Period હવે સમસ્યા નહી, આ કંપની આપે છે એક દિવસની 'પેડ લીવ'

ઇજિપ્તની એક કંપનીએ નવો નિયમ બનાવ્યો છે. તેની ચર્ચા વિશ્વભરમાં થઇ રહી છે. હવે ઘણા દેશોમાં સરકાર પાસે માંગ કરવામાં આવી રહી છે કે તે આ નિયમને બધી કંપનીઓ માટે ફરજિયાત કરી છે. ઇજિપ્તની આ કંપનીએ તે કંપનીએ પોતાના મહિલા કર્મચારીઓ માટે નિયમ બનાવ્યા છે, તેના અનુસાર તેમને દર મહિને એક દિવસની પેડ લીવ એટલા માટે આપવામાં આવશે, કારણ કે મહિલાઓમાં દર મહિને પીરિયડ્સની સમસ્યા હોય છે અને તે દરમિયાન તેમને ખૂબ વધુ દુખાવો થાય છે. એક ઉંમર બાદ અને એક ઉંમર સુધી દરેક મહિલાને આ સમસ્યાનો સામનો કરવો પડે છે. 
Period હવે સમસ્યા નહી, આ કંપની આપે છે એક દિવસની 'પેડ લીવ'

નવી દિલ્હી: ઇજિપ્તની એક કંપનીએ નવો નિયમ બનાવ્યો છે. તેની ચર્ચા વિશ્વભરમાં થઇ રહી છે. હવે ઘણા દેશોમાં સરકાર પાસે માંગ કરવામાં આવી રહી છે કે તે આ નિયમને બધી કંપનીઓ માટે ફરજિયાત કરી છે. ઇજિપ્તની આ કંપનીએ તે કંપનીએ પોતાના મહિલા કર્મચારીઓ માટે નિયમ બનાવ્યા છે, તેના અનુસાર તેમને દર મહિને એક દિવસની પેડ લીવ એટલા માટે આપવામાં આવશે, કારણ કે મહિલાઓમાં દર મહિને પીરિયડ્સની સમસ્યા હોય છે અને તે દરમિયાન તેમને ખૂબ વધુ દુખાવો થાય છે. એક ઉંમર બાદ અને એક ઉંમર સુધી દરેક મહિલાને આ સમસ્યાનો સામનો કરવો પડે છે. 

બ્રિટનમાં 'મેંસ્ટ્રુએલ લીવ'ની માંગ
આ પગલાની વખાણ કરતાં બ્રિટનની સરકાર પસે તેને લઇને નિયમ બનાવવાની અપીલ કરવામાં આવી છે. ઇજિપ્તની ડિજિટલ માર્કેટિંગ એજન્સી Shark and Shrimp માં કામ કરનાર મહિલા કર્મચારીઓને દર મહિને આ રજાના બદલામાં કોઇ મેડિકલ સર્ટિફિકેટ આપવાની જરૂર નથી. મહિલાને પોતાના મનથી એક દિવસની પસંદગી કરી શકે છે. 

નવા નિયમની જોરદાર વાહવાહી
Shark and Shrimp ની હ્યૂમન રિસોર્સ હેડ રાનિયા યુસૂફે એક ઇન્ટરનેશનલ ન્યૂઝ પેપરને કહ્યું કે અમને અમારા કર્મચારીઓ પર પુરો વિશ્વાસ છે કે તે આ રજાનો ખોટો ફાયદો ઉઠાવશે નહી. તે પોતાના મનથી એક દિવસ સિલેક્ટ કરી શકે છે. તેમણે એ પણ કહ્યું કે મિડિલ ઇસ્ટ અને નોર્થ ઇસ્ટ આફ્રીકન દેશોમાં પીરિયડ્સ વિશે ખુલીને વાતચીત કરવામાં આવતી નથી. એવામાં જ્યારે અમે આ નિર્ણય લીધો તો દરેક આશ્વર્યચકિત હતા. 

ઘણા દેશોમાં લાગૂ છે 'મેંસ્ટ્રુએલ લીવ'
'મેંસ્ટ્રુએલ લીવ' નો કોન્સેપ્ટ જાપાન, સાઉથ કોરિયા, તાઇવાન, ઇંડોનેશિયા જેવામાં પહેલાંથી જ છે. આ ઉપરાંત ભારતમાં પણ ઘણી કંપનીઓમાં પેડ 'મેંસ્ટ્રુએલ લીવ' આપવામાં આવે છે. ઘણા દેશોમાં તો આ રજાના દિવસે કામ કરતાં વધુ પે કરે છે. 2015માં પહેલીવાર જામ્બિયા પહેલો આફ્રીકન દેશ હતો, જ્યાં 'મેંસ્ટ્રુએલ લીવ'ની શરૂઆત કરવામાં આવી હતી. 

જાપાનમાં આ 1947થી લાગૂ છે જાપાનમાં 'મેંસ્ટ્રુએલ લીવ'
જાપાનમાં આ 1947થી લાગૂ છે. સાઉથ કોરિયાએ આ રજાની શરૂઆત 2001માં કરી હતી. જોકે અત્યાર સુધી કોઇપણ યૂરોપિયન દેશોમાં તેની શરૂઆત થઇ નથી. ઇટલીએ 2018માં આ રજાને લાગૂ કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ વિરોધ બાદ આ સંભવ થયું નહી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news