Diabetes Symptoms: ડાયાબિટીસનો સંકેત હોય છે પગમાં થતી આ સમસ્યા, જાણો બચવા માટે શું કરવું ?

Diabetes Symptoms: પગની ત્વચા વારંવાર ઘસાતી હોવાથી કેટલાક ભાગમાંથી જાડી થઈ ગઈ હોય છે. મોટાભાગના લોકોના પગમાં આવી જાડી સ્કીન જોવા મળે છે. પરંતુ ડાયાબિટીસમાં આ સમસ્યા જોખમી પણ બની શકે છે. જો સમયસર તેનો ઈલાજ કરવામાં ન આવે તો ફૂડ કોર્ન સંક્રમણમાં બદલી જાય છે. ખાસ કરીને ડાયાબિટીસમાં ફૂટ કોર્ન ગંભીર બની શકે છે..

Diabetes Symptoms: ડાયાબિટીસનો સંકેત હોય છે પગમાં થતી આ સમસ્યા, જાણો બચવા માટે શું કરવું ?

Diabetes Symptoms: પગમાં થતી કેટલીક સમસ્યાઓ ડાયાબિટીસનું લક્ષણ પણ હોઈ શકે છે. જેમકે ડાયાબિટીસમાં પગમાં ઝણઝણાટી થાય છે, કેટલાક લોકોને પગમાં દુખાવો પણ રહેતો હોય છે. તેવી જ રીતે પગની ત્વચામાં પણ ડાયાબિટીસના કેટલાક સંકેતો જોવા મળે છે. આ એવું લક્ષણ છે જેમાં પગમાં ઈજા થઈ હોય તેવો દુખાવો થતો હોય તેવો અનુભવ થાય છે. અહીં વાત થઈ રહી છે ફુટ કોર્નની. 

ફુટ કોર્ન પગના તળિયામાં થતી એક સામાન્ય સમસ્યા છે. પગની ત્વચા વારંવાર ઘસાતી હોવાથી કેટલાક ભાગમાંથી જાડી થઈ ગઈ હોય છે. મોટાભાગના લોકોના પગમાં આવી જાડી સ્કીન જોવા મળે છે. પરંતુ ડાયાબિટીસમાં આ સમસ્યા જોખમી પણ બની શકે છે. જો સમયસર તેનો ઈલાજ કરવામાં ન આવે તો ફૂડ કોર્ન સંક્રમણમાં બદલી જાય છે. ખાસ કરીને ડાયાબિટીસમાં ફૂટ કોર્ન ગંભીર બની શકે છે..

જે લોકોને ડાયાબિટીસ હોય તેમણે પોતાના પગ પર ધ્યાન દેવું જરૂરી છે. સમયે સમયે લોકોએ પગનું ચેક અપ પણ કરાવવું જોઈએ. પગના તળિયામાં ફુટ કોર્ન એટલે કે ગાંઠ જેવો અનુભવ થતો હોય તો તુરંત જ સાવધાની રાખવી જોઈએ. ફૂટ કોર્ન સામાન્ય સ્થિતિમાં કોઈ નુકસાન કરતા નથી પરંતુ ડાયાબિટીસના દર્દીના પગમાં તે ઈજાની જેમ વધી શકે છે. જો ડાયાબિટીસ હોય તો ફૂટ કોર્ન થવાની સંભાવના પણ વધી જાય છે. જો એક વખત ડાયાબિટીસ ફૂટ કોર્ન થઈ જાય તો તેને મટાડવું મુશ્કેલ થઈ જાય છે. તેથી જે લોકોને ફૂટ કોર્ન થતા હોય છે તેમને સુગરનો ટેસ્ટ સમયે સમયે સમયે કરાવી લેવો. કારણ કે ડાયાબિટીસના દર્દીઓને પગમાં થતી આ ઈજા ઝડપથી મટતી નથી. 

કેવી રીતે બચવું ફૂટ કોર્નથી ?

ફૂટ કોર્ન એક ગંભીર સમસ્યા છે જે પગમાં થાય છે. પગના તળિયામાં ઘણા લોકોને આ પ્રકારની જાડી સ્કીન જોવા મળે છે. તેનાથી બચવું હોય તો પગની સફાઈ પર ધ્યાન આપવું. જ્યારે પણ બહારથી આવો તો પગની સારી રીતે સાફ કરો. ડાયાબિટીસના દર્દીઓએ ટાઇટ જૂતા પહેરવાથી બચવું જોઈએ. સાથે જ ગંદા મોજા પણ પહેરવા નહીં. હંમેશા સાફ મોજા પહેરવાનો આગ્રહ રાખો. સમયે સમયે પગના નખ કાપતા રહેવું. પગની ત્વચા ડ્રાય ન થઈ જાય તે માટે પગના તળિયામાં પણ લોશન લગાડવું 

ફૂટ કોર્નનો ઘરેલુ ઈલાજ

જો કોઈપણ વ્યક્તિને ફૂટ કોર્ન હોય એટલે કે પગના તળિયામાં ત્વચા જાડી થઈ ગઈ હોય તો જાતે તેનો ઈલાજ કરવાનો પ્રયત્ન બિલકુલ કરવો નહીં. ઘણા લોકો આ સ્કિનને જાતે જ ઉખાડે છે. આવું કરવાથી સમસ્યા ગંભીર પણ બની શકે છે. તેને દૂર કરવા માટે ડોક્ટર પાસે જવું અને તેની મદદથી જ તેને દૂર કરવા. ઘરેલુ ઈલાજની વાત કરીએ તો તેના પર મુલેઠીનો પાવડર લગાડી શકાય છે. આ સિવાય ઘી વડે પણ આ સમસ્યાથી બચી શકાય છે. તેના માટે રાત્રે સુતા પહેલા ઘીને થોડું ગરમ કરી પગના તળીયા પર લગાડો. તેનાથી ધીરે ધીરે ત્વચા સાફ થઈ જશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news