Elon Musk એ કઈ રીતે વજન ઘટાડ્યું એ જાણવા જેવું છે, ટેકનિક જોઈ ચોંકી ગઈ દુનિયા!

એલન મસ્કે ટ્વીટમાં જણાવ્યું કે ઈન્ટરમીટેન્ટ ફાસ્ટિંગથી તેઓએ પોતાનું વજન ઘટાડ્યું છે.  કેટલાક દિવસો પહેલા એલન મસ્કને એક તસવીરમાં ટ્રોલ કરવામાં આવ્યા હતા. આ તસવીરમાં એલન મસ્કનું પેટ દેખાતુ હતું. એલન મસ્કે લોકોને વજન ઘટાડવાની ટીપ પણ આપી છે. જેનો પ્રયોગ કરીને વજનને સરળતાથી ઘટાડી શકાય છે.

Elon Musk એ કઈ રીતે વજન ઘટાડ્યું એ જાણવા જેવું છે, ટેકનિક જોઈ ચોંકી ગઈ દુનિયા!

નવી દિલ્હીઃ વજન ઘટાડવુ તે મોટા ભાગે લોકો માટે એક ચેલેન્જ હોય છે. મોટા ભાગે લોકો વજન ઘટાડવા માટે અલગ અલગ પ્રયાસો કરતા હોય છે. લોકો જીમ જાય છે. ઉપવાસ કરે છે. તેમ છતાં મોટા ભાગે લોકોને કોઈ ફાયદો નથી થતો. આવા લોકો માટે દુનિયાના સૌથી અમીર અને ટેસ્લાના સીઈઓ એલન મસ્કે એક ઉદાહરણ આપ્યું છે.  તેઓએ જીમ ગયા વગર 9 કિલો સુધીનું વજન ઘટાડ્યું છે. એક ટ્વીટના માધ્યમથી જણાવ્યું કે વજન ઘટાડ્યા પછી હવે તેઓ સ્વસ્થ અને ફિટ અનુભવી રહ્યાં છે. એલન મસ્કે ટ્વીટમાં જણાવ્યું કે ઈન્ટરમીટેન્ટ ફાસ્ટિંગથી તેઓએ પોતાનું વજન ઘટાડ્યું છે.  કેટલાક દિવસો પહેલા એલન મસ્કને એક તસવીરમાં ટ્રોલ કરવામાં આવ્યા હતા. આ તસવીરમાં એલન મસ્કનું પેટ દેખાતુ હતું. એલન મસ્કે લોકોને વજન ઘટાડવાની ટીપ પણ આપી છે. જેનો પ્રયોગ કરીને વજનને સરળતાથી ઘટાડી શકાય છે.

ઈન્ટરમીટેન્ટ ફાસ્ટિંગ વજન ઘટાડવા માટે સહાયક-
એલન મસ્ક જણાવે છે કે મે મારી લાઈફ્સાટઈલમાં કેટલાક ફેરફાર કર્યાં છે. અને ઈન્ટરમીટેન્ટ ફાસ્ટિંગથી થોડા સમયમાં જ 9 કિલો વજન ઘટાડ્યું છે. આ માટે જીરો ફાસ્ટિંગ એપની મદદ લીધી જેનાથી ભોજનને ટ્રેક કરવામાં મદદ મળતી હતી. અને રેકોર્ડ પણ રહ્યો હતો. મસ્ક જણાવે છે કે વજન ઘટાડવું કોઈ મોટી વાત નથી. આપણે બસ રૂટીનમાં કેટલાક ફેરફાર કરવા પડશે.  ઈન્ટરમીટેન્ટ ફાસ્ટિંગથી આપને વજન ઘટાડવામાં મદદ મળી શકે છે.

શું છે ઈન્ટરમીટેન્ટ ફાસ્ટિંગ?
ઈન્ટરમીટેન્ટ ફાસ્ટિંગ એક એવો અદભૂત ઉપાય છે જેના કારણે તમે આસાનીથી વજન ઘટાડી શકો છો. આમાં આપણે કેટલાક મહિનાઓ માટે રોજે થોડા સમય સુધી કઈ જ ખાવાનું નથી હોતું. કેટલાક લોકો આને ઓલ્ટરનેટ ડે ફાસ્ટિંગના રૂપમાં પણ પ્રયોગ કરે છે. જેમા એક દિવસ સામાન્ય આહાર લેવામાં આવે છે જ્યારે બીજા દિવસે સંપૂર્ણ ઉપવાસ રાખવામાં આવે છે અથવા હલ્કો આહાર લેવામાં આવે છે. વજન ઘટાડવા માટે દુનિયાભરાં આ પ્રકારે પ્રયોગ કરવામાં આવે છે.

સ્વાસ્થ્યમાં સુધારો કરવા માટે લાભકારક-
સ્વાસ્થ્ય વિશેષજ્ઞ જણાવે છે કે વજન ઘટાડવાથી લઈને વિવિધ પ્રકારના સ્વાસ્થ્ય લાભ માટે ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગથી લાભ થઈ શકે છે. વજન ઘટાડવા તેમજ ફિઝિકલી એક્ટીવ રહેવાથી ડાયબિટિસ, સ્લીપ એપનિયા અને કેટલાક પ્રકારના કેન્સરનું જોખમ પણ ઘટે છે. આ ફાસ્ટિંગનો મુખ્ય ઉદ્દેશ દૈનિક કેલોરી ઘટાડવાનું છે. કેટલુક સંશોધન જણાવે છે કે ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ શરીરમાં સોજા ઘટાડે છે. આ સિવાય અનેક તકલીફોથી પણ આપને રાહત મળે છે.

વજનમાં કરી શકો છો ઘટાડો-
અનેક અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ, વજન ઘટાડવાનો સૌથી સરળ રસ્તો હોઈ શકે છે. આમાં ઉપવાસની વિધિ કેલોરીને ઘટાડવામાં મદદગાર સાબિત થઈ શકે છે. ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ તે હોર્મોન્સને વધારવામાં સહાયક સાબિત થઈ શકે છે જે વજન ઘટાડવામાં આપની મદદ કરે છે. ઈંસ્યુલીનના સ્તર પર વિશેષ રૂપમમાં પ્રભાવ પાડીને ડાયબિટિસ જેવી તકલીફોથી પણ આપને બચાવી શકે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news