Kidney Health: કિડની સંબંધિત બીમારીથી બચવું હોય તો આ ફળ ખાવાનું રાખો નિયમિત
Kidney Health: કિડની શરીરમાં ઇલેક્ટ્રોલાઇટના સ્તરને પણ જાળવી રાખવામાં મદદ કરે છે. કિડની શરીરના રક્તને સાફ કરીને ઝેરી તત્વોને બહાર કાઢે છે. તેથી જ જરૂરી છે કે કિડની સ્વસ્થ હોય. કિડનીને સ્વસ્થ રાખવામાં કેટલાક ફળ તમારી મદદ કરી શકે છે. આ ફળ ખાવાથી કિડની કુદરતી રીતે ડિટોક્સ થાય છે
Trending Photos
Kidney Health: આપણા શરીરનું સૌથી મહત્વનું અંગ કિડની હોય છે. જો કિતની સારી રીતે કામ કરે તો શરીર પણ સ્વસ્થ રહે છે. કિડનીનું સૌથી મુખ્ય કામ હોય છે શરીરમાં જતા ખરાબ તત્ત્વોને ફિલ્ટર કરીને શરીરમાંથી બહાર કરવા. કિડની શરીરમાં ઇલેક્ટ્રોલાઇટના સ્તરને પણ જાળવી રાખવામાં મદદ કરે છે. કિડની શરીરના રક્તને સાફ કરીને ઝેરી તત્વોને બહાર કાઢે છે. તેથી જ જરૂરી છે કે કિડની સ્વસ્થ હોય. કિડનીને સ્વસ્થ રાખવામાં કેટલાક ફળ તમારી મદદ કરી શકે છે. આ ફળ ખાવાથી કિડની કુદરતી રીતે ડિટોક્સ થાય છે અને સારી રીતે કામ કરે છે.
બ્લુબેરી
બ્લુબેરી એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર ફળ છે. બ્લુબેરીનું સેવન કરવાથી શરીરમાં આવેલા સોજા ઓછા થાય છે. બ્લુબેરી કિડની અને ડેમેજ થતી પણ બચાવે છે. બ્લુબેરીનું સેવન કરવાથી યુરીનરી ટ્રેક હેલ્થ પણ સારી રહે છે.
આ પણ વાંચો:
સફરજન
સફરજન ફાઇબરથી ભરપૂર હોય છે અને તેમાં પેક્ટિન નામનું કમ્પાઉન્ડ હોય છે. જેને ખાવાથી શરીરના વિશાક્ત તત્વો બહાર નીકળી જાય છે. સફરજનનું સેવન કરવું કિડનીના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
તરબૂચ
ઉનાળાના દિવસોમાં તરબૂચ સૌથી વધારે મળે છે. તરબૂચનું સેવન કરવાથી કિડની સંબંધિત બીમારીઓ થવાનું જોખમ ઘટે છે. તરબૂચ પાણીથી ભરપૂર હોય છે તેથી તે શરીરને હાઈડ્રેટ રાખે છે અને કિડનીની હેલ્થ બુસ્ટ કરે છે.
લીંબુ
લીંબુનું સેવન કરવાથી પણ કિડની ના ફાયદો થાય છે. લીંબુપાણીનું સેવન કરવાથી કિડનીમાં પથરી બનતી અટકે છે. લીંબુ કિડની ને સારી રીતે ડિટોક્સીફાય કરે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે