ભાંગના પીવાના શોખીનો ફાયદા જાણી રહી જશો દંગ

ભાંગ એક પ્રકારનું મિશ્રણ છે. આમાં, કેનાબીસ સટિવા પ્લાન્ટના પાંદડા અને કળીઓને સૂકવીને, ગ્રાઇન્ડીંગ કરીને પલાળીને પેસ્ટ તૈયાર કરવામાં આવે છે. અને તેનો ઉપયોગ ખાવા પીવાની વસ્તુઓમાં થાય છે. સદીઓથી ભારતમાં ભાંગ પીવામાં આવે છે.

ભાંગના પીવાના શોખીનો ફાયદા જાણી રહી જશો દંગ

હિન્દુ ધર્મના ઘણા ધાર્મિક વિધીઓમાં ભાંગનો ઉપયોગ થતો હોય છે. ત્યારે, હોળીમાં ભાંગ લોકો પોતાના શોખથી પીતા હોય છે. પરંતુ, તેનું વધુ પડતું સેવન નુકસાનકારક સાબિત થઈ શકે છે, પણ જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તેનો ફાયદો પણ થઈ શકે છે.

ભાંગ શું છે અને કેવી રીતે બને છે?
ભાંગ એક પ્રકારનું મિશ્રણ છે. આમાં, કેનાબીસ સટિવા પ્લાન્ટના પાંદડા અને કળીઓને સૂકવીને, ગ્રાઇન્ડીંગ કરીને પલાળીને પેસ્ટ તૈયાર કરવામાં આવે છે. અને તેનો ઉપયોગ ખાવા પીવાની વસ્તુઓમાં થાય છે. સદીઓથી ભારતમાં ભાંગ પીવામાં આવે છે. અને તે દહી અને મઠ્ઠામાં ભેળવી પીવામાં આવે છે. ઘણી જગ્યાએ લોકો દૂધમાં ભેળવ્યા બાદ તેને પીવે છે. જેને ભાંગ લસ્સી કહેવામાં આવે છે. ઘણી જગ્યાએ મીઠાઈ બનાવવા માટે ભાંગ ઘી અને ખાંડ સાથે ભેળવવામાં આવે છે.

ભાંગ કેવી રીતે કામ કરે છે?
ભાંગને અંગ્રેજીમાં કેનાબીસ કહેવામાં આવે છે. તેમાં નશો હોય છે. ખરેખર, કેનાબીસ નર્વસ સિસ્ટમના કામ કરવાની રીત પર અસર કરે છે. કેનાબીનોઇડ કેનાબીસમાં જોવા મળે છે, જે બે પ્રકારના હોય છે. ટેટ્રાહાઈડ્રોકૈનાબિનોલ અને કૈનાબિડિયોલ જેને CBD અને THS નામથી ઓળખાય છે.

ઉબકા અને ઉલ્ટીમાં આપે છે રાહત
ભાંગ ઉલટી અને ઉબકા ઘટાડવામાં મદદ કરી શકે છે. તે ખાસ કરીને કીમોથેરેપીની આડઅસરોને કારણે ઉબકા દૂર કરવામાં મદદગાર છે. જો કે, તેનો વધારે પડતો ઉપયોગ કેટલાક લોકોમાં ઉબકા અને ઉલ્ટી થવાની સમસ્યામાં પણ વધારો કરી શકે છે.

દર્દને ઘટાડે
ભાંગ કોઈ પણ પ્રકારના દર્દને દુર કરવા માટેની સૌથી સારી ઔષધી છે. અનેકો રિસર્ચ બાદ જાણવા મળ્યું છે કે, કેનાબીસ જુના દર્દને ઘટાડી શકે છે. ફાઈબ્રોમાએલ્જિયા અને રૂમેટાઈડ ઓર્થરાઈટિસના કારણોને ઘટાડવા માટે કેનાબીનોઈડ્સ પ્રભાવી રહી શકે છે.

સનબર્નનો ઈલાડ ભાંગ
ગરમીમાં તડકાના કારણે સનબર્નની સમસ્યા થતી હોય છે. એવામાં ભાંગનો ઉપયોગ ખૂબ સારૂ માનવામાં આવે છે. ભાંગના પાનને નાના નાના ટૂકડા કરીને બર્ન્ટ સ્કિન પર લગાવામાં આવે તો તે ત્વચાને ઠંડક આપે છે. 
 

આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો:
 વર્ષ 2023 માં શનિના સાયામાંથી મુક્ત થશે આ લોકો, કરોડપતિ બનવાનો રસ્તો થશે સાફ
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news