Heat Wave Safety Tips: હીટવેવના રેડ એલર્ટ વચ્ચે ઘરેથી બહાર નીકળો તો આ વાતોનું રાખવું ધ્યાન

Heat Wave Safety Tips: હવામાન વિભાગ અનુસાર આગામી 4 થી 5 દિવસ લોકોએ ગરમીમાં વધારે સતર્ક રહેવાની જરૂર છે. ખાસ તો બાળકો, વૃદ્ધો અને કોઈ બીમારી હોય તેવા લોકોએ પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. નિષ્ણાંતો અનુસાર પણ આ સમય દરમિયાન હીટ સ્ટ્રોકથી પ્રભાવિત થવાની સંભાવના વધી જાય છે. આવું ન થાય તે માટે હીટવેવના એલર્ટ દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

Heat Wave Safety Tips: હીટવેવના રેડ એલર્ટ વચ્ચે ઘરેથી બહાર નીકળો તો આ વાતોનું રાખવું ધ્યાન

Heat Wave Safety Tips: મે મહિનામાં ગુજરાત જાણે અગનભઠ્ઠી બની ગયું હોય તેમ લાગે છે. ગરમીથી ત્રાહીમામ પોકારી ગયેલા લોકોને હજુ ગરમીથી રાહત મળવાની નથી. હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ 4 દિવસ રાજ્યમાં ગરમીનો જોર વધશે. હીટવેવની આગાહી વચ્ચે કેટલાક શહેરો માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. કાળઝાળ ગરમીથી લોકોના હાલ બેહાલ થઈ રહ્યા છે. તડકા અને લૂના કારણે લોકોનું ઘરમાંથી નીકળવું મુશ્કેલ થઈ રહ્યું છે. પરંતુ તેમ છતા મોટાભાગના લોકોને રોજ ઓફિસ સહિતના કામ માટે બહાર જવું જ પડે છે. 

હવામાન વિભાગ અનુસાર આગામી 4 થી 5 દિવસ લોકોએ ગરમીમાં વધારે સતર્ક રહેવાની જરૂર છે. ખાસ તો બાળકો, વૃદ્ધો અને કોઈ બીમારી હોય તેવા લોકોએ પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. નિષ્ણાંતો અનુસાર પણ આ સમય દરમિયાન હીટ સ્ટ્રોકથી પ્રભાવિત થવાની સંભાવના વધી જાય છે. આવું ન થાય તે માટે હીટવેવના એલર્ટ દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી થઈ જાય છે. જો બાળકો, બીમાર કે વૃદ્ધોને ગરમીના કારણે હીટસ્ટ્રોક કે ડિહાઈડ્રેશન થઈ જાય તો સ્થિતિ ગંભીર થઈ શકે છે. 

હીટવેવમાં આ વાતોનું રાખો ધ્યાન

- લૂ દરમિયાન શક્ય હોય ત્યાં સુધી બહાર ન જવું.
- બહાર જવાનું થાય તો મોં, હાથ સહિતના અંગ સુતરાઉ કપડાથી કવર કરવા.
- બહાર નીકળતી વખતે છત્રી સાથે રાખવી જેથી તડકો ન લાગે.
- બહારથી આવ્યા પછી તુરંત ઠંડુ પાણી ન પીવું અને એસીમાં ન બેસી જવું.
- દિવસ દરમિયાન પુરતા પ્રમાણમાં પાણી પીવું. લસ્સી, છાશ, નાળિયેર પાણી સહિતના પીણા પીતા રહેવું.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news