Food: આ 4 વસ્તુઓ બાફવાથી વધારે પોષ્ટિક બને, ખાવાથી ચારગણો વધારે ફાયદો થાય

Food: રોજની રસોઈમાં અલગ અલગ શાકભાજી અને વસ્તુઓનો ઉપયોગ થતો હોય છે. આ વસ્તુઓને કુક કરવાની રીત પણ અલગ અલગ હોય છે. આજે તમને રસોઈની એવી 4 વસ્તુઓ વિશે જણાવીએ જેને બાફીને જ ખાવી બેસ્ટ રહે છે. આ વસ્તુઓ બાફવાથી વધારે પૌષ્ટિક બની જાય છે.

Food: આ 4 વસ્તુઓ બાફવાથી વધારે પોષ્ટિક બને, ખાવાથી ચારગણો વધારે ફાયદો થાય

Food: આજના સમયમાં બીમારીઓ વધારે પ્રમાણમાં ફેલાવવા લાગી છે. નાની ઉંમરમાં ગંભીર બીમારીઓ થવાનું પ્રમાણ પણ વધી ગયું છે. તેનું એક મુખ્ય કારણ એ પણ છે કે લોકો હેલ્ધી ફૂડને બદલે અનહેલ્ધી ફૂડ વધારે ખાવા લાગ્યા છે. આપણે જે પણ વસ્તુ ખાઈએ છીએ તેની અસર સ્વાસ્થ્ય પર થાય છે. દરેક વસ્તુને ખાવાની પણ રીત હોય છે. જેમકે કેટલીક વસ્તુઓને કાચી ખાવાથી જ તેના ફાયદા થાય. કેટલીક વસ્તુઓને છાલ સાથે ખાવી જોઈએ. તેવી જ રીતે કેટલાક ફૂડ એવા છે જેને ખાતા પહેલા બાફવા જરૂરી છે. આ વસ્તુઓને બાફવાથી તે વધારે ફાયદાકારક બની જાય છે અને તેના પોષક તત્વ પણ વધી જાય છે. 

શાકભાજી 

ગાજર, બ્રોકોલી અને પાલક જેવા શાક હંમેશા બાફીને ખાવા જોઈએ. આ વસ્તુઓને ખાતા પહેલા બાફવા જરૂરી છે જેથી તેનું પાચન સરળતાથી થાય. સાથે જ આ વસ્તુઓને બાફવાથી તેના પોષક તત્વો વધી જાય છે. આ શાકમાં ગાજર, બ્રોકલી અને પાલક સૌથી મહત્વની છે. આ વસ્તુઓને બાફીને જ ખાવી જોઈએ. 

દાળ 

મસૂર, મગ સહિતની દાળને પણ બાફીને જ ઉપયોગમાં લેવી જોઈએ. આ દાળ બાફવાથી તેની ડાયજેસ્ટીવ ક્ષમતા વધી જાય છે. દાળને બાફવાથી તેમાં રહેલું પ્રોટીન અને ફાઇબર શરીર સારી રીતે પચાવી શકે છે. બાફીને ઉપયોગમાં લીધેલી દાળ વજન કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. 

ચોખા 

ચોખાને બાફીને જ ખાવા જોઈએ. બાફેલા ચોખા સ્ટાર્ચનું એબ્જોર્શન વધારે છે. તેનાથી શરીર જરૂરી એનર્જી મેળવે છે. બાફવાથી ચોખાનું પાચન પણ સારી રીતે થાય છે. 

ઈંડા 

ઈંડાને પણ બાફીને ખાવાથી સૌથી વધુ ફાયદો થાય છે. ઈંડાને બાફવાથી તે કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. બાફેલા ઈંડા હેલ્ધી નાસ્તાનો સારો વિકલ્પ છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news