હેલ્ધી મગ કે મગની દાળના ફાયદા છે અનેક, પણ આ લોકો માટે નુકસાનકારક

Moong Dal Side Effects: મગને પલાળીને, તેને ફણગાવીને કે તેની દાળનો પણ ભોજનમાં ઉપયોગ કરવામાં આવે છે. મગની દાળ કોઈપણ રીતે ખાવામાં આવે તો તે ફાયદો જ કરે છે. જો આવું તમે પણ માનતા હોય તો તમને જણાવી દઈએ કે મગની દાળ કેટલાક લોકોને નુકસાન પણ કરી શકે છે.

હેલ્ધી મગ કે મગની દાળના ફાયદા છે અનેક, પણ આ લોકો માટે નુકસાનકારક

Moong Dal Side Effects: હેલ્ધી ડાયેટ પ્લાન કરતા હોય તો તેમાં દાળનો સમાવેશ કરવામાં આવે જ છે. કારણ કે દાળ પ્રોટીન અને અન્ય પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળે છે. બધી જ દાળની સરખામણીમાં સૌથી વધારે મગ અને મગની દાળનું સેવન થતું હોય છે. મગને પલાળીને, તેને ફણગાવીને કે તેની દાળનો પણ ભોજનમાં ઉપયોગ કરવામાં આવે છે. મગની દાળ કોઈપણ રીતે ખાવામાં આવે તો તે ફાયદો જ કરે છે. 

જો આવું તમે પણ માનતા હોય તો તમને જણાવી દઈએ કે મગની દાળ કેટલાક લોકોને નુકસાન પણ કરી શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો નું જણાવવું છે કે કેટલીક મેડિકલ કન્ડિશનની સ્થિતિમાં વ્યક્તિ મગ કે મગની દાળનું સેવન કરે તો તેની હાલત બગડી શકે છે. તો ચાલો તમને જણાવીએ કે વ્યક્તિએ કેવી મેડિકલ કન્ડિશનમાં મગની દાળનો ઉપયોગ ન કરવો જોઈએ.

લો બ્લડ પ્રેશર
જે લોકોનું બ્લડ પ્રેશર લો રહેતું હોય તેમણે મગની દાળ ખાવાનું ટાળવું જોઈએ. હાઈ બ્લડ પ્રેશર ના દર્દી માટે મગ ખાવા ફાયદાકારક છે પરંતુ લો બ્લડ પ્રેશરમાં તો આ દાળ બિલકુલ ન ખાવી 

પેટ ફૂલી જવું
જે લોકોને બ્લોટીંગની સમસ્યા હોય તેમણે પણ મગથી દૂર રહેવું જોઈએ. કારણ કે તેની અંદર શોર્ટ ચેન કાર્બ હોય છે જે ડાયજેશનમાં ગડબડ ઊભી કરી શકે છે. જેના કારણે બ્લોટીંગ વધી શકે છે.

લો બ્લડ સુગર
જે લોકોના રક્તમાં સુગરનું પ્રમાણ ઓછું રહેતું હોય તેમણે પણ મગ કે મગની દાળ ન ખાવી. લો બ્લડ શુગરના કારણે જો નબળાઈ કે ચક્કર આવવાની ફરિયાદ રહેતી હોય તો મગનું સેવન કરવાથી તે તકલીફ વધી શકે છે.

યુરિક એસિડ
જે લોકો યુરિક એસિડથી પરેશાન હોય તેમણે પણ મગની દાળ ખાવાથી બચવું જોઈએ. કારણ કે તેનાથી શરીરમાં યુરિક એસિડનું લેવલ વધી શકે છે અને સાંધાના દુખાવાની ફરિયાદ પણ વધી જાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news