Diabetes: ડાયાબિટીસના દર્દી માટે રામબાણ છે આ 3 ફૂડ, રોજ ખાવાથી કંટ્રોલમાં રહે છે શુગર

Diabetes: એક્સપર્ટ અનુસાર આ 3 ફૂડનું સેવન કરવાથી શરીરને જરૂરી વિટામીન અને પ્રોટીન મળે છે. તેનાથી બ્લડ સુગર પણ કંટ્રોલમાં રહે છે. આ વસ્તુઓ ખાવાથી ડાયાબિટીસ થવાનું જોખમ ઘણી હદે ઘટી જાય છે. અને જે લોકોને ડાયાબિટીસ હોય તેમનું બ્લડ સુગર આ ફૂડથી કંટ્રોલમાં રહે છે.

Diabetes: ડાયાબિટીસના દર્દી માટે રામબાણ છે આ 3 ફૂડ, રોજ ખાવાથી કંટ્રોલમાં રહે છે શુગર

Diabetes: ડાયાબિટીસ એવી ઘાતક બીમારી છે જે એકવાર શરીરમાં ઘર કરી જાય તો જીવનભર માટે જોખમ બની રહે છે. ડાયાબિટીસને મટાડી શકાતું નથી ફક્ત તેને કંટ્રોલ કરી શકાય છે. આજના સમયમાં ખરાબ ખાનપાન, સ્ટ્રેસ અને અનિયમિત જીવન શૈલીના કારણે અનેક લોકો આ બીમારીનો શિકાર બની જાય છે. જ્યારે કોઈ વ્યક્તિના શરીરમાં પર્યાપ્ત માત્રામાં ઇન્સ્યુલિન બની શકતું નથી જેના કારણે શરીરની એનર્જી બનાવવાની ક્ષમતા પ્રભાવિત થાય છે અને પરિણામે બ્લડમાં શુગર વધવા લાગે છે. બ્લડ શુગર સતત હાઈ રહે તો તે જીવન માટે જોખમી બની જાય છે. જો બ્લડ શુગરને કંટ્રોલમાં રાખવું હોય તો ત્રણ ફૂડ મદદ કરી શકે છે. આ ત્રણ ફૂડને નિયમિત ડાયટમાં સામેલ કરવા જોઈએ 

એક્સપર્ટ અનુસાર આ 3 ફૂડનું સેવન કરવાથી શરીરને જરૂરી વિટામીન અને પ્રોટીન મળે છે. તેનાથી બ્લડ સુગર પણ કંટ્રોલમાં રહે છે. આ વસ્તુઓ ખાવાથી ડાયાબિટીસ થવાનું જોખમ ઘણી હદે ઘટી જાય છે. અને જે લોકોને ડાયાબિટીસ હોય તેમનું બ્લડ સુગર આ ફૂડથી કંટ્રોલમાં રહે છે. 

અળસી 

જે લોકોને ડાયાબિટીસ હોય અને બ્લડ સુગર લેવલ વધારે રહેતું હોય તો તેમને ડાયટમાં અળસીના બી સામેલ કરવા જોઈએ. અળસીના બી ખાવાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે અને સાથે જ ઇન્સ્યુલિન લેવલ વધે છે. તેનાથી ડાયાબિટીસનું જોખમ પણ ઘટે છે. 

ભીંડા 

ભીંડા ડાયાબિટીસના દર્દીઓ માટે લાભકારક છે. ભીંડા નું સેવન કરવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. ભીંડા પાચન ક્રિયાને સુધારે છે અને બ્લડ સુગર વધતું અટકાવે છે. કારણ કે ભીંડામાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ જ ઓછો હોય છે. 

જાંબુ 

જાંબુ અને તેના બી એવા પોષક તત્વોથી ભરપૂર હોય છે જે ગ્લુકોઝના અધિક ઉત્પાદનની સ્થિતિમાં સ્ટાર્ચને સુગરમાં બદલવાથી રોકે છે. જેના કારણે બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે. આ ફળ ખાવામાં સ્વાદિષ્ટ હોય છે અને શરીર માટે ફાયદાકારક પણ છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news