ આવતા રહે છે. 2009થી 2018 સુધીમાં 26 કેસ સામે આવ્યા છે. જ્યારે 11 લોકોના મોત થયા છે. 14મી સદી દરમિયાન બ્લેક ડેથ તરીકે ઓળખાતી આ બીમારીથી યુરોપમાં 5 કરોડથી વધુ લોકોના મૃત્યુ થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે