કચરો સમજીને ફેંકો નહિ આ વસ્તુને, બહુ કામની ચીજ છે આ છાલ

Pomegranate Peels: માત્ર દાડમ જ નહિ, તેની છાલ પણ આપણા માટે ફાયદાકારક હોય છે, તેના નિયમિત સેવનથી આપણુ સ્વાસ્થય સુધરે છે, સાથે જ બ્યૂટી પણ નિખારે છે 

કચરો સમજીને ફેંકો નહિ આ વસ્તુને, બહુ કામની ચીજ છે આ છાલ

Pomegranate Peels Benefits: દાડમ અને તેનુ જ્યુસ આપણને અઢળક ફાયદા આપે છે. જેમ કે, બ્લડ પ્રેશર, બ્લડ શુગર અને ખરાબ કોલેસ્ટ્રોલમાં પણ તે મદદરૂપ થાય છે. પરંતુ શુ તમે વિચાર્યુ છે કે, દાડમની છાસ પણ આપણા સ્વાસ્થય માટે ફાયદાકારક છે. ખાસ કરીને દાડમની છાલ મોટાભાગના લોકો ફેંકી દે છે. પરંતુ આયુર્વેદ કહે છે કે, તેના નિયમિત સેવનથી આપણું સ્વાસ્થય તો સુધરે જ છે, પરંતુ ત્વચા સંબંધિત ફાયદા પણ થાય છે. દાડમની છાલમા હાઈલેવલનું એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે બહુ જ કામનું છે. તો જાણી લો તેના ફાયદા.

સ્કીનની બીમારીઓમાં કારગત
દાડમની છાલમાં એન્ટી ઓક્સિડન્ટ અને પોલીફેનોક્સી માત્રા વધુ હોય છે. તેનાથી હાઈપરપિગમેન્ટેશન (સ્કીન સંબંધિત કાળા ડાઘ) ની સારવાર કરી શકાય છે. દાડમની છાલ અલ્ટ્રાવાયોલેટ બી ડેમેજથી ત્વચાને બચાવે છે. તેમજ ઉંમર વધતી પણ અટકાવે છે. તે ઉંમર વધવાના ખતરાને ઓછું કરે છે. 

જૂની બીમારીઓનો ખતરો ઘટાડે છે
હાર્ટ સંબંધિત બીમારી અને ડાયાબિટીસ જેવી જૂની બીમારીઓના ખતરામાંથી આપણા જીવને દાડમના છાલ બચાવે છે. દાડમના છાલના અર્કમાં એન્ટી ઈન્ફ્લેમેટરી એજન્ટ હોય છે. જે વજન અને મોટાપો ઘટાડવામાં મદદરૂપ થાય છે. કોલેસ્ટ્રોલ અને બ્લડ શુગર લેવલમાં પણ સુધાર કરે છે.  

બહેરાશમાંથી મુક્તિ અપાવે છે
જ્યારે વ્યક્તિને ઉંમર સંબંધિત બહેરાશ આવવા લાગે છે, તો ઓક્સડેટિવ તણાવ પણ તેનુ કારણ બને છે. કારણ કે, દાડમની છાલમાં એન્ટીઓક્સિડન્ટની માત્રા બહુ જ વધારે હોય છે. તેથી તે બહેરાશને રોકવામાં મદદગાર સાબિત થાય છે. 

મગજ તેજ કરે છે
ઓક્સિડેટિવ તણાવ અલ્ઝાઈમર બીમારીના વિકાસમાં એક મહત્વની ભૂમિકા ભજવે છે. કારણ કે, દાડમની છાલ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. તેથી આ પ્રકારની બીમારીથી ગ્રસ્ત લોકો પોતાના જીવનની ગુણવત્તાનું સ્તર સુધારી શકે છે. 

દાંતના સ્વાસ્થયમાં સુધારો
દાડમની છાલથી દાંતની કાળજી પણ સારી રીતે રાખી શકાય છે. તે દાંતમાં પ્લાક બનાવવાથી અટકાવે છે. દાડમની છાલના અર્કમાં મજબૂત એન્ટીબેક્ટેરિયલ એક્ટિવિટીનો ગુણ હોય છે. કેટલાક રિસર્ચથી માલૂમ પડ્યુ કે, દાંત તેમજ તેના સડવાને લગતી બીમારીઓમાં તે કારગત સાબિત થાય છે.  

કેવી રીતે ઉપયોગ કરશો
દાડમની છાલનો પાવડર માર્કેટમાં મળે છે. તેને ઘરમાં પણ બનાવી શકાય છે. તમે ઘરમાં જો દાડમની છાલનો પાવડર બનાવવા માંગો છો, તો આ સ્ટેપ ફોલો કરો. 

  • દાડમના દાણાંને બહાર કાઢીને છાલ અલગ કરો
  • છાલને 2-3 દિવસ તડકામાં સૂકવો, તે બરાબર સૂકાઈ જાય એટલે લઈ લો
  • છાલને બ્લેડર કે ફૂડ પ્રોસેસરમાં નાંખો અને બારીક પીસી લો.
  • પાઉડરને રૂમના ટેમ્પરેચરમાં એક ટાઈટ એર કન્ટેનરમાં સ્ટોર કરો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news