Home Remedies: ચપટીમાં મળી જશે માથાની 'જૂ' ની ઝંઝટમાંથી છુટકારો, બસ અજમાવો આ ઉપાય
Home Remedies for Lice: જો તમારા માથામાં ખંજવાળ આવે છે, તો તેની પાછળનું કારણ જૂ હોઈ શકે છે. તેએકવાર માથામાં જૂ આવી જાય, પછી તેમાંથી છુટકારો મેળવવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે. પરંતુ આ લેખમાં, તમને માથાની જૂ દૂર કરવા માટેની સારવાર કહેવામાં આવી રહી છે, જે તમારી સમસ્યાને રાતોરાત સમાપ્ત કરશે. ચાલો આપણે માથાની જૂ માટે જૂનાં ઘરેલું ઉપચાર જાણીએ.
Trending Photos
નવી દિલ્લીઃ જો તમારા માથામાં ખંજવાળ આવે છે, તો તેની પાછળનું કારણ જૂ હોઈ શકે છે. તેએકવાર માથામાં જૂ આવી જાય, પછી તેમાંથી છુટકારો મેળવવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે. પરંતુ આ લેખમાં, તમને માથાની જૂ દૂર કરવા માટેની સારવાર કહેવામાં આવી રહી છે, જે તમારી સમસ્યાને રાતોરાત સમાપ્ત કરશે. ચાલો આપણે માથાની જૂ માટે જૂનાં ઘરેલું ઉપચાર જાણીએ.
માથામાં જૂ હોવાના લક્ષણ:
1) માથામાં ખંજવાળ
2) વાળમાં કંઈક ફરતું હોવાની લાગણી
3) ગરદન, ખભા અને ખોપરી ઉપર લાલ નિશાન
જૂ દૂર કરવાના જાણો ઘરેલું ઉપાય:
1) લીમડો:
માથાની જૂને મારવા માટે ઘણા વર્ષોથી લીમડાનો ઉપયોગ કરવામાં આવે છે. તમે માત્ર એક કપ લીમડાના પાનને ઉકાળીને પછી આ પાંદડાને પીસીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને તમારા વાળ પર લગાવો અને 2 કલાક રાહ જુઓ. 2 કલાક પછી માથાને નવશેકા પાણીથી ધોઈ લો. લીમડાના એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક ગુણધર્મો રાહત આપે છે.
2) વિનેગર:
એપલ સીડર સિરકા માથાના જૂની સારવારમાં પણ મદદરૂપ છે. તમે સફરજનના વિનેગરમાં 1 ચમચી નારિયેળનું તેલ મિક્સ કરો અને પછી વાળને ઢાંકી દો. આ રીતે વાળને આખી રાત છોડો અને સવારે ઉઠીને હૂંફાળા પાણીથી વાળ ધોઈ લો. તમે પ્રથમ ઉપયોગથી અસર જોવાનું શરૂ કરશો. એક મહિના સુધી દર અઠવાડિયે આ ઉપાય કરો.
3) જૈતુનનું તેલ:
માથાની જૂને મારવા માટે ઓલિવ તેલ લગાવો. આખી રાત વાળ પર ઓલિવ ઓઇલ રહેવા દો અને શાવર કેપ પહેરો. આ કારણે જૂઓને શ્વાસ નથી મળતો અને તેઓ મરવા લાગે છે. બીજા દિવસે કાંસકો વડે જૂ દૂર કરો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે